________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૫૩
-: અથ નામકર્મના બંધસ્થાનાદિ અને તેનો સંવેધ :-)
બંધસ્થાનો :- ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ અને ૧ પ્રકૃતિરૂપ એમ કુલ આઠ બંધસ્થાનો છે. આ દરેક બંધસ્થાનો તથા તેના ભાગાઓ સમજવામાં સુગમ પડે તે માટે પહેલાં કઈ કઈ પ્રવૃતિઓ ક્યા ક્યા ગુણસ્થાનક સુધી બંધાય છે તેમજ કઈ પ્રકૃતિ સાથે કઇ પ્રકૃતિઓ બંધાય અને કઈ ન બંધાય તે યાદ રાખવાની ખાસ જરૂર હોવાથી અભ્યાસકે બરાબર તૈયાર કરવું.
નરકદ્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, આતપ, હંડક સંસ્થાન અને છેવટ્ટે સંઘયણ આ તેર પ્રવૃતિઓ પહેલા ગુણસ્થાનક સુધી બંધાય પછી બંધાતી નથી, એમ જે જે પ્રકૃતિઓનો જે જે ગુણસ્થાનક સુધી બંધ બતાવવામાં આવે, ત્યાં સુધી તે તે પ્રકૃતિઓ બંધાય છે અને તેની ઉપરના ગુણસ્થાનકોમાં બંધાતી નથી. એમ સમજવું.
તિર્યંચદ્રિક, દર્ભાગ્યત્રિક પહેલા અને છેલ્લા વિના માધ્યમના ચાર સંઘયણ અને ચાર સંસ્થાન, ઉદ્યોત, અશુભ વિહાયોગતિ આ પંદર પ્રવૃતિઓ બીજા સુધી. મનુષ્યદ્ધિક, દારિકદ્ધિક અને વજઋષભનારા સંઘયણ એ પાંચ ચોથા સુધી. અસ્થિરદ્ધિક અને અયશ છઠ્ઠા સુધી, દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, દારિક વિના ચાર શરીર અને બે અંગોપાંગ, પ્રથમ સંસ્થાન, વચતુષ્ક, શુભવિહાયોગતિ આ પંદર અને ઉદ્યોતદ્ધિક વિના છ પ્રત્યેક પ્રકૃતિ અને ત્રસ નવક એમ ત્રીશ પ્રકૃતિઓ આઠમાના છઠ્ઠા ભાગ સુધી અને યશ:કીર્તિ દશમાં ગુણસ્થાનક સુધી બંધાય છે.
આ જ ગ્રંથના પ્રથમ ભાગના બંધનકરણમાં સામાન્યથી બંધ આશ્રયી પરાવર્તમાન પ્રવૃતિઓ ૭૦ બતાવવામાં આવેલ છે. પરંતુ ગમે તે પ્રકૃતિ બંધાય ત્યારે તે બધી પ્રવૃતિઓ પરાવર્તમાન હોય છે એમ ન સમજવું, એટલું જ નહીં પણ અમુક પ્રકૃતિ બંધાય ત્યારે તેની સાથે સામાન્યથી જે પ્રકૃતિઓ પરાવર્તમાન છે તેમાંની પણ અમુક પ્રકૃતિ અપરાવર્તમાન ગણાય છે. એટલે કે અવશ્ય બંધાય છે. દૃષ્ટાંત તરીકે સ્થાવર અને ત્રસ સામાન્યથી પરાવર્તમાન હોવા છતાં એકેન્દ્રિય જાતિ સાથે સ્થાવર અવશ્ય બંધાય પણ ત્રસ ન બંધાય, એજ પ્રમાણે બેઇન્દ્રિયાદિક જાતિ બંધાય ત્યારે તેની સાથે ત્રસનામકર્મ અવશ્ય બંધાય પણ સ્થાવર ન જ બંધાય. માટે કઈ પ્રકૃતિના બંધ સાથે કઈ પ્રકૃતિઓનો બંધ અવશ્ય હોય છે ? અને કઈ પ્રકૃતિનો વિકલ્પ એટલે કે વારાફરતી હોય ? તે બતાવાય છે.
(૧) અપર્યાપ્ત નામકર્મ સાથે બાદર અને પ્રત્યેક સિવાય, એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયજાતિ સાથે સ્થિર, શુભ અને યશ સિવાય કોઇ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ બંધાતી નથી. (૨) સૂક્ષ્મ અને સાધારણ નામકર્મ સાથે સ્થિર અને શુભ સિવાય પરાવર્તમાન શુભ પ્રવૃતિઓ બંધાતી નથી. (૩) આતપ નામકર્મ જો બંધાય તો એકેન્દ્રિય જાતિ સાથે જ અને ઉદ ત નામકર્મ જો બંધાય તો તિર્યંચગતિ સાથે જ બંધાય, પરંતુ બંધાય જ એમ નથી. તેમજ બંને સાથે પણ ન બંધાય, પરંતુ બંધાય તો બેમાંથી ગમે તે એક જ બંધાય. (૪) પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ પર્યાપ્ત નામકર્મ સાથે જ બંધાય અને નરકગતિ સાથે પરાવર્તમાન કોઇપણ શુભ પ્રકૃતિ ન બંધાય. (૫) દેવગતિ સાથે અસ્થિર અશુભ અને અયશ વિના બધી પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ જ બંધાય (૬) છ એ સંઘયણ અને મધ્યમના ચાર સંસ્થાનો તિર્યંચ અને મનુષ્યગતિ સાથે જ બંધાય. (૭) જો જિનનામકર્મ બંધાય તો સમ્યગ્દષ્ટિને દેવ અને મનુષ્યગતિ સાથે જ અને આહારકદ્ધિક જો બંધાય તો અપ્રમત્તયતિને દેવગતિ સાથે જ બંધાય.
ઉપરના નિયમોમાં જે પ્રકૃતિઓ સાથે જ પરાવર્તમાન પ્રકૃતિઓ બંધાય અથવા ન બંધાય એમ જણાવેલ ન હોય તે પ્રકૃતિ સાથે તે પરાવર્તમાન દરેક પ્રવૃતિઓ વારાફરતી બંધાય છે. એ હકીકત ધ્યાનમાં રાખવાથી બંધભાંગા સહેલાઇથી સમજી શકાશે.
સામાન્યથી એકેન્દ્રિય વગેરે અથવા તિર્યંચગતિ વગેરેને બંધ યોગ્ય કુલ પ્રકૃતિઓ :- નામકર્મની ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ, ઔદારિક શરીર, હુંડક સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, બાદ૨, અપર્યાપ્ત, પર્યાપ્ત, સાધારણ, પ્રત્યેક, અસ્થિર, સ્થિર, અશુભ, શુભ, દુર્ભગ, અનાદેય, અયશ અને યશ આ ૩૩ પ્રકૃતિઓ એકેન્દ્રિયને બંધ યોગ્ય છે.
ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક, બેઇન્દ્રિયાદિક ત્રણમાંથી કોઇપણ એક જાતિ, ઔદારિકદ્રિક, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગત્રિક, યશ અને અપયશ આ ૩૪ પ્રકૃતિઓ બેઇન્દ્રિય વગેરે ત્રણે જાતિ સાથે બંધાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org