Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ એક વાત તને ખાસ કહી દઉં કે અનુભૂતિના સુખને લક્ષ્ય બનાવીને જીવનવ્યવસ્થા ગોઠવનારને અભિપ્રાયનું સુખ ન જ મળે, એવો કોઈ કાયદો નથી; પણ અભિપ્રાયના સુખને જ જીવનનું એક માત્ર લક્ષ્ય બનાવીને જીવનવ્યવસ્થા ગોઠવનારને અનુભૂતિનું સુખ મળે એવી તો કોઈ જ શક્યતા નથી. દડો તારા મેદાનમાં છે. દેખાય છે. જીવનના લક્ષ્યસ્થાને ગોઠવાઈ ગયેલું અભિપ્રયાનું સુખ ! ખૂબ શાંત ચિત્તે વિચારતાં મને એમ લાગે છે કે જીવનમાં જો અભિપ્રાયનું સુખ જ કેન્દ્રસ્થાને ગોઠવાઈ ગયું છે તો સમસ્યા જ સમસ્યા છે અને જીવનમાં જો અનુભૂતિનું સુખ જ પ્રાધાન્ય પામી ગયું છે તો પ્રસન્નતા જ પ્રસન્નતા છે. હસવું તો આજે મને મારી જાત પર આવે છે. ઝવેરાત આપીને સાબુ ખરીદવાની ભૂલ આ જિંદગીમાં મેં ક્યારેય કરી નથી, ચાર આનાનો ખોવાઈ ગયેલો રૂમાલ પાછો મેળવવા ચાર રૂપિયાનું રિક્ષાભાડું ખરચવાની ભૂલ આજ સુધી મેં ક્યારેય કરી નથી અને સફળતા પામવા, પ્રસન્નતાને ગિરવે મૂકી દેવાની મૂર્ખાઈ આજ સુધી હું સતત કરતો જ રહ્યો છું. ‘ના જેને ઊગરવું હોય, એને કોણ ઉગારે ? વમળોથી બચાવો તો ડૂબે જઈ કિનારે.' કો’ક શાયરની આ પંક્તિઓ શું મારા જેવા મૂર્ખને નજર સામે રાખીને જ લખાઈ હશે ? મહારાજસાહેબ, ત્રીસ વરસની જિંદગીમાં પહેલી જ વાર સુખના આ બે ભેદ જાણવા અને સમજવા મળ્યા. હું તો સ્તબ્ધ થઈ ગયો છું. વીતેલાં વરસો પર નજર કરતાં એમ લાગે છે કે સમજણનાં અને શક્તિનાં તમામ વરસો મેં અભિપ્રાયનું સુખ મેળવવા પાછળ જ વેડફી નાખ્યાં છે. એ સુખમાં જે પણ પ્રતિબંધક બન્યા છે, એ તમામ સાથેના સંબંધો તોડી નાખવામાં પળનીય વાર મેં નથી લગાડી. આજે ખ્યાલ આવે છે કે લાગણીના સ્તરે અપાયેલી મમ્મી-પપ્પાની સારી અને સાચી પણ સલાહ મને ગમી કેમ નથી ? એ સલાહમાં મને મારા હિતનાં દર્શન થયાં કેમ નથી ? એ સલાહ આપનારાં મમ્મી-પપ્પા ઉપકારી લાગ્યાં કેમ નથી ? ભલે એ સલાહને અનુસરવાનું મને કદાચ અશક્યવતું લાગતું હતું પણ એ સલાહમાં મને અમૃતનાં દર્શન ન થતાં વિષનાં દર્શન કેમ થયાં છે? એક જ કારણ. અભિપ્રાયના સુખની જ લાલસા !ન મારા અનુભૂતિના સુખની ચિંતા કે ન મમ્મી-પપ્પાના અનુભૂતિના સુખની ચિંતા ! સામાની લાગણી સમજવાની વાત જ નહીં, સામાની પ્રસન્નતા ખંડિત ન થાય એ અંગેની સાવધગીરી દાખવવાની વાત જ નહીં. પોતાના આક્રમણથી ફૂલ ચીમળાઈ ગયું છે એ જાણવા છતાં પથ્થરની કઠોરતામાં જેમ અલ્પ પણ ઘટાડો થતો નથી તેમ મારા ગલત વર્તાવથી ઉપકારી એવાં મમ્મી-પપ્પાનાં નાજુક દિલના ટુકડે ટુકડા થઈ ગયાનું જાણવા છતાં મારી કઠોર મનોવૃત્તિમાં મેં અલ્પ પણ ઘટાડો કર્યો નથી. એ બધાયના મૂળમાં મને એક જ વાત દર્શન, આનંદ તો મને એ વાતનો થયો છે કે ત્રીસ વરસની ભર યુવાન વયે પહોંચ્યા પછીય ભૂલ કબૂલ કરી લેવાની નિખાલસતા તું દાખવી શક્યો છે. બાકી, એક અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે ભૂલ ન જ કરવાનું જેટલું કપરું છે, એના કરતાં વધુ કપરું તો ભૂલ કર્યા પછી એની કબૂલાત કરી લેવાનું છે. હા, એક વાત તો તને ચોક્કસ કહીશ કે મોટી પણ ભૂલ માફ થઈ શકે છે, જો એનું પુનરાવર્તન નથી કરવામાં આવતું તો અને નાની પણ ભૂલ ભયંકર નીવડી શકે છે જો એનું પુનરાવર્તન ચાલુ રહે છે તો. આટલાં વરસોથી જે ભૂલ તું કરતો આવ્યો છે એ ભૂલ હજી પણ ચાલુ ન રહે એની ખાસ તકેદારી રાખજે. બાકી, એક વાસ્તવિકતા સતત નજર સામે રાખજે કે બુદ્ધિનું કામ તો પથ્થર ફેંકવાનું જ છે. તારું મન જો માટીના ઘડા જેવું છે તો એને ફૂટી જતાં વાર નહીં લાગે, પણ તારા મનને જો તે સાગર જેવું બનાવી દીધું છે તો બુદ્ધિના ગમે તેવા મોટા પણ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47