________________
૨૦૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩
હોય છે. (જો કે અપર્યાપ્ત અવસ્થામાં નવું કોઇ સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ પૂર્વજન્મનું લાવેલું હોઇ શકે છે.) અહીં ૨૪નું ઉદયસ્થાન સંભવે નહીં, કારણ કે તે ૨૪નું ઉદયસ્થાન એકેન્દ્રિયને વિષે હોય છે.
૧૩મા ગુણસ્થાનકે ૮ ઉદયસ્થાનકો - તે જ ૮ ઉદયસ્થાનમાંથી ૨૫ સિવાયનું “ અને ૨૦ના ઉદય સહિત સયોગી કેવલી ગુણસ્થાનકે ૮ ઉદયસ્થાનક હોય છે. ત્યાં ૨૦-૨૧-૨૬-૨૭ એ ૪ ઉદયો સમુધાત અવસ્થામાં, ૨૮-૨૯ યોગનિરોધ અવસ્થામાં, ૩૦નો ઉદય સ્વભાવસ્થ સામાન્ય કેવલી મહારાજને અથવા વચનયોગનો વિરોધ કર્યા બાદ તીર્થકર ભગવાનને હોય છે. અને ૩૧નો ઉદય સ્વભાવસ્થ તીર્થંકર પરમાત્માને હોય છે.
૫માં ગુણસ્થાનકે ૬ ઉદયસ્થાનકો :- તથા દેશવિરતિ ગુણસ્થાનકે ૨૫ આદિથી ૭ ઉદયસ્થાનમાંથી ૨૬ સિવાયના ૬ ઉદયસ્થાનકો હોય છે. ત્યાં ૨૫-૨૭-૨૮ અને ૨૯ એ ૪ ઉદયસ્થાનકો ઉત્તરવૈક્રિય શરીર કરતા (મનુષ્ય - તિર્યંચને) જાણવાં. ૩૦નો ઉદય સ્વભાવસ્થ પર્યાપ્ત તિર્યંચ - મનુષ્યને (અને ઉદ્યોતના વેદક ઉત્તર વૈક્રિયશરીરી તિર્યંચને) હોય છે. ૩૧નો ઉદય ઉદ્યોતના વેદક સ્વભાવસ્થ તિર્યંચને હોય છે. (દશવિરતિ ગુણસ્થાનક સંખ્યાત વર્ષના આયુવાળા ગર્ભજ પર્યાપ્ત તિર્યંચ તથા મનુષ્યોને હોય છે, એટલે પર્યાપ્તાવસ્થામાં હોઇ શકે તે તથા વૈક્રિયશરીર કરતાં જે ઉદયસ્થાનકો હોઇ શકે તે અહીં હોય છે.)
ઠા ગુણસ્થાનકે ૫ ઉદયસ્થાનકો - તથા પ્રમત્તસંયતને ૨૬ સિવાયના ૨૫ આદિથી ૩૦ સુધીના ૫ ઉદયસ્થાનકો હોય છે. ત્યાં ર૫-૨૭-૨૮-૨૯ના ઉદયસ્થાનકો ઉત્તર ક્રિયશરીર અથવા આહારક શરીર કરતાં સંયતને જાણાવાં, અને ૩૦નો ઉદય સ્વભાવસ્થ સંયતને તથા ઉદ્યોતના ઉદયવાળા ઉત્તરવૈક્રિય અને આહારક શરીરીને હોય છે. જે ૩૧નું ઉદયસ્થાન છે તે ઉદ્યોતના ઉદયવાળા તિર્યંચોને જ હોય છે, માટે તે સંયતને સંભવે નહીં.
૩જા ગુણસ્થાનકે ૩ ઉદયસ્થાનકો :- તથા ૨૯ આદિ ૩ ઉદયસ્થાનકો મિશ્ર ગુણસ્થાનકે હોય છે. ત્યાં દેવનારકીઓને ૫૧૨૯નો ઉદય, ૩૦નો ઉદય મનુષ્ય અને તિર્યંચોને, અને ૩૧નો ઉદય તિર્યંચોને હોય છે.
૭મા ગુણસ્થાનકે ૨ ઉદયસ્થાનકો :- તથા અપ્રમત્તે ૨૯ અને ૩૦ એ બે ઉદયસ્થાનકો હોય છે. ત્યાં ૨૯નો ઉદય ૨૫૨વૈક્રિય અને આહારકશરીરીને હોય છે. ૩૦નો ઉદય સ્વભાવસ્થ સંયતને અને ઉદ્યોતના ઉદયવાળા વૈક્રિય તથા આહારક શરીરીને હોય છે.
૮થી ૧૨ ગુણસ્થાનકે એક ઉદયસ્થાનક - અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સૂક્ષ્મસં૫રાય અને ઉપશાંતમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનકે ૩૦નું જ ઉદયસ્થાનક હોય છે.
૧૪મા ગુણસ્થાનકે બે ઉદયસ્થાનક :- તથા અયોગી કેવલીને ૮ અથવા ૯નો ઉદય હોય છે, ૨૫ ત્યાં ૮નો ઉદય સામાન્ય કેવલીને અને ૯નો ઉદય તીર્થકર ભગવંતને હોય છે (યંત્ર નંબર ૪૩ જુઓ).
ઇતિ ગતિ-ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદયસ્થાનક સમાપ્ત
૨૪૯ ગાથા - ૭૬ - “વીસા સે ઇવીસૂT પત્તિ પુના પંવ'' | ૨૫૦ “જુગતીસારું મીસે તસિગુલીસા અપમ' | ૭૬ || ૨૫૧ ૨૯નો ઉદય નારકીઓને હોય છે, એમ કહી અન્ય સ્થળ હોઇ શકતો હોય તો તેનો નિષેધ કર્યો નથી. જેમ કે દેવમાં પણ ૨૯નો ઉદય હોય છે. તેમ
૩૦નો ઉદય ઉદ્યોતના વેદક દેવને તેમજ સ્વભાવસ્થ મનુષ્ય - તિર્યંચને હોય છે. એમ અન્યત્ર પણ યથાસંભવ સમજી લેવું. ૨૫૨ વૈક્રિય અને આહારકશરીર કરવાની શરૂઆત છઠ્ઠા ગુણસ્થાનકે કરે છે. પરંતુ તે બંને શરીરને યોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ થયા બાદ અપ્રમત્તે જઈ શકે
છે. વૈક્રિય કે આહારકશરીરની અપર્યાપ્તાવસ્થામાં કોઇ જીવ અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. વૈક્રિય કે આહારકશરીરીને અપ્રમત્તે ઉદ્યોતના
ઉદય વિનાનું ૨૯નું અને ઉદ્યોતના ઉદયવાળું ૩૦નું એમ બંને ઉદયસ્થાનક હોય છે. ૨૫૩ ગાથા - ૭૭ - ““મો નો મનોટિસ''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org