________________
૩૦ કમવિપાક-વિવેચનસહિત - નેત્ર અને મનનુ અપ્રાપ્તકારિપણું-નેત્ર અને મન અપ્રાપ્ત-પિતાનાથી દૂર રહેલા વિષયને ગ્રહણ કરે છે; કેમકે તેમને વિષયકૃત અનુગ્રહ કે ઉપઘાત થતું નથી, એટલે ચંદનાદિ શીતળ પદાર્થ કે અગ્નિ વગેરે ઉષ્ણ પદાર્થને એવામાં અથવા તેના ચિંતનમાં શીતતા કે દાહને અનુભવ થતું નથી. નેત્રે જેવા માટે વિષયદેશ તરફ જતાં નથી, તેમ પ્રાપ્ત વિષયને ગ્રહણ કરતાં નથી, પરંતુ અપ્રાપ્ત–દૂર રહેલા યોગ્ય દેશસ્થ વિષયને પિતાની શક્તિથી જાણે છે. તેમ મન પણ શરીરમાં રહી બાહ્ય વિષને જાણે છે. શરીરને છેડી વિષય દેશ તરફ જતું નથી. તેથી તેઓ બંને અપ્રાપ્યાર્થગ્રાહી કહ્યાં છે. અહીં પૂર્વ પક્ષી શંકા કરે છે કે નેત્રનાં કિરણે બહાર નીકળી બાહ્ય વિષયને પ્રાપ્ત થઈને તેને જાણે છે, જે વસ્તુને પ્રાપ્ત થયા સિવાય જાણે તે અંતરે રહેલી વસ્તુઓને કેમ ન જાણે? સિદ્ધાંત પક્ષી તેને ઉત્તર આ પ્રમાણે આપે છે - જે નેત્રો વસ્તુને પ્રાપ્ત થઈને જાણે તો આંખમાં રહેલ અંજન વગેરેને કેમ ન જાણે? માટે ચક્ષુ પ્રાપ્ત વસ્તુને ગ્રહણ કરતાં નથી. આંતરે રહેલી તથા અત્યંત દૂર રહેલી વસ્તુઓને નહિ જાણવાનું કારણ ચક્ષમાં તેવા પ્રકારની શક્તિને અભાવ છે. જેમ લેહચુંબક ભિન દેશમાં રહેલા લેઢાને પોતાની શક્તિથી આકર્ષિત કરે છે, તેમ ચક્ષુ ભિન્ન દેશમાં રહેલા વિષયને પિતાની શક્તિથી જાણે છે. ન (અર્થાવગ્રહ-ઈહા અપાય–ધારણું; “અવિસ્મૃતિ, વાસના, અને સ્મૃતિ' એ ધારણાના ત્રણ પ્રકાર: બવાદિ અવગ્રહે, દ્રવ્યાદિ વિષય)