Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ પથ્થરને એ પોતાનામાં સમાવી દીધા વિના નહીં રહે. આ વાત મારે તને એટલા માટે લખવી પડી છે કે યુવાન વય બુદ્ધિને અનુભવનો પર્યાય માની લેવાની ભૂલ ક્ય વિના નથી રહેતી. ‘મારી પાસે ધારદાર બુદ્ધિ છે એટલે મને સંખ્યાબંધ અનુભવો છે' આવી માન્યતામાં અટવાયા વિના યુવાન વય નથી રહેતી પણ હકીકત એ છે કે ધારદાર બુદ્ધિ હોવી એ અલગ વાત છે અને સંખ્યાબંધ અનુભવો હોવા એ અલગ વાત છે. પર્વત પર જવાના રસ્તાઓવાળો નકશો હાથમાં હોવો એ અલગ વાત છે અને પર્વત પર એ રસ્તાઓ પર જઈ આવવાનો અનુભવ હોવો એ અલગ વાત છે, અને તું બરાબર સમજી શકે છે કે પર્વત પર જેને જવું જ છે એ જેના હાથમાં નકશો છે એના અભિપ્રાયને એટલું વજન નથી આપતો જેટલું વજન પર્વત પર જઈ આવવાનો જેને અનુભવ છે એના અભિપ્રાયને આપે છે. નજર નાખી જા મમ્મી-પપ્પા સાથેના તારા વ્યવહારના ભૂતકાળ પર. તને ખ્યાલ આવી જશે કે અનુભવ સામે તે બુદ્ધિને ગોઠવીને સંઘર્ષો જ ખેલ્યા છે. તારા મનને સાગર જેવું બનાવીને મમ્મી-પપ્પા તરફથી કરાયેલા બુદ્ધિનાં સૂચનોને અંદર સમાવી લેવાને બદલે તારા મનને ઘડા જેવું બનાવીને તું મનથી સતત તૂટતો જ રહ્યો છે અને એનું જ આદુષ્પરિક્ષામ આવ્યું છે કે મમ્મી-પપ્પા સાથેનો તારો અત્યારનો સહવાસ એ મજારૂપ ન બનતા સજારૂપ બની ગયો છે, બની રહ્યો છે. સાવધાન ! શું? મારી પત્નીની સામે હું ખુદ જો મમ્મી-પપ્પાને હલકા ચીતરી રહ્યો હોઉં તો મારી પત્ની મમ્મી-પપ્પાની આમન્યા જાળવે એ શક્ય જ શું બને? આજે ખ્યાલ આવે છે કે આ તમામ ગલત માન્યતા અને ગલત વ્યવહાર પાછળ માત્ર મને ચડી ગયેલો બુદ્ધિનો આફરો જ જવાબદાર હતો. શું કહું આપને ? ઘરે આવેલા મહેમાનો પાસે ક્યારેક ક્યારેક તો મેં ખુદે મમ્મી-પપ્પાને પાછળથી આવી તો વાતો કરતાં સાંભળ્યાં છે કે હવે તો ભગવાન મોત આપી દે એની રાહ જોઈએ છીએ. દીકરો નગ્ન હોય એને તો સાચવી લઈએ પણ નાગાઈ આચરવા લાગે ત્યારે શું કરવું? અમે આ ઘરમાં હવે ‘વધારા'નાં ગણાઈએ છીએ. નવા ફર્નિચર માટે આ ઘરમાં પૂરતી જગ્યા છે પણ જૂનાં મા-બાપ માટે કોઈ જગ્યા નથી.’ આવી જાતજાતની સંદર્ભ વિનાની વાતો મહેમાનો પાસે કરતાં મમ્મી-પપ્પાને મેં સાંભળ્યાં છે, અને આવું સાંભળ્યા પછી મેં મારી ભૂલોને જોવાની તસ્દી તો નથી લીધી પણ મમ્મી-પપ્પા પ્રત્યેના દ્વેષને વધુ મજબૂત બનાવ્યો છે, એમની સાથેના વ્યવહારમાં તોછડાઈ વધુ દાખવી છે, એમની સાથે બોલાચાલીમાં કર્કશતા વધુ ઉમેરી છે, એમને મળતી સગવડોમાં વધુ કાપ મૂક્યો છે. આજે મારા આવા ગલત વ્યવહાર બદલ મને પશ્ચાત્તાપ અચૂક થાય છે પણ તોય મનમાં ઊંડેઊંડે એક શંકા રહ્યા જ કરે છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. જેને પણ આપણે ઉપકારી માનતા હોઈએ એનામાં રહેલા દોષ અંગે આપણે કોઈ જ ટીકા-ટિપ્પણ કરવાની નહીં ? એનામાં રહેલા દોષના કારણે એને અને આપણને થઈ રહેલ નુક્સાનને ગંભીરતાથી આપણે મન પર લેવું જ નહીં? અને આ શક્ય છે ખરું? કપડાં પર પડી ગયેલા ડાઘ આપણે જોયા વિના જો નથી જ રહેતા, દીવાલમાં પડી ગયેલી તિરાડ પર આપણી નજર જો પડી ગયા વિના નથી જ રહેતી, ઘરના એક ખૂણામાં રહેલી વિણનો કણિયો જો આપણા ધ્યાનમાં આવ્યા વિના નથી જ રહેતો તો પછી ઉપકારીના જીવનમાં રહેલા દોષો આપણા ધ્યાનમાં આવે જ નહીં, આપણી અરુચિના વિષય બને જ નહીં એ શક્ય છે ખરું? આપ જણાવશો. મહારાજસાહેબ, મારા ત્રાસદાયક વર્તમાન અંગેનું આપનું નિદાન સાવ સાચું છે. આપની સાથે સમ્યક માર્ગદર્શન મેળવવા જ્યારે પત્રવ્યવહાર શરૂ કર્યો જ છે ત્યારે મને સ્પષ્ટ કહી દેવા દો કે મને મમ્મી અને પપ્પા બંને ‘ભોટ’ જ લાગ્યાં છે. એમણે અક્કલ ગિરવે મૂકી દીધી હોય એવું જ મને લાગ્યું છે. વ્યવહારની એક પણ બાબતમાં એ સલાહ લેવા લાયક છે કે એમની સલાહ અનુસરવા લાયક છે એવું મને ક્યારેય લાગ્યું નથી. હું એમનો સગો દીકરો જો આ માન્યતા ધરાવતો હોઉં તો મારી પત્નીનું તો પૂછવું જ દરે

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47