Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 9
________________ આશ્ચર્ય શું છે?' દર્શન, આ દૃષ્ટાન્તના ઉપનયને સમજી શકે એવી સૂક્ષ્મ બુદ્ધિનો તું માલિક છે એ મારા ખ્યાલમાં છે. કલ્પના કરી જોજે, તારા જ તરફથી થઈ રહેલી મમ્મી-પપ્પાની અવગણના, ઉપેક્ષા કે અનાદર એમનાં દિલમાં વેદનાની કેવી અગનઝાળ પેદા કરતી હશે ? કદાચ એમની ઉંમર એમને આંખમાંથી આંસુ પાડતાં અટકાવતી હશે પણ એમનું અંતર વ્યથાથી કેવું વલોવાઈ જતું હશે ? એમની જીભ કદાચ પાકટ વયને કારણે દીનતાભર્યા શબ્દો નહીં બોલતી હોય પણ એમનું દિલ કેવી તીણી ચીસો પાડી રહ્યું હશે ? ગંભીરતાથી વિચારજે. તું ખળભળી ઊઠીશ. ખેર, આપે ખૂબ સમયસર મારી આંખ ખોલી નાખી છે. એ બદલ આપનો આભાર માનું એટલો ઓછો છે. ઇચ્છું છું કે મારા હૃદયની આ ભીનાશ બુદ્ધિની ગરમીના કારણે સુકાઈ ન જાય. મારા મનની સમ્યક સમજણનું પ્રતિકૂળ પરિસ્થિતિમાં બાષ્પીભવન ન થઈ જાય. મારા અંતરમાં પ્રગટેલો કૃતજ્ઞભાવનો દીપક મમ્મીપપ્પાના ગમે તેવા કઠોર કે કર્કશ વ્યવહાર વચ્ચેય પ્રજ્વલિત જ રહે. આપ એ અંગે શુભાશીર્વાદ પણ પાઠવશો અને મંગલ માર્ગદર્શન પણ આપજો. | દર્શન, બાહ્ય જગતમાં બપોરે બાર વાગ્યે ઊઠનારો કદાચ “મોડો’ ગણાય છે પણ આભ્યન્તર જગતમાં તો બાવન વર્ષે જાગનારોય વહેલો’ જ ગણાય છે એ ખ્યાલમાં રાખજે. તારા હૃદયમાં મમ્મી-પપ્પા પ્રત્યે આજ સુધી દાખવેલા ગલત વ્યવહાર બદલ પસ્તાવો પેદા થયો છે એ તો સારું જ છે. એ બદલ તને ધન્યવાદ પણ છે, તોય મનના કુટિલ સ્વભાવને ખ્યાલમાં રાખીને તને અત્યારે તો એટલું જ કહીશ કે આ પસ્તાવાને, પરિવર્તનને કે લાગણીશીલતાને સાચે જ તું દીર્ઘજીવી બનાવી રાખવા માગતો હોય તો હૃદયને નંબર એક પર રાખજે, બુદ્ધિને નંબર બે પર ! હૃ૧૩૪ મહારાજસાહેબ, ગઈ કાલના આપના પત્રે તો આખી રાત મારી અશ્રુમય બનાવી દીધી. ન મને રડતાં મારી પત્ની અટકાવી શકી કે ન મારાં મમ્મી-પપ્પા અટકાવી શક્યાં. મારા આવા અફાટ રુદનનું કારણ સહુએ મને પૂછ્યું. પણ હું બોલી શકવાની સ્થિતિમાં જ નહોતો. અત્યારે આપને આ પત્ર લખી રહ્યો છું ત્યારે મારું હૃદય વલોવાઈ રહ્યું છે, મારી આંખ ભારે છે, મારા હાથ કંપી રહ્યા છે, મારું મગજ ગુમસુમ થઈ ગયું છે. સાચે જ મને સમજાઈ ગયું છે કે મેં આવેશમાં કહો તો આવેશમાં, અજ્ઞાનમાં કહો તો અજ્ઞાનમાં અને યુવાનીના નશામાં કહો તો નશામાં મમ્મી-પપ્પાના દિલને ઠેસ લાગી જાય એવું વર્તન કર્યું છે. આવા કૃતદની દીકરાને જન્મ આપવાને બદલે હું વાંઝણી રહી હોત તો સારું હતું’ આવા વિચારોમાં મમ્મીને ચડી જવું પડે એવી કનિષ્ઠ પ્રવૃત્તિઓ મેં અનેક વાર કરી જ છે. | ‘આવા હલકટ દીકરાના બાપ તરીકે એની પાછળ મારું નામ લખાવવામાં મારુંય ગૌરવ હણાય છે.” આવા વિચારોમાં પપ્પાને ચડી જવું પડે એવો લગભગ નીચલા સ્તરનો કહી શકાય એવો વ્યવહાર અનેક વખત મેં એમની સાથે કર્યો જ છે. મારા સાવ જ ઉષ્માહીન વ્યવહારથી આપઘાત કરીને જિંદગી ટૂંકાવી દેવાના વિચારો પણ એમને અનેક વખત આવી જ ગયા છે. મહારાજસાહેબ, બુદ્ધિને નંબર બે પર રાખવાની આપની સલાહ જાણી પણ મૂંઝવણ એ છે કે વર્તમાન જગતમાં સર્વત્ર બોલબાલા બુદ્ધિની જ છે. જો લાગણીને પ્રાધાન્ય આપીને જીવનવ્યવહાર ચલાવવા જઈએ છીએ તો અનુભવો એવા છે કે લગભગ માર જ ખાવો પડે છે. લમણે નિષ્ફળતાઓ જ ઝીંકાય છે. પદાર્થક્ષેત્રે નુકસાન જ વેઠવાં પડે છે. જગતના લોકો વચ્ચે ‘મામા' જ પુરવાર થવું પડે છે. આ અપાયથી બચવાનો કોઈ ઉપાય ? દર્શન, કદાચ તારી વાત સાચી છે તોય મેં તને જે સલાહ આપી છે એ સલાહને હું વળગી જ રહું છું, કારણ કે હૃદયને નંબર એક પર રાખવાની મારી જે સલાહ છે. એ ઉપકારીઓ સાથેના વ્યવહાર અંગેની છે. મમ્મી-પપ્પા તારા ઉપકારી છે. એમની સાથેના વ્યવહારમાં બુદ્ધિ નંબર બે પર રહે અને હૃદય નંબર એક પર રહેબસ,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47