Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના. [પ્રથમ આવૃત્તિ. ]. વિદ્વાનોએ મનુષ્યજીવનના ચાર વિભાગો કર્યા છેઃ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એ ચાર વિભાગો અથવા આશ્રમોમાંના પ્રથમ બે આશ્રમમાં આદરણીય કર્તવ્ય કર્મનો બોધ કર્તવ્ય-કૌમુદી ” ના પ્રથમ ગ્રંથમાં આવી ગયો છે, અને આ દ્વિતીય ગ્રંથમાં બાકીના બે આશ્રમોનાં કર્તવ્ય કર્મને બધ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. દ્વિતીય ગ્રંથના પુનઃ બે ખંડે, પાડવામાં આવ્યા છે અને તેમાં બેઉ આશ્રમનાં કર્તવ્ય કર્મ આવે છે. સંક્ષેપમાં કહીએ તો પ્રથમ ગ્રંથ જીવનના પ્રવૃત્તિ-વિભાગને વિશુદ્ધ કરવા માટે નિર્ણાયો હતો અને આ બીજે ગ્રંથ તેના નિવૃત્તિ વિભાગને વિશુદ્ધ કરવા માટે યોજાયે છે. • જીવન પોતે જ પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિને અંતે નિવૃત્તિ અનિવાર્ય છે. મનુષ્ય જે પ્રવૃત્તિને અંત સ્વયમેવ લાવીને નિવૃત્તિને સાધતો નથી, તો પ્રવૃત્તિ માટેની શક્તિને હાસ કુદરત પોતે જ નીપજાવે છે અને તેને નિવૃત્ત કરે છે. આ સ્થિતિમાં સુજ્ઞ મનુષ્ય પ્રાણુનું કર્તવ્ય છે કે પ્રવૃત્તિને એટલી વિશુદ્ધ તથા નિષ્પમ કરવી કે જેથી પરમ નિવૃત્તિના આધ્યાત્મિક લાભો આત્માને થાય. આ માટે જીવનની ત્રીજી અને ચોથી અવસ્થાવાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમનો સદુપયોગ કરવો આવશ્યક છે. વાસનાઓ છાંડીને વનમાં જઈ નિવાસ કરે અને આત્મચિંતન કરવું એ વાનપ્રસ્થાશ્રમ શબ્દપ્રયોગનું તાત્પર્ય છે, પરંતુ એ પ્રકારનું જીવન આજે બહુધા લુપ્ત થયું છે. કાળનો એ પ્રભાવ છે. એ પરિસ્થિતિમાં જનતાની વચ્ચે રહીને પણ વાનપ્રસ્થ જીવન કેવી રીતે જીવવું તેને બોધ આ ગ્રંથના પ્રથમ ખંડમાં ગ્રંથકારે આપ્યો છે. પ્રવૃત્તિને નિષ્કામ કરીને નિવૃત્તિની આધ્યા-: ત્મિક સાધનાના માર્ગો એ ખંડના પૃથક પૃથફ પરિચ્છેદમાં દર્શાવવામાં કે આવ્યા છે. તેવી જ રીતે પ્રવૃત્તિને શુદ્ધતર ફરતા જતાં ચતુર્ણ આશ્રમમાં

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 514