________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૯
એ પ્રેમના વેધકરસે, સુવર્ણ થાયજ માનવી; એ પ્રેમની કિમ્મત નથી, એ પ્રેમ વેચાતા નથી. એ પ્રેમનાં ચટકાં નથી, એ પ્રેમનાં મઢકાં નથી; એ પ્રેમ પૈસામાં નથી; એ પ્રેમ સત્તામાં નથી. એ પ્રેમ સાટામાં નથી, એ પ્રેમ શૃંગારે નથી; એ પ્રેમમાં ચાળા નથી એ, પ્રેમમાં અન્તર્ નથી. એ પ્રેમ વેચાતા નથી, એ પ્રેમ આપ્યા ના જતા; એ પ્રેમમાં સાગન નથી, એ પ્રેમમાં સંશય નથી. એ પ્રેમમાં ભીતિ નથી, એ પ્રેમમાં વિત્તજ નથી; જે પારખે એ પ્રેમને, તે શુદ્ધ પ્રેમી થઇ રહે. વિશુદ્ધ ચેતન પ્રેમમાં, જડ દેહની કિસ્મત નથી; એ પ્રેમ રસના ભેગીઓના, ભાગ્યમાં આનન્દ છે. ઇચ્છા નથી વિષયેાતણી, જ્યાં રૂપના પ્રેમજ નથી; એ પ્રેમ વિષયાતીત છે, એ પ્રેમ ચૈતનપર ખરા, પુદ્ગલવિષે જ્યાં સ્વપ્નમાં, પ્રેમ જ નથી સુખ હેતુથી; એ પ્રેમની મસ્તીવિષે, વિશુદ્ધ ચેતન ધ્યેય છે. એ પ્રેમમાં દુનિયા સકલ, કુટુંબ જેવી ભાસતી; એ પ્રેમ રસના પાષથી, ભકિત મઝાની નીપજે, એ પ્રેમ ગગા સ્નાનથી, પાપા ટળે ઈશ્વર મળે; એ પ્રેમથી શુદ્ધિ થતાં, શ્રદ્ધા ખરી દિલમાં થતી. એ પ્રેમ સાથી થઈ રહે એ, પ્રેમથી આનન્દ છે: બુદ્ધગ્ધિ સાધુ પ્રેમથી, સ્વર્ગ સમી દુનિયા થતી.
ॐ शान्तिः ३
સા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ ૮ શનિવાર,
સંવત્ ૧૯૬૮
शाकामनो १
હરિગીતઃ— માલ્યા ઘા લ્યા ઘોા, લુએ ઘણી ખાજી અહા ! તું આમ્ર નામે શોભતા, ઢાકા નિહાળે રાજી થૈ,
For Private And Personal Use Only
3