Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 11
________________ તરીકે સારી પણ માલિક તરીકે ખતરનાક એવી આ બુદ્ધિને તું નંબર એક પર બેસાડવાની ભૂલ તો ક્યારેય ન કરતો. જીવન જીતી જઈશ. દિક ૧૬ વર્તમાનમાં રસ્તો કેવી રીતે કાઢવો એની આગવી સૂઝ ન પણ હોય; ત્યાં તારે મમ્મીપપ્પા પ્રત્યે પ્રચંડ લાગણી હોવા છતાં બુદ્ધિને પ્રાધાન્ય આપવું જ પડે. ક્યારેક એમની લાગણીની અવગણના કરીનેય તારે કઠોર બનવું જ પડે. તો એવા પ્રસંગોમાં એક જ સાવધગીરી તું દાખવજે કે વિચારોનું ઘર્ષણ એટલી હદે આગળ ન વધી જાય કે લાગણીના સંબંધોને એ છિન્નભિન્ન કરી નાખે. મમ્મીપપ્પા પ્રત્યે કડક બનવાનો તારો અભિગમ એટલી હદે આગળ ન વધી જાય કે તારે માટે એમના મનમાં ભારે કડવાશની લાગણી ઉત્પન્ન કરી દે. વાંચી લે કોક' શાયરે લખેલી આ પંક્તિઓ સુખના પ્રવાહ હોય કે દુઃખના હો ઊભરા; શોભે છે જ્યારે એની રજૂઆત કમ રહે..' તું સુજ્ઞ છે. હું શું કહેવા માગું છું એ સાનમાં સમજી જજે. ૧૦ મહારાજસાહેબ, પત્રના આપના લખાણે મને સ્તબ્ધ કરી દીધો છે. મારા ખુદના અનુભવો પર વિહંગાવલોકન કર્યું ત્યારે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે મેં બુદ્ધિના ઉપયોગ દ્વારા આ જ કર્યું છે. સામી વ્યક્તિના પ્રત્યેક શબ્દ-વર્તનનું પોસ્ટમૉર્ટમ અને પછી ફ્લેશ, નિંદા, કાવાદાવા અને દુર્ભાવ ! મમ્મી-પપ્પા પ્રત્યેના દુર્વ્યવહારમાંય આ જ બન્યું છે. નથી મેં એમની લાગણી સામે જોયું કે, નથી મેં એમની પરિસ્થિતિનો વિચાર કર્યો. નથી મેં એમના શબ્દો પાછળનો ભાવ જોયો કે, નથી મેં એમની વાતને એમના પક્ષે રહીને સમજવાનો પ્રયત્ન કર્યો. એક જ વાત મેં રાખી છે. મારી બુદ્ધિમાં જે ન બેસે એ બધું જ એમણે છોડી દેવું જોઈએ અને મારી બુદ્ધિમાં જે બેસે એ બધું જ એમણે કરવું જોઈએ. ૨૫ વર્ષનો યુવક ૫ વર્ષના બાળક પાસે પોતાની ચાલવાની ઝડપની અપેક્ષા રાખે એમાં એને જો નિષ્ફળતા જ મળે તો યુવાનીના તૉરમાં હું મારા વૃદ્ધ મમ્મી-પપ્પા પાસે યૌવનસહજ ફૂર્તિની અપેક્ષા રાખું તો એમાં મને સફળતા શું મળે ? વાત આપની સાવ સાચી છે. ઉપકારીઓ પ્રત્યે કૃતજ્ઞભાવ ટકાવી રાખવો હોય તો બુદ્ધિના આધિપત્યને તોડવું જ રહ્યું. છતાં એક વાત આપને પૂછવા માગું છું કે કેટલીક જગ્યાએ મમ્મી-પપ્પા સાથે અથવા તો કુટુંબમાં લાગણી કરતાં બુદ્ધિને પ્રાધાન્ય આપવું જ પડે તેમ હોય ત્યાં સાવધગીરી શી દાખવવી ? દર્શન, પ્રશ્ન તારો વાજબી છે, કારણ કે બની શકે એવું કે તારા ધંધાની બાબતમાં મમ્મી-પપ્પાને એવી કોઈ ઊંડી જાણકારી ન પણ હોય, કેટલીક વ્યક્તિઓના વિચિત્ર સ્વભાવની એમને બરાબર ખબર ન પણ હોય, સર્જાયેલી વિચિત્ર પરિસ્થિતિમાં મહારાજસાહેબ, આજે ખ્યાલ આવે છે કે અનેક બાબતમાં હું સાચો હોવા છતાં થાપ કેમ ખાતો રહ્યો છું. રજૂઆત સાચી પણ એમાં વિવેક નહીં. મારું દર્શન સાચું પણ એમાં સરળતા નહીં. મારા વિચારો સાચા પણ એમાં મીઠાશે નહીં. આ કોશ, આવેશ અને આવેગ, આ ત્રણની ખતરનાક ત્રિપુટીએ મને ક્યાંય જામવા જ ન દીધો. સંઘર્ષ કરીને સફળતા મેળવતો રહ્યો પણ એ સફળતા મારે માટે આનંદપ્રદ ન બની. દલીલબાજીમાં મમ્મીપપ્પા પર વિજય મેળવતો રહ્યો; પણ એ વિજયો મારે માટે ખરૂપ બન્યા રહ્યા. ખેર, હવે એ બાબતમાં લેશ થાપ નહીં ખાઉં. લાગણીના સંબંધોને છિન્નભિન્ન કરી નાખે એવી વિચારધારાનો શિકાર હવે હું ક્યારેય નહીં બનું. અસરકારક હોય પણ હિતકારક ન હોય એવા વલણને હું ક્યારેય વર્તનરૂપ બનવા નહીં દઉં. પ્રશ્ન તો એ થાય છે કે પરિણામ જોયા પછીય પ્રવૃત્તિમાં ફેરફાર કરવાનું મન ન થાય એની પાછળ કયું પરિબળ જવાબદાર હશે ? દર્શન, પગનો મજબૂત માણસ જેમ હાથમાં લાકડી લેવા તૈયાર થતો નથી,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47