________________
૩૪૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩ ર૬ની સત્તાનો કાળ અનાદિ - અનંત આદિ ત્રણ પ્રકારે છે અને તેમાં સાદિ-સાન્ત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત છે, તે સુપ્રતીત જ છે.
૨૪ની સત્તાવાળો થઇ અંતર્મુહૂર્તમાં જ મિથ્યાત્વનો ક્ષય કરી શકે છે માટે ૨૪ની સત્તાનો કાળ જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પહેલે ગુણસ્થાનકે ગયા વિના મિશ્ર સહિત સમ્યકત્વનો કાળ સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ હોવાથી અહીં પણ એટલો જ કાળ ઘટે છે.
૨૩ અને ૨૨ આ બે સત્તાસ્થાનોનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારે અંતર્મુહૂર્ત પ્રમાણ છે. '
તેમજ ૨૧ની સત્તાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. કારણ કે ક્ષાયિક સમ્યકત્વ પામી તરત જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનારને અંતર્મુહૂર્તમાં જ અન્ય સત્તાસ્થાનોનો સંભવ છે અને ૨૧ની સત્તાવાળો તેત્રીશ સાગરોપમ અનુત્તર વિમાનમાં રહી મનુષ્યભવમાં આવી અવશ્ય મોક્ષે જાય છે. માટે સાધિક તેત્રીશ સાગરોપમથી વધારે કાળ ઘટતો નથી.
શેષ આઠ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં હોવાથી તે દરેકનો કાળ જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે.
ઉપશમશ્રેણિમાં આઠમાથી અગ્યારમા ગુણસ્થાનક સુધી ક્ષાયિક સમ્યકત્વને ૨૧, અનંતાનુબંધીના વિસંયોજક ઓપશમિક સમ્યકત્વીને ૨૪, અને મતાંતરે અવિસંયોજકને ૨૮ એમ ત્રણ સત્તાસ્થાનો હોય છે.
ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે મધ્યમ આઠ કષાયનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૧નું સત્તાસ્થાન હોય છે, ત્યારબાદ પુરુષવેદે શ્રેણિ ઉપર આરૂઢ થનારને આઠ કષાયનો ક્ષય કરે ત્યારે તેર, નપુંસકવેદનો ક્ષય કરે ત્યારે બાર, સ્ત્રીવેદનો ક્ષય કરે ત્યારે ૧૧, અને આને પુરુષવેદનો બંધ ચાલુ હોવાથી હાસ્યષકનો ક્ષય કરે ત્યારે સમયોન બે આવલિકા જેટલા છેલ્લા કાળમાં બંધાયેલ પુરુષવેદના દલિકની સત્તા હોવાથી પાંચનું, અને પછી ચારનું સત્તાસ્થાન હોય છે.
સ્ત્રી વેદોદયે શ્રેણિ ઉપર આરૂઢ થનાર ને આઠ કષાયનો ક્ષય થાય ત્યારે તેર, નપુંસક વેદનો ક્ષય કરે ત્યારે ૧૨, અને સ્ત્રીવેદનો ક્ષય કરે ત્યારે ૧૧, અને તે જ વખતે પુરુષવેદનો બંધવિચ્છેદ થવાથી હાસ્યષક અને પુરુષવેદ એ સાતેનો સાથે ક્ષય થવાથી પાંચનું સત્તાસ્થાને આવતું નથી માટે ચારનું, એમ કુલ પાંચ,
નપુંસકવેદે શ્રેણિ ઉપર આરૂઢ થનારને આઠ કષાયનો ક્ષય થાય ત્યારે તેર, અને ત્યાર પછી નપુંસકવેદ તથા સ્ત્રીવેદનો સાથે ક્ષય થવાથી ૧૧, અને તે જ વખતે પુરુષવેદનો બંધવિચ્છેદ થવાથી સાતનો ક્ષય સાથે થાય ત્યારે ચારનું, માટે નપુંસક વેદે શ્રેણિ માંડનારને બાર અને પાંચ એ બે સત્તાસ્થાન આવતાં નથી. તેથી ૨૧,૧૩,૧૧,૪ એમ ચાર જ સત્તાસ્થાન છે.
તેમાં પણ પુરુષવેદે શ્રેણિ માંડનારને પાંચના બંધે ૨૧૧૩-૧૨-૧૧ એમ ચાર, અને ચારના બંધે ૫-૪ એમ બે સત્તાસ્થાન આવે છે. પરંતુ સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને પાંચના બંધે ૨૧-૧૩-૧૨ એમ ત્રણ અને ચારના બંધે ૧૧-૪ એમ બે, તેમજ નપુંસકવેદે શ્રેણિ માંડનારને પાંચના બંધે ૨૧-૧૩ એમ બે, અને ચારના બંધે ૧૧-૪ એમ બે સત્તાસ્થાન હોય છે. અર્થાત્ પુરુષવેદે શ્રેણિ માંડનારને ૨૧થી ૪ સુધીના દરેક સત્તાસ્થાનો હોય. પણ પાંચનું અને ચારનું સત્તાસ્થાન ચારના બંધ હોય અને સ્ત્રીવેદે તથા નપુંસકવેદે શ્રેણિ માંડનારને ૫ નું, તેમજ નપુંસકવેદે શ્રેણિ માંડનારને બારનું સત્તાસ્થાન ઘટતું જ નથી. તેમાં પણ આ બન્ને વેદે શ્રેણિ માંડનારને ૧૧-૪નું સત્તાસ્થાન ચારના બંધે જ હોય.
સંવેધ - પહેલા ગુણસ્થાનકે ૨૨ ના બંધે ૭-૮-૯-૧૦ એમ ચાર ઉદયસ્થાનો છે. અને સામાન્યથી ૨૮-૦૭-૨૬ આ ત્રણ સત્તાસ્થાનો હોય છે. પરંતુ સાતનો ઉદય ૨૪ની સત્તાવાળો ક્ષાયોપથમિક સમ્યકત્વી પડીને આવે ત્યારે તેને એક બંધાવલિકા સુધી જ હોય છે માટે તે વખતે નિયમ ૨૮નું એક જ, તેમજ આઠ-નવના ઉદયમાં અનંતાનુબંધિ વિનાના વિકલ્પોમાં ઉપર પ્રમાણે ૨૮નું એક, અને અનંતાનુબંધિવાળા વિકલ્પોમાં તેમજ દેશના ઉદયે ૨૮,૨૭,૨૬ એમ ત્રણ સત્તાસ્થાનો હોય છે. માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૦ હોય છે.
તેમજ ઉદયભંગવાર વિચારીએ તો સાતના ઉદયના ૨૪, અને અનંતાનુબંધિ વિનાના આઠના ઉદયના ૪૮, તેમજ નવના ઉદયના ૨૪, એમ કુલ ૯૬ ભાંગામાં ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે માટે ૯૬, અને અનંતાનુબંધિવાળા આઠના ઉદયના ૨૪, નવના ઉદયના ૪૮, અને ૧૦ના ઉદયના ૨૪, આ ૯૬ ભાંગા માં ૨૮ આદિ ત્રણ સત્તાસ્થાન હોવાથી ૯૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org