________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
आंगणे आवनारा.
હરિગીત આવે અમારે આંગણે, કેઇ માલ લેવા હોંશથી; જોઈ તપાસી લે ઘણા, પાછા વળે કે જોઇને. આવે અમારે આંગણે કે, મિત્ર બનવા ભાવથી; સમજે નહીં શું મિત્ર છે, તેની અરે ! ફરજે કઇ ? આવે અમારે આંગણે, કે શિષ્ય બનવા કારણે પણ શિષ્ય ફરજો જાણતા નહિ, શિષ્ય એ શી વસ્તુ છે. એ શિષ્ય ગુરૂની ફર્જ જાણ્યા વણ, લહે દુખડા પછી, સંબંધ છૂટી થઈ થતા, એ શિષ્ય ગુરૂના નામના. આ અમારે આંગણે, સાચા ગુરૂ બનશે તમે આ અમારે આંગણે, સૈ ભેદ દૂર થઈ જશે. આ અમારે આંગણે, પ્રેમી થશે સાચા તમે; આનન્દમાં અદ્વૈત થઈને, દુઃખ સે ભૂલી જશે. આ અમારા આંગણે, નિજ રૂપને જોશે તમે નિજ આત્મમાં સહેજે રહ્યું, તે સુખના ભેગી થશે. આ અમારે આંગણે, મહેમાન ઘેરા થશે; હાના નહીં મહેટા નહીં, એ ભાવ દીલમાં આવશે. શુભ પ્રમ, શ્રદ્ધા, ભક્તિથી, આ પધારે આંગણે; મળવું હૃદયના ભાવથી, જ્યાં ભેદ ખેદજ નહિ કશું. આ હદયની યોગ્યતા, પૂરી કરીને પાત્ર , નિજ ગ્યતા વણ આંગણે, આવીજને પાછા ફરે, જ્યાં મેળ મળતું નહિ હદયને, આંગણું ત્યાં દૂર છે, ત્યાં મેળ મેળતે દીલને તે, આંગણાની પાસ છે. એ આંગણું છે સ્વર્ગથી મોંધું, અને મહાટુ ઘણું; એ આંગણામાં સદગુણને, છે ફુવારો મટકા. એ આંગણામાં પ્રેમ અમૃત, મેઘની વૃષ્ટિ થતી;
For Private And Personal Use Only