Book Title: Lakhi Rakho Aarasni Takhti Par Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 3
________________ ત્રીસ વરસ પહેલાં મેં તને જન્મ આપેલો ત્યારે મારી તો આખી રાત બગડેલી એ તને યાદ છે ખરું ?' આટલું કહી મમ્મીએ રડતાંરડતાં ફોન મૂકી દીધો. * દર્શન, વૃદ્ધાશ્રમની આ મમ્મીની જગ્યાએ તારી મમ્મીને મૂકી જો. તું ધ્રૂજી ઊઠ્યા વિના નહીં રહે. યાદ રાખજે, પ્રેમ ક્યારેય પોતે કરેલા ઉપકારોનો ચોપડો રાખવાનું સમજ્યો જ નથી અને તેથી જ પ્રેમપાત્ર વ્યક્તિ પોતાના પર કોનાકોના અને કેવાકેવા ઉપકારો થયા છે અથવા તો થઈ રહ્યા છે એ સમજી શકતી નથી. હું તને જ પૂછું છું – છે તારી પાસે મમ્મી-પપ્પાએ તારા પર કરેલા ઉપકારોની સમજ ? ના, તારી સામે તો છે મમ્મી-પપ્પાના બગડી ગયેલા સ્વભાવનું દર્શન અને એ જ કારણે તો તું એમનાથી અલગ થઈ જવાના અથવા તો એમને સ્વભાવ સુધારી લેવાની નોટિસ આપી દેવાના નિર્ણય પર આવી ગયો છે ! દર્શન, થોડોક શાંત થા. તારા જ પોતાના જન્મ પછીનાં વરસો પર સહેજ નજર નાખી જો. મમ્મી-પપ્પાએ તારી પાછળ એ વરસોમાં આપેલા ભોગને સહેજ આંખ સામે રાખતો જા. તારા નિર્ણયમાં ફેરફાર કર્યા વિના તું રહી નહીં શકે. હવે મૂળ વાત. મમ્મી તારે માટે જન્મદાત્રી તો બની જ; પણ જન્મ આપ્યા પછી જીવનદાત્રી પણ બની રહી. તારા જીવનમાં ખતરારૂપ બની શકે એવા તમામ પ્રકારના ખોરાકથી, વાતાવરણથી, વસ્તુઓથી અને વ્યક્તિઓથી એણે તને દૂર જ રાખ્યો. તારા પપ્પાએ પણ એમાં સારું એવું યોગદાન આપ્યું. તારા જીવનની અને સ્વાસ્થ્યની રક્ષા ખાતર એમણે સમયનો ભોગ આપ્યો, શક્તિનો ભોગ આપ્યો અને સંપત્તિનો પણ ભોગ આપ્યો. યાદ રાખજે, બીજ અંકુર બનીને બહાર આવે છે પછી માળીની માવજત વિના એનું વૃક્ષરૂપે બન્યા રહેવું જો મુશ્કેલ છે તો જન્મ થયા પછી મા-બાપની યોગ્ય માવજત વિના બાળકનું જીવન ટકવું પણ મુશ્કેલ છે. તું આજે ત્રીસ વરસની ઉંમર સુધી પહોંચી શક્યો છે, એમાં આ જીવનદાતા બની રહેલાં મમ્મી-પપ્પાનો બહુ મોટો ફાળો છે એ તારા ખ્યાલમાં તો છે ને ? ૫ બાલ્યવયમાં અજાણપણે ગૅસના ચૂલા તરફ જઈ રહેલા તને, સમયસર રોકી પાડવાની સજાગતા મમ્મીએ ન દાખવી હોત તો ? દાંત આવવાના સમયે તને થઈ ગયેલા ઝાડા વખતે પપ્પાએ સમયસર એની દવા ન કરી હોત તો ? પાંચમા માળની બાલ્કનીમાંથી ટેબલ પર ચડીને છેક નીચે જોવા તૈયાર થઈ ગયેલા તને મમ્મી-પપ્પા બન્નેએ સજાગતા દાખવીને ઊંચકી લીધો ન હોત તો ? મમ્મીની આંગળી પકડીને રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક સામેથી ધસમસતી આવતી ટ્રકને જોતાંવેંત તને ઝડપથી ઊંચકી લઈને મમ્મી એક બાજુ ન હટી ગઈ હોત તો ? કલ્પના કરી જોજે આ અને આના જેવા અન્ય પ્રસંગોની. તને પ્રતીતિ થઈ જશે કે ન દાખવી હોત જો મમ્મી-પપ્પાએ સતત સજાગતા અને સાવધતા એ તમામ પ્રસંગોમાં તો તારા જીવનનું આજે અસ્તિત્વ જ ન હોત. ટૂંકમાં, મમ્મી-પપ્પાએ લોહીના સંબંધમાં લાગણી ન ઊભી કરી હોત તો તું જન્મી ગયો હોવા છતાં જીવન ટકાવી શક્યો ન હોત એમાં કોઈ શંકા નથી. ૫ દર્શન તું એમ ન માની બેસતો કે જ્યાં લોહીના સંબંધ ઊભા થાય છે ત્યાં લાગણી હોય જ છે. ના, તેં એવી સાપણની વાતો સાંભળી જ હશે કે જે પોતાનાં બચ્ચાંને જન્મ આપીને તરત મારી નાખે છે. તે એવી કૂતરીની વાતો સાંભળી જ હશે કે જે પોતાનાં જ ગલૂડિયાંને જન્મ આપીને તરત ખતમ કરી નાખે છે. તે એવી ઘાતકી અને વિલાસિની માતાઓની વાત સાંભળી જ હશે કે જે પોતાના વિલાસને અને મોજશોખને સલામત રાખવા પોતાના પેટમાં રહેલાં બાળકોને ધરતી પર અવતરવા દેતાં પહેલાં જ પરલોકમાં રવાના કરી દે છે. તેં એવી ક્રૂર માતાઓની વાતો પણ સાંભળી જ હશે કે જે બાળકને જન્મ આપીને તરત જ ઉકરડા પાસે રહેલી કચરાપેટીમાં નાખીને રવાના થઈ જાય છે. ટૂંકમાં, આ બધા દૃષ્ટાન્તો એક જ વાત કરે છે કે જ્યાં લોહીના સંબંધો હોય છે ત્યાં લાગણી હોય જ છે એવું નથી. તું જન્મ પામ્યા પછી જીવન ટકાવી શક્યો છે એનો યશ જાય છે તારાં મમ્મી-પપ્પાની લાગણીને ફાળે, એ તારા પ્રત્યે લાગણીશીલ SPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 47