Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 6
________________ કરીને સ્વસ્થતા ટકાવી શકે છે અને પ્રસન્નતા અનુભવી શકે છે. માની લીધું કે તારો સ્વભાવ અત્યારે સારો છે પણ જભ્યો ત્યારથી તારો સ્વભાવ આવો સારો જ હતો એવું તો નથી ને ? સ્તનપાન કરાવતી મમ્મીને તેં ક્યારેક લાતો પણ મારી હશે ને ? બહાર રખડવા જવાની ના પાડનાર મમ્મીને ક્યારેક તેં બે-ચાર સંભળાવી પણ હશે ને ? મિત્રો લબાડ છે એવું જાણી ચૂકેલા પપ્પાએ એ મિત્રોથી તને દૂર રાખવાના પ્રયત્નો કર્યા હશે ત્યારે પપ્પા સાથે તેં તોછડો વ્યવહાર પણ કર્યો હશે ને? તારા જીવનવિકાસની તને નાપસંદ એવી સલાહ આપનાર પપ્પા સાથે તે અભદ્ર વ્યવહાર પણ કર્યો હશે ને ? ટૂંકમાં, ભૂતકાળમાં અનેક પ્રસંગોમાં મમ્મી-પપ્પા સાથે તેં તોછડો, અભદ્ર અને ગલત વ્યવહાર ખરાબ સ્વભાવને કારણે કર્યો જ હશે ને ? શું કર્યું એ વખતે મમ્મી-પપ્પાએ? તને ઘરની બહાર કાઢી મૂક્યો ? તને ખાવાનું આપવાનું બંધ કરી દીધું ? તારી સાથેનો સંબંધ કાપી નાખ્યો ? એમણેય તારી સાથે અભદ્ર વ્યવહાર આચર્યો ? ના, આમાંનું કાંઈ ન કરતાં એમણે તારા એ ગલત સ્વભાવજન્ય અભદ્ર વ્યવહારની મગજમાં નોંધ રાખ્યા વિના તને સતત પ્રેમ જ આપ્યો, લાગણી જ આપી, વાત્સલ્ય જ આપ્યું. જો વાસ્તવિકતાના આ બયાન પર તું સંમત છે તો હું તને પૂછું છું કે મમ્મી-પપ્પા સાથેય તારો આ જ અભિગમ કેમ નહીં ? સ્વભાવ એમનો બગડેલો હોય તોય એમના પ્રત્યેના સદ્દભાવને ટકાવી રાખવાની તારી તૈયારી કેમ નહીં? લાગણી, પ્રેમ અને સ્નેહ આપવા દ્વારા એમના દિલને ઠારવાની તારી તૈયારી કેમ નહીં ? કબૂલ, સુખ અનુભવવા આપણે સ્વભાવને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવા લાગીએ પણ એમાં ફાવટ ન જ આવે ત્યારે પરિસ્થિતિને અનુકૂળ સ્વભાવ બનાવીને સુખ અનુભવવાની કળા આપણે હસ્તગત શા માટે ન કરીએ ? બાકી દર્શન, સાચું કહું તને ? મમ્મી-પપ્પાના સ્વભાવથી તું અત્યારે અસ્વસ્થ નથી પણ, અપેક્ષાના તારા ચોકઠામાં મમ્મી-પપ્પાનો સ્વભાવ ગોઠવાયો નથી, ગોઠવાતો નથી માટે તું અત્યારે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે ! મહારાજસાહેબ, આપનો પત્ર વાંચ્યો. શાંતિથી એના પર વિચાર કરતાં આપની વાત મગજમાં બેસે છે પણ ખરી પણ, ખરી મુશ્કેલી એ છે કે કેટલીય બાબતો ઘરમાં એવી બનતી હોય છે કે જેમાં પિતા તરફથી મને અને મમ્મી તરફથી મારી પત્નીને સતત અન્યાય થતો જ રહે છે. માત્ર એક જ વાત જણાવું. બે વરસ પહેલાં પપ્પાએ અમને બે ભાઈને ઘરમાંથી અને ધંધામાંથી જુદા કરી દીધા. પપ્પાએ સમાન રીત વહેંચણી કરવાને બદલે ધરાર અન્યાય કરી મોટા ભાઈને રકમ પણ વધુ આપી અને ઉઘરાણી પણ એમને જ વધુ આપી. આ બાજુ મમ્મીએ પણ કોઈ પણ જાતના કારણે વિના ભાભીને ઘરેણાં વધુ આપ્યાં અને મારી પત્નીને ઓછાં આપ્યાં. દુશ્મન તરફથી કે પરાયા તરફથી થતા અન્યાયને તો જીરવી જવાય છે. પણ ઘરમાંથી જ અને ખુદ મમ્મી-પપ્પા તરફથી જ જયારે અન્યાય આચરવામાં આવે છે ત્યારે તો માથું ફરી જાય છે. કબૂલ, એક વાર મમ્મી-પપ્પાના વિચિત્ર સ્વભાવને નભાવી લઉં પણ આ અન્યાયનું શું? આ પક્ષપાતનું શું? દર્શન, ન્યાયની વાત અદાલતમાં કે બજારમાં બરાબર છે પણ ઘરમાં તો પ્રેમનું જ પ્રાધાન્ય હોય. એમાં જ ઘરનું ગૌરવ છે. જો તારા દિલમાં સાચે જ ભાઈ-ભાભી પ્રત્યે ભરપૂર પ્રેમ હોત તો પપ્પા-મમ્મી તરફથી એમને મળેલી વધારે રકમ કે ઘરેણાં અંગે તારા મનમાં લેશ માત્ર ઉચાટ તો ન હોત, બલ્ક, પારાવાર આનંદ હોત. ચાલો, આખરે તો ભાઈ-ભાભીને જ વધુ મળ્યું છે ને? એમનો એ અધિકાર પણ છે. ધંધામાં હું તો પછીથી દાખલ થયો છું. ધંધાની શરૂઆત તો ભાઈએ જ કરી છે. ધંધાને વિકસાવવામાં મારા કરતાં એમનો ફાળોય વધુ છે. અને ભોગ પણ વધુ છે. એટલે પપ્પાએ મારા કરતાં એમને વધુ આપીને યોગ્ય જ કર્યું છે. તો આ બાજુ મમ્મીએ ભાભીને વધુ ઘરેણાં આપીને પણ યોગ્ય જ કર્યું છે. કારણ કે આ ઘરમાં ભાભી પહેલાં આવ્યાં છે, મારી પત્ની પછી આવી છે. ભાભીએ કામકાજનો મમ્મીનો બોજો પહેલાં હળવો કર્યો છે મારી પત્નીએ તો પછી એમાં સાથ આપ્યો છે. આ બધી બાબતો ખ્યાલમાં રાખીને મમ્મીએ ભાભીને વધુ ઘરેણાં આપીને સાચે જ ભાભીની કદર કરી છે. મમ્મી-પપ્પાની આ સૂઝ બદલ મારે એને ધન્યવાદ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47