Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 446
________________ सत्तास्वामित्व. આવશ્યક અને ઉપયોગી હેવાથી ઉદયસ્વામિત્વની પેઠે ૬૨ ઉત્તર માર્ગણાસ્થાનકને વિષે ઉત્તર પ્રવૃતિઓની સત્તાનું કથન કરવું પ્રસ્તુત છે. અહીં સત્તાધિકારમાં ૧૪૮ પ્રકૃતિએ વિવક્ષિત છે. ૨-૨ રાત્તિ અને સેવાતિ. આ બન્ને માર્ગણાએ અનુક્રમે દેવાયુષ અને નરકાયુષ સિવાય ૧૪૭ પ્રકૃતિએની સત્તા હોય. કારણ કે નરકગતિમાં દેવાયુષની સત્તા ન હોય અને દેવગતિમાં નરકાયુષની સત્તા ન હોય. મિથ્યાત્વગુણસ્થાનકે દેવગતિમાં જિનનામની સત્તા ન હોય પણ નરકગતિમાં હેય માટે દેવગતિમાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૪૬ અને નરકગતિમાં ૧૪૭ પ્રકૃતિએની સત્તા હેય. બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મ સિવાય ૧૪૯ પ્રકૃતિઓની સત્તા હોય. અવિરતિગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને અનન્તાનુબધિચતુષ્ક, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મેહનીય અને બે આયુષ–એ. નવ પ્રકૃતિ વિના ૧૩૯ પ્રકૃતિઓની સત્તા હેય. ઔપશમિક અને ક્ષાપથમિક સમ્યગ્દષ્ટિને એક આયુષ સિવાય ૧૪૭ પ્રકૃતિએની સત્તા હોય છે. કારણ કે નારકને દેવાયુષ અને તેને નારકાયુષ સત્તામાં ન હોય ક્ષાયિક સમ્યગ્દષ્ટિને તિર્યંચાયુષ પણ સત્તામાં ન હોય. - રૂ. મનુષ્યજાતિ. અહીં આઘે અને મિથ્યાત્વે ૧૪૮ પ્રકૃતિઓની સત્તા હોય છે, બીજે અને ત્રીજે ગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય છે.

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454