Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 445
________________ उदीरणास्वामित्व. ઉદયસમયથી આરંભી એક આવલિકા સુધીના કાળને ઉદયાવલિકા કહે છે. ઉદયાવલિકા પ્રવિષ્ટ કમ પુદગલને કઈ પણ કરણ લાગુ પડતું નથી ઉદયાવલિકાની બહાર રહેલા કર્મપુદ્ગલેને ઉદયાવલિકાગત કર્મ પુદ્ગલ સાથે મેળવી ભોગવવાં તેને ઉદીરણું કહે છે. જે જાતના કર્મને ઉદય હેય તે જાતના કર્મની જ ઉદીરણ થાય છે, એટલે સામાન્ય રીતે જે માર્ગણામાં જે ગુણસ્થાનકે જેટલી કર્મપ્રકૃતિએને ઉદય હેય છે, તે માર્ગણામાં તે ગુણસ્થાનકે તેટલી પ્રકૃતિએની ઉદીરણા પણ હોય છે. જ્યાં સુધી તેને ઉદય ચાલુ રહે છે ત્યાં સુધી તેની ઉદીરણા પણ હોય છે, પણ તેમાં એટલે વિશેષ છે કે જે કર્મપ્રકૃતિને જોગવતાં તેના સત્તામાં માત્ર એક આવલિકા કાળમાં ભેગવવા ગ્ય કર્મ પગલે બાકી રહે ત્યારે તેની ઉદીરણે થતી નથી. અર્થાત ઉદયાવલિકા પ્રવિષ્ટ કર્મ ઉદીરણા ગ્ય રહેતું નથી. તથા શરીરપયાપ્તિ પૂર્ણ થયા પછી જ્યાં સુધી ઇંદ્રિય પર્યાપ્ત પૂરી ન થાય ત્યાં સુધી પાંચ નિદ્રાની ઉદીરણા થતી નથી, તેને કેવળ ઉદય જ પ્રવર્તે છે. છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ મનુષ્પાયુષ, સાતા અને અસાતા વેદનીય કર્મની તવાગ્ય અધ્યવસાયના અભાવે ઉદીરણા થતી નથી, કેવળ ઉદય જ હોય છે. તથા ચૌદમાં ગુણસ્થાનક યુગના અભાવે કે પણ પ્રકૃતિની ઉદીરણું હેતી નથી, કેવળ ઉદય જ પ્રવર્તે છે. उदीरणास्वामित्व समाप्त.

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454