Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 2
________________ તોય છોડી દીધાં છે, તારું સ્વાશ્ય ન બગડે માટે ! એની ઝડપથી ચાલવાની ટેવ હતી છતાં એમાં એણે સુધારો કર્યો છે, તારા સ્વાથ્યને નુકસાન ન થાય માટે ! ફરવા જવાનો એને શોખ હતો છતાં એણે એમાં નિયંત્રણ મૂક્યું છે, તારી સુંદરસ્તીન બગડે માટે ! ચોવીસેય કલાક સતત નવ મહિના સુધી તારો ભાર પેટમાં રાખીને મમ્મી ફરી છે એટલું તું અત્યારે સ્મૃતિપથમાં લાવી દે. દર્શન, અત્યારે તને વધુ ન કહેતાં એટલું જ હું છું કે મમ્મીના તારી ગર્ભાવસ્થા દરમ્યાનના આ ભોગને સમ્યફ અંજલિ આપવાય પત્નીને કહી દે કે “મમ્મીને સ્વભાવ બદલવાનું કહેવા કરતાં મમ્મીના એ સ્વભાવને નિભાવી લેવાનું તને સૂચન કરવું મને વધારે યોગ્ય લાગે છે.' બળદગાડાના યુગમાં મમ્મી જન્મી હતી માટે જ તો એણે ગર્ભપાતનો નિકૃષ્ટતમ અપરાધ આચર્યો નથી અને એ હિસાબે જ તો તું આ ધરતી પરના સૂર્યપ્રકાશનું કિરણ સ્પર્શી શક્યો છે. બાકી કેયૂટર યુગની અત્યારની જે નવ કરોડ માતાઓ દર વરસે પોતાના બાળકને પેટમાંથી જ પરલોકમાં રવાના કરી રહી છે એ માતાઓમાં તારી માતાએ પણ નામ નોંધાવ્યું હોત તો ? મૂકી રહ્યો છું. તને ખાતરી તો થઈ ગઈ ને કે તારા વર્તમાનનાં તમામ સુખોનો કે સ્વસ્થતાનો, ખ્યાતિનો કે પ્રસિદ્ધિનો યશ કોઈ એક જ પરિબળને ફાળે જતો હોય તો એ પરિબળ છે ગર્ભપાતનો રસ્તો ન અપનાવવાનો તારી મમ્મીએ કરેલો નિર્ણય. એમાં એણે જરાક પણ બાંધછોડ કરી હોત તો તું આજે મારી સામે ‘મમ્મીનો સ્વભાવ પત્નીને જામતો નથી” ની ફરિયાદ કરવા ઉપસ્થિત ન થઈ શક્યો હોત. શું કહું તને? તારા જ જેવા એક યુવકે પત્નીની ચડામણીથી પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. ત્રણચાર મહિના પછીની એક રાતે અચાનક મમ્મીની આંખ ખૂલી ગઈ. પોતાના એકના એક દીકરાના સુખ માટે એણે જે કાંઈ વેઠયું હતું એ બધું એને યાદ આવી ગયું. એની આંખમાંથી આંસુઓ ચાલ્યા. હીબકે હીબકે એ રડવા લાગી. એને છાનું રાખનાર કોઈ હાજર હતું નહીં એટલે એ પોતાની મેળે જ અડધા કલાકમાં શાંત થઈ ગઈ. કમરામાં લાઇટ કરી, પોતાનું મોઢું ધોયું, પલંગ પર બેઠી અને અચાનક એની નજર સામેની ભીંત પર લટકી રહેલા કૅલેન્ડર પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. ઓહ ! આજથી બરાબર ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે અને રાત્રિના આ જ સમયે મેં મારા લાલને જનમ આપ્યો હતો. એ પોતાની લાગણીને રોકી ન શકી કારણ કે આખરે એ મા હતી, લાગણીનો મહાસાગર હતી. પલંગ પરથી ઊભી થઈને એ કમરામાં એક બાજુ ગોઠવાયેલા ટેલિફોન પાસે ગઈ. ડાયલ ઘુમાવ્યું. સામે છેડે દીકરો આવ્યો. કોણ ?” ‘બેટા ! હું તારી મમ્મી !' ‘પણ આટલી મોડી રાતે ફોન કરવાની તારે જરૂર શી હતી ?' ‘બેટા ! જરૂર તો કાંઈ નહોતી. પણ ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે આ જ સમયે તને મેં જન્મ આપ્યો હતો એ મને યાદ આવી ગયું એટલે શુભાશિષ પાઠવવા તને ફોન કર્યો.' ‘એ શુભાશિષ તો સવારનાય આપી શકાતી હતી. અત્યારે રાત્રે ત્રણ વાગ્યે આવું નાટક કરવાની તારે શી જરૂર હતી?” ‘બેટા ! માની લાગણીને નાટક કહેવાનું પાપ તું કરીશ નહીં. તારા પ્રત્યેના પ્રેમના હિસાબે જ મેં અત્યારે ફોન કર્યો છે.” “પણ તને ખબર છે ? અત્યારે ફોન કરીને તેં મારી ઊંઘ બગાડી નાખી છે !' ‘બેટા ! મારા અત્યારે ફોન કરવાથી સારી ઊંઘ બગડી છે એ વાત સાચી પણ હું ૩ ૪ દર્શન, ખૂબ ગંભીરતાથી વાંચ્યો હશે મારો પૂર્વપત્ર, સુખની કલ્પનામાં રાચવાનું માણસને ગમે છે પણ જેણે પોતાના પર સુખના ઉપકારો કર્યા છે એને સ્મૃતિપથમાં લાવવાની બાબતમાં માણસ બેદરકાર છે અને એનું જ આ પરિણામ આવ્યું છે કે એના જીવનમાં કૃતજ્ઞતાનું સ્થાન કૃતજ્ઞતાએ લઈ લીધું છે, લાગણીને એક બાજુ ધકેલીને બુદ્ધિએ પોતાનું સ્થાન મજબૂત બનાવી દીધું છે., સમર્પણની જગ્યાએ સ્વછંદતા ગોઠવાઈ ગઈ છે. સરળતાને એક બાજુ હડસેલી દઈને તર્ક પોતાનું એકાધિકાર સામ્રાજ્ય જમાવી દીધું છે. હું ઇચ્છું કે તું પોતે આ બધાં ખતરનાક પરિબળોમાંથી વહેલામાં વહેલી તકે તારી જાતને બહાર કાઢી લે. અને એ માટે જ તારી સમક્ષ એક વાર હું તારા ભૂતકાળને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 47