Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 159
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ ગનિષ્ઠ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત. શ્રીમદ્ બુહિસાગરજીએ રચેલો આ સાતમો ભાગ ઘણે સુદર, રસિક અને અધ્યાત્મ ભાવનાઓથી ભરપૂર છે. નૈતિક તેમજ વ્યવહારિક ઉચ્ચ ભાવનાઓ અતિ ફુટ રૂપે તેમાં પ્રકટ થયેલી છે અને પરમાર્થ, મનુષ્ય દેહનું સાફલ્મ, વગેરે ઉપર જે કાવ્યો રચેલાં છે, તે એકેકથી ચઢીઆતા હે મનને પ્રસન્ન કરે છે, અને અપૂર્વ ધ આપે છે. આ પુસ્તકની ઉત્તમતાના સંબંધમાં વિશેષ નહિ લખતાં ગુજરાતી પ્રાચીન અને અર્થગ અભ્યાસી પ્રસિદ્ધ શાક્ષરરત્ન શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવના અભિપ્રાય અત્રે ટાંકીએ છીએ; જે ઉપરથી વાચકને સહજ ખ્યાલ આવી શકશે, તેઓશ્રી લખે છે કે – ત્યાગી છતાં દેશ કાળનું સ્વરૂપ જે કેઈએ લક્ષમાં લીધું હોય, મૂત છતાં સંસારી જીવને શ્રેયની ચિંતા ધરાવી હોય, સ્વધર્મમાં આસક્ત છતાં પરધર્મ પ્રત્યે સમ્યગદષ્ટિ દર્શાવી હેય, અસંગ છતાં મૈત્રી ભાવનાને છાજતી વિશ્વકુટુંબબુદ્ધિ વિચારમાં અને વાણીમાં પ્રકાશી હેય, તે તે બુદ્ધિસાગરજી. છે. એમના કાવ્ય સંગ્રહ સાતમો ભાગ જે હાલ છપાય છે, તે પૂર્વે પ્ર. સિદ્ધ થયેલા છ ભાગ જેવો જ બોધદાયક છે. સરળ ભાષા, અકૃત્રિમ શૈલી અને ઉત્સાહપૂર્ણ વાણીની સાથે વિચારની સ્વતંત્રતા, આદર્શની શુદ્ધતા અને અંતરની એકરસતા એ આ સંગ્રહમાં પણ સહજ દષ્ટિપાત કરતાં પ્રતિત થાય છે. આ મહાત્માના કવનમાં આ જમાનાના નવા સાહિત્યની નવીનતા સ્મરે છે, અને તેમના નિર્મળ હૃદયમાં વર્તમાન કાળની મહેચ્છાઓ જાણે પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિની રૂ૫ રેષાને અવકાશ આપતી જણાય છે. આવા ઉદાર આશયના, વિશાળ દષ્ટિના, શુભાકાંક્ષી લેખકને હાથે સુંદર સળંગ સંદર્ભ બંધાય એ ઇચ્છાવા જોગ છે.” તા. ૧-૪-૧૩ | કેશવલાલ હર્ષદરાય વિ. અમદાવાદ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 157 158 159 160