________________
કમ વિપાક વિવેચનસહિત
9
નથી, પર ંતુ વિચાર કરતાં તે માન્યતા ચેાગ્ય જણાતી નથી. તર્ક શાસ્ત્રના એક નિયમ એવો છે કે “ જે વસ્તુ નિહેતુક છે-જેનું કંઈપણ કારણ નથી તે વસ્તુની નિત્ય સત્તા કે તેને નિત્ય અભાવ હાવો જોઇએ.” જેમ કે આત્મા અને આકાશાદિ નિત્ય વસ્તુઓનું કોઇ કારણ નથી, તેથી તેમનુ· નિત્ય અસ્તિત્વ છે, તેમજ ખપુષ્પાદિ અસત્ પદાર્થીનુ કઈ કારણ નહિ હોવાથી તેમના નિત્ય અભાવ છે. આ વૈચિત્ર્યની નિત્ય સત્તા કે નિત્ય અભાવ નર્યો, માટે તની દૃષ્ટિથી તેનુ કાઇ પણ કારણ માનવું જોઈએ. તેનુ' જે કારણ છે તે પ્રાણીઓના પૂર્વ કુંત કર્મ છે.
અરૂપી આત્મા સાથે રૂપી કા સ’બધ કેમ થઈ શકે આ શંકાનું સમોધાનઃ- આત્મા અરૂપી છે, કર્મ પુદ્ગલપરમાણુરૂપ હોવાથી રૂપી છે; તે અરૂપી અને રૂપી વસ્તુઓના સંબંધ શી રીતે થઈ શકે? આ શંકા અયોગ્ય છે. કારણ કે સ્થૂલ શરીર અને આત્માના સંબંધ પ્રત્યક્ષથી જણાય છે; તેમ રૂપી ક અને સ્મરૂપી આત્માને સમ'ધ જાણવો.
રૂપી કમ અરૂપી આત્માના ગુણને કેમ આવરે આ શંકાનું સમાધાનઃ- રૂપી કમ અરૂપી આત્માના ગુણને કુમરાકી શકે ? આ શંકા પણ અયુક્ત છે. કેમકે કેવળ દ્રવ્ય કર્મ આત્માના ગુણને આવરી શકતું નથી. પણ જ્યારે તે ફળ આપવાને સન્મુખ થાય છે ત્યારે ભાવ ક ઉત્પન્ન થાય છે; અને તે ભાવ કમ આત્માના ગુણને ઢાંકે છે. દ્રવ્ય ક્રમ જ્યાં સુધી અનુદિત હાય કે ઉપશાંત હોય ત્યાં