Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 4
________________ ૩ પ્રવેશ કરી, સર્વથા ત્યાગને આલબી, આત્મચિંતન, આત્મધ્યાન અને છેવટે મુક્તિસુખને વરવાની સીઢીનાં પગથીયાં ખીજા ખંડના પૃથક્ પૃથક્ પિર ચ્છેદમાં દર્શાવ્યાં છે. ગ્રંથમાં વાપરવામાં આવેલી પરિભાષા જૈન છે, છતાં જેવી રીતે એક જ ગિરિશિખરપર ચઢવાને જૂદા જૂદા માર્ગે હેાય છે, તેવી રીતે નિવૃત્તિની આધ્યાત્મિક સાધનાના પણ જૂદા જૂદા માર્ગો છે. આ માર્ગો ગ્રંથકારે જૈન પરિભાષામાં દર્શાવ્યા હોવા છતાં અન્ય ધર્મોના માર્ગોમાં અને આ ગ્રંથમાં દર્શાવવામાં આવેલા માર્ગોમાં કેટલું સામ્ય છે અને ગ્રંથમાં દર્શાવેલું તત્ત્વ કેટલા મેાટા પ્રમાણમાં જૈતાને તેમજ જૈનેતરોને સમાન્ય થાય તેવું છે તે દર્શાવવાના યત્ન મેં વિવેચનમાં કર્યાં છે. ગ્રંથકારે બહુધા સૂત્રરૂપે પેાતાનું વક્તવ્ય દર્શાવ્યા પછી તેને સરળ તથા જનતાને પચે તેવા સ્વરૂપમાં મૂકવાનું કાર્ય વિવેચનકારને શિરે રહે છે. એ કાય મેં જેવી રીતે પ્રથમ ગ્રંથમાં યથાશક્તિ ખજાવ્યું હતું તેવી જ રીતે આ ગ્રંથમાં યથાશક્તિ ખજાવ્યું છે, અને તેમ કરતાં જૂદા જૂદા ગ્રંથાનેા, જાદા જૂદા ધર્મના અભ્યાસના અને સાધુએ તથા પડિતાને આશ્રય લીધા છે. આથી વિવેચન સુગમ્ય થશે અને ગ્રંથનું વક્તવ્ય સાંપ્રદાયિક ન ખનતાં સ`માન્ય બનશે એવી મને આશા છે. બીજો ગ્રંથ પ્રસિદ્ધ થએલા જોવાની આશા રાખી રહેલા વાચકાને પહેલા ગ્રંથ પહેલી વાર બહાર પડયા પછી ઘણે લાંખે વખતે આ ગ્રંથ બહાર પડતા જોઇને આશ્ચય થશે. ૫. મુ. શ્રી રત્નચંદ્રજી “ અર્ધમાગધી કાશ ” ની રચનાના કાર્ય માં ગુંથાઇ રહેવાથી બીજો ગ્રંથ પ્રમાણમાં મેાડા લખાયા હતા ખરા, પરન્તુ એ ગ્રંથના મૂળ વિભાગ તૈયાર થયા પછી હું વર્ષ જેટલેા સમય વિવેચન તૈયાર કરવામાં વીતાવવા માટેની જવાબદારી વિવેચનકારની છે અને વ્યવસાયની તથા બીજી ઉપાધિઓને અગે તે કાય વહેલું નહિ કરી શકવા માટે તે વાચકેાની ક્ષમાનેા પ્રાથી છે. ચુનીલાલ વર્ધમાન શાહ, સારંગપુર, તળીયાની પાળ અમદાવાદઃ તા. ૧-૧-૩૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 514