________________
૧૫૮
કર્મપ્રકૃતિ ભાગ – ૩
બંધ યથાક્રમે અપ્રમત્ત (મિશ્રવિના),સુધી અનિવૃત્તિબાદ૨ સુધી, સૂક્ષ્મસંપ૨ાય અને ઉપશાંતમોહ આદિ ગુણસ્થાનકે હોય છે. તે પ્રમાણે સત્તાના બંધ સાથે ભાંગા કહ્યાં હવે બંધના સત્તા વડે સંવેધ કહે છે.
૮-૭-૬ કર્મના બધમાં અવશ્ય ૮ની સત્તા હોય છે. અને ૧ના બંધમાં ૮-૭ અને ૪ની સત્તા અનુક્રમે ઉપશાંતમોહ સુધીના ક્ષીણમોહ અને સયોગી કેવલીને હોય છે. તે પ્રમાણે બંધનો સત્તા સાથે સંવેધ કહ્યો. હવે બંધનો ઉદય સાથે સંવેધ૧૦૦ કહે છે.
૭-૮ કે ૬ના બંધમાં અવશ્ય ૮ પ્રકૃતિઓનો ઉદય હોય છે. સાતાવેદનીય એકના જ બંધમાં ૭ કે ૪નો ઉદય હોય છે. ત્યાં ૭નો ઉદય ઉપશાંતમોહ કે ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. ૪નો ઉદય સયોગી કેવલીને હોય છે. એ પ્રમાણે મૂલપ્રકૃતિને આશ્રયીને બંધ - ઉદય અને સત્તાના સંવેધ કહ્યાં. હવે એ કર્મોના સ્થાનનો વિચાર કરે છે. (યંત્ર નં. - ૨૫ જુઓ)
ઇતિ મૂલપ્રકૃતિને વિષે બંધાદિનો સંવેધ સમાપ્ત
૧૦૩,
બે ત્રણ પ્રકૃતિનો સમુદાય તે સ્થાન કહેવાય છે. ત્યાં વેદનીય - આયુષ્ય - ગોત્રકર્મના દરેકના બે-બે સત્તાસ્થાન છે. ૧૦૧ બે અને એક પ્રકૃતિરૂપ સત્તાસ્થાન છે. ત્યાં “વેદનીયકર્મ અયોગી કેવલીના દ્વિચરમ સમય સુધી બે પ્રકૃતિ સત્તામાં હોય છે, કોઇપણ એકનો વિચ્છેદ થાય ત્યારે અન્ય સમયે એક પ્રકૃતિ સત્તામાં હોય છે. 1ૐઆયુષ્યકર્મ પણ જ્યાં સુધી હજી પરભવ આયુષ્ય બાંધ્યુ નથી ત્યાં સુધી એક પ્રકૃતિ સત્તામાં હોય છે, અને પરભવ આયુષ્ય બાંધે ત્યારે ૨ પ્રકૃતિ સત્તામાં ત્યાં સુધી હોય કે જ્યાં સુધી પરભવ આયુષ્ય ઉદય ન થાય. ગોત્રકર્મમાં (તેઉ-વાઉમાં) ઉચ્ચગોત્રને ઉવેલે ત્યારે અથવા અયોગી કેવલીના દ્વિચરમ સમયે નીચગોત્રનો ક્ષય થાય ત્યારે એક ગોત્રની સત્તા હોય છે. બાકીના કાલે હંમેશા બે ગોત્રની સત્તા હોય છે. વેદનીય - આયુ-ગોત્રકર્મના બંધમાં અને ઉદયમાં તો તેઓની એક એક પ્રકૃતિરૂપ સ્થાન છે. કારણ કે તે કર્મોની એક સાથે બે - ત્રણ આદિ પ્રકૃતિઓ એકી સાથે બંધમાં કે ઉદયમાં આવતી નથી. તથા જ્ઞાનાવરણ - અંતરાય એ પ્રત્યેકનું બંધ - ઉદય - સત્તામાં પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ સ્થાન હોય છે. હવે આયુષ્યને વિષે ગુણસ્થાનકને આશ્રયીને બંધ ઉદય - સત્તાનો વિચાર કરતાં કહે છે.... ૧૦૪બંધ :- પ્રથમ ગુણસ્થાનક સુધી નરકાયુનો બંધ, બીજા ગુણસ્થાનક સુધી તિર્યંચાયુનો બંધ, ૩જા સિવાય ચોથા ગુણસ્થાનક સુધી મનુષ્યાયુનો બંધ અને ૩જા સિવાય સાતમા ગુણસ્થાનક સુધી દેવાયુનો બંધ હોય છે. ૧૦×ઉદય :- તથા ૪થા ગુણસ્થાનક સુધી નરકાયુ અને દેવાયુનો ઉદય હોય છે. પમા ગુણસ્થાનક સુધી તિર્યંચાયુનો ઉદય અને ૧૪મા ગુણસ્થાનક સુધી મનુષ્યાયુનો ઉદય હોય છે. ૧૦‘સત્તા :- તથા ૭મા ગુણસ્થાનક સુધી નરકાયુની સત્તા, ૭મા ૧૦ગુણસ્થાનક સુધી તિર્યંચાયુની સત્તા, અયોગી કેવલી (૧૪મા) ગુણસ્થાનક સુધી મનુષ્યાયુની સત્તા, અને ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી દેવાયુની સત્તા હોય છે. કારણ કે દેવાયુનો બંધ કર્યા પછી પણ ઉપશમશ્રેણિ શરૂ કરે છે. અને ઉપશમશ્રેણિ ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. (અનુસંધાણ- પેઈઝનંબર-૧૬૧)
૧૦૫.
૧૦૭
१०१ दो संतट्टाणाइं बंधे उदए य ठाणयं एक्कं वेयणिया उयगोए
*
૧૦૨ અહીં ટીકામાં આ પંક્તી નથી પણ તે જરૂરી છે. ‘‘ આયુષો વાવવદ્યાપિ પરમવાયુર્ન વધ્યુતે તાવયેા પ્રકૃતિઃ સતી, પરખવાર્તન્યે ચઢે, તે પતાવવું યાવતું પરમવાયુષ કતયો न भवति ।
૧૦૩ ‘‘સેમાં નાળતરાણ્યુ’’ || ૬ ||
૧૦૪
૧૦૫ અહીં મનુષ્ય અને દેવાયુષ્યનો બંધ અનુક્રમે ૪થા અને ૭મા ગુણસ્થાનક સુધી કહ્યો છે,પરંતુ ત્રીજા ગુણસ્થાનકે તથાસ્વભાવે આયુષ્ય બંધ ન હોવાથી અહીં તેમજ આગળ પણ ત્રીજા ગુણસ્થાનકનું વર્જન સમજવું.
१०६ नारयसुराउ उदओ चउ पंचम तिरि मणुस्स चोद्दसमं । आसम्मदेसजोगी उवसंता संतयाऊणं ।। ८ ।।
૧૦૭ અહીં મતાન્તરે ૪થા ગુશસ્થાનક સુધી નરકાયુની સત્તા અને પમા ગુષ્ણસ્થાનક સુધી તિર્યંચાયુની સત્તા હોય છે.
‘‘ગામડુનાવઙસત્તમ નારયતિરિમનુનુરાગં'' ।। ૭ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org