________________
સત્તાપ્રકરણ
૩૨૩
પ્રમાણ દશ-દશ સ્થાનો નિરંતર અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ નેવું-નેવું સ્થાનોના અંતરપૂર્વક સ્થિતિસ્થાનો પ્રાપ્ત થાય છે અને પાંચ સમય પ્રમાણ છેલ્લી ઉદયાવલિકામાં ઉદયવતી પ્રવૃતિઓમાં પાંચ અને અનુદયવતી પ્રવૃતિઓમાં ચરમસમય વિનાના ચાર સત્તાસ્થાનો નિરંતર પ્રાપ્ત થાય છે.
ઇતિ બીજું સ્થિતિસત્તા સમાપ્ત
- : અથ ત્રીજી અનુભાગ સત્તા :-)
સંક્રમણકરણમાં– એક સ્થાનક આદિ સ્થાન આશ્રયી, ઘાતિપણાને આશ્રયી, સાદ્યાદિ અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી જે પ્રમાણે કહેલ છે. તે જ પ્રમાણે અહીં અનુભાગસત્તાના વિષયમાં પણ સમજવું. માત્ર ૧૯ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગસત્તાના વિષયમાં આ વિશેષતા છે.
મતિ- શ્રત- અવધિજ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનાવરણ, પાંચ અંતરાય, ચાર સંજ્વલન, અને ત્રણ વેદ - એમ ૧૮-પ્રકૃતિઓની સ્થાન આશ્રયી એક સ્થાનક અને ઘાતિપણાને આશ્રયી દેશઘાતી રસની જઘન્ય અનુભાગ સત્તા હોય છે. જ્યારે સંક્રમકરણમાં જઘન્ય અનુભાગ સંક્રમમાં આ ૧૮માંથી પુરુષવેદ અને ચાર સંજ્વલન સિવાય ૧૩ પ્રકૃતિનો અનુભાગ સંક્રમ દ્રિસ્થાનક અને સર્વઘાતી કહેલ છે.
મન:પર્યવજ્ઞાનાવરણની સ્થાન આશ્રયી દ્વિસ્થાનક અને ઘાતિપણાને આશ્રયી દેશઘાતી રસની જઘન્ય અનુભાગાસત્તા હોય છે. જ્યારે જઘન્ય અનુભાગ સંક્રમમાં દ્વિસ્થાનક અને સર્વઘાતી રસનો સંક્રમ કહેલ છે.
વળી ૨૧ પ્રકૃતિઓમાં જઘન્ય અનુભાગ સત્તાના સ્વામિપણામાં આ વિશેષતા છે.
ક્ષીણમોહ ગુણસ્થાનકના ચરમ-સમયવર્તી જીવો કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ અને પાંચ અંતરાયની, ઉત્કૃષ્ટ શ્રુતલબ્ધિસંપન્ન ચૌદ પૂર્વધર મહર્ષિઓ મતિ-શ્રુત-જ્ઞાનાવરણ તથા ચક્ષુ-અચક્ષુદર્શનાવરણ એ ચારની, પરમાવધિવત અવધિઢિકાવરણની અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગસત્તાના સ્વામી છે.
ક્ષીણમોહના દ્વિચરમસમયવર્તી નિદ્રાદ્ધિકની અને પોતપોતાના ક્ષયના ચરમસમયવર્તી જીવો ત્રણવેદ, સમ્યકત્વમોહનીય તથા સંજવલન લોભની જઘન્ય અનુભાગાસત્તાના સ્વામી છે.
સત્તાગત સ્થિતિના ભેદોની જેમ સત્તાગત રસના પણ અનેક ભેદો છે. તે ભેદોને સત્તાગત અનુભગ સ્થાનો કહેવાય છે. તે ત્રણ પ્રકારે છે....
અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનોથી બંધસમયે બંધ દ્વારા કર્મમાં જે રસ ઉત્પન્ન થાય છે તે બંધાત્મત્તિક અનુભાગ સ્થાનો કહેવાય છે. તેના કારણભૂત અધ્યવસાયસ્થાનો ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોવાથી બંધાત્મત્તિક અનુભાગ સ્થાનો પણ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે.
બંધાયેલ કર્મની બંધાવલિકા વીત્યા પછી ઉકલના તથા અપવર્તના રૂપ બે કરણોથી બંધાયેલ સત્તાગત રસને હણી એટલે કે તેમાં વૃદ્ધિ હાંની કરી બંધ કરતાં નવીન પ્રકારના જે સત્તાગત અનુભાગ0ાનો ઉત્પન્ન કરાય છે તે હતોત્પત્તિક સત્તાગત અનુભાગથાનો કહેવાય છે.
બંધાયેલ સત્તાગત એક -એક અનુભાગ સ્થાનમાં પણ ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ઉદ્વર્તના અપવર્તના દ્વારા અસંખ્ય પ્રકારના ફેરફારો થતાં હોવાથી બંધોત્પત્તિની અપેક્ષાએ હતોત્પત્તિક સત્તાગત અનુભાગસ્થાનો અસંખ્ય ગુણ છે.
ઉદ્વર્તના - અપવર્તનારૂપ બે કરણ વિશેષથી ઉત્પન્ન થયેલ સત્તાગત એક એક અનુભાગસ્થાનોને રસઘાત વડે હણવાથી જે નવીન સત્તાગત અનુભાગસ્થાનો ઉત્પન્ન થાય છે. તે હતeતોત્પત્તિક સત્તાગત અનુભાગ0ાનો કહેવાય છે.
ઉદ્વર્તના - અપવર્તનારૂપ કરણ દ્વારા ઉત્પન્ન થયેલ એક - એક સત્તાગત અનુભાગ સ્થાનમાં રસઘાતથી ભિન્ન-ભિ.. જીવો આશ્રયી અસંખ્ય પ્રકારો થાય છે. તેથી હતોત્પત્તિક અનુભાગસ્થાનો કરતાં હતeતોત્પત્તિક સત્તાગત અનુભાગસ્થાનો અસંખ્ય ગુણ છે.
ઇતિ ત્રીજી અનુભાગસરા સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org