________________
૩૨૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ગુણિતકર્માશ લપક જે સમયે સ્ત્રીવેદને સર્વસંક્રમ વડે પુરુષવેદમાં સંક્રમાવે તે સમયે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
જે સમયે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા પુરુષવેદને સર્વસંક્રમ વડે સંજ્વલન ક્રોધમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન ક્રોધની, સંજવલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંવલન ક્રોધને સર્વસંક્રમદ્વારા સંચાલન માનમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન માનની, સંજ્વલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજ્વલન માનને સર્વસંક્રમ વડે સંજ્વલન માયામાં સંક્રમાવે તે સમયે સંજ્વલન માયાની અને સંજ્વલન માયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજ્વલન માયાને સર્વસંક્રમ વડે સંજ્વલન લોભમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
જે ગુણિતકશ આત્મા ચાર વાર મોહનીયનો ઉપશમ કરી શીધ્ર ક્ષપકશ્રેણિનો આરંભ કરે છે. તે આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે સાતવેદનીય, યશકીર્તિ અને ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. કારણ કે આવા આત્માને ગુણસંક્રમ દ્વારા અશુભ પ્રકૃતિઓના ઘણાં દલિકો પ્રાપ્ત થાય છે. - વધારેમાં વધારે જેટલા ઉત્કૃષ્ટ યોગ વડે અને વધારેમાં વધારે જેટલાં મોટા અંતર્મુહૂર્ત સુધી આયુષ્ય બાંધી શકાય તેટલાં ઉત્કૃષ્ટ બંધકાળ વડે ૩૩ સાગરોપમ પ્રમાણ દેવ અને નરકાયુષ્યનો જે આત્મા બંધ કરે તે આત્મા બંધના અન્તિમ સમયથી આરંભી દેવ અને નરક ભવમાં ઉત્પત્તિના પ્રથમ સમય સુધી અનુક્રમે દેવ અને નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પછી-પછીના સમયે ઉદય દ્વારા સત્તામાંથી દલિકો ઓછાં થતાં હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવી શકતી નથી.
ઉત્કૃષ્ટ યોગ વડે અને ઉત્કૃષ્ટ બંધકાળ વડે પૂર્વક્રોડવર્ષ પ્રમાણ તિર્યંચાયુનો બંધ કરી આયુ પૂર્ણ થયે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થઇ અતિ સુખપૂર્વક અંતર્મુહૂર્ત પ્રમાણ તિર્યંચાયુ ભોગવી મરણ સન્મુખ થયેલ છતાં હજા જેણે અપવર્તન કરી નથી એવો જીવ ઉત્કૃયોગ અને ઉત્કૃષ્ટ બંધકાળથી આગામી ભવનું તિર્યંચા, બાંધે ત્યારે બંધના અન્તસમયે તે જીવ તિર્યંચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. કારણ કે તે જીવને તે સમયે જ અંતર્મુહૂર્ત ન્યૂન સંપૂર્ણ બે આયુષ્યના પ્રદેશો સત્તામાં હોય છે. ત્યારબાદ તરત જ અપવર્તના દ્વારા અનુભૂયમાન આયુષ્યના ઘણાં દલિકો દૂર થાય છે. માટે પછી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ઘટી શકતી નથી.
ઉપરોક્ત વિશેષતાવાળો મનુષ્ય મનુષ્યાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પરંતુ ઉપર જ્યાં જ્યાં તિર્યંચા, કહેલ છે. તેના સ્થાને અહીં મનુષ્યા, સમજવું.
પૂર્વદોડવર્ષના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચના નિરંતર સાત ભવમાં અતિ સંક્લિષ્ટ અધ્યવસાયોથી વારંવાર નરકટ્રિકનો બંધ કરી નરકાભિમુખ થયેલો જીવ મરણના અન્ય સમયે નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
જે જીવ પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા કે મનુષ્ય - તિર્યંચના નિરંતર સાત ભવમાં દેવદ્રિક તથા વૈક્રિયદ્વિકનો વારંવાર બંધ કરી આઠમા ભવે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં દેવપ્રાયોગ્ય જ બંધ હોવાથી નિરંતર આ ચારે પ્રકૃતિઓનો બંધ કરનાર તે જીવ યુગલિકભવના અન્ય સમયે આ ચારે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
સાતમી નરકમાં ઉત્પન્ન થઇ અત્યંત શીધ્ર પર્યાપ્ત થઇ તરત જ ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી મનુષ્યદ્ધિક તથા વજ8ષભનારાચ સંઘયણ આ ત્રણનો અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યાં સુધી એટલેકે “બે અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ પર્યન્ત' નિરંતર બંધ કરી મિથ્યાત્વાભિમુખ થયેલ જીવ સમ્યકત્વના અન્ય સમયે મનુષ્યદ્ધિક તથા વજઋષભનારાચની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
જે જીવ સાધિક ૧૩૨ સાગરોપમ પર્યન્ત નિરંતર બંધ તથા અન્ય પ્રવૃતિઓના સંક્રમથી અત્યંત ઘણાં દલિકો સત્તામાં એકઠા કરે અને તે કાળની અંદર જ ચાર વાર મોહનીયનો ઉપશમ કરી અન્ને ક્ષપકશ્રેણિનો આરંભ કરે તે જીવ સ્વ-સ્વ બંધના અન્ય સમયે પંચેન્દ્રિય જાતિ, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ, ત્રણચતુષ્ક, સુસ્વર, સૌભાગ્ય અને આદેય આ બાર પ્રકૃતિઓની, વળી એવો જ પરંતુ ચાર વાર મોહનીયનો ઉપશમ કર્યા પછી અતિશીધ્ર ક્ષપકશ્રેણિનો આરંભ કરનાર મનુષ્ય સ્વ-સ્વ બંધના અન્ય સમયે તેજસ-કાશ્મણ સપ્તક, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ તથા શુભવર્ણએકાદશ- આ બાવીશ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org