________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અર્કના તુલની પરે, વાયુ થકી ભમતા રહે તેવા વિચારો જે કરે છે, કાર્ય સિદ્ધિ ના કરે. નિશ્ચય કરી સંકલ્પને તું, આત્મ સાધન સાધજે; વિદને સહી કેટી ગમે તું, આત્મભાવે વાધજે. જે બીજથી વચ્ચે ઘણું તે, બીજ ફલ પ્રકટાવજે; છાયા અને તડકા સહી, પરમાત્મપદને ધ્યાવજે. જે મોહના સંકલ્પ તે, સંસાર માંહીં ફેરવે, ચકડોળ જેવી મનગતિ, તેને હવે તું વારજે. ઉપદેશના પરમાર્થને, ધારણ કરીને ચાલજે; બુધ્ધિ ” શ્રદ્ધા ભક્તિથી, આનન્દ રસને સ્વાદ જે. ૭
શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ વદિ ૮
કાવિઠા.
घालो अमारी साथमां.
હરિગીત, ઉચી અને નીચી ઘણ, પગ શેરીઓ ઉલ્લંઘીને; જાઉં અમારા સ્થાનમાં, પૂછયાથકી ઉત્તર દઉં. આ જીદગીને સાર જે, જા હવે તે એ કથું; પ્રેમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં. આનન્દ અપરંપાર છે જ્યાં, દુખ તે ના લેશ છે, એવા નિરજન દેશમાં, સન્ત ઘણાયે જાય છે. આગમ દિશિ દેખાડતું, જાવું અનુભવદષ્ટિથી; પ્રિમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં. મન વૃત્તિઓના ભેદની, સ્વચ્છદંતાને પરિહરી; નિજ રૂપમાં પરિણામ પામી, દષ્ટિમાં સામ્યજ ધરી. આવ્યા વિકલ્પ મોહના, ક્ષણ ક્ષણવિષે કરી પ્રેમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં.
૩
For Private And Personal Use Only