________________
સત્તાપ્રકરણ
૨૮૩
ઉદ્યોત સહિત થાય છે, તેથી અહીં ૧૬ ભાંગા થાય છે. મનુષ્યગતિ અને તિર્યંચગતિ પ્રાયોગ્ય બાંધતા ૨૯નો બંધ સમભેદ પૂર્વની જેમ જાણવો. ઉદ્યોત સહિત તિર્યંચગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં ૪૬૦૮ ભાંગા પૂર્વની જેમ કહેવા. જે તીર્થંકરનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધે છે, તેના સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અને યશકીર્તિ - અયશ કીર્તિ પરાવર્તન વડે ૮ ભાંગા થાય છે.
દેવગતિના ૬ ઉદયસ્થાનકો :- ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ આ ઉદયસ્થાનકો વિસ્તારપૂર્વક પૂર્વે કહ્યાં છે, માટે અહીં ફરી કહેતાં નથી.
દેવગતિના ૪ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯ અને ૮૮, બાકીના તો કેટલાંક એકેન્દ્રિય સંબંધી કેટલાંક ક્ષપક સંબંધી હોય છે તેથી દેવોને સંભવે નહીં.
હવે સંવેધ કહે છે... (એકેન્દ્રિય પ્રાયોગ્ય) ૨૫નો બંધ કરતાં દેવોને ૬એ પણ ઉદયસ્થાનકોને વિષે દરેકને બે સત્તાસ્થાનક.. ૯૨ અને ૮૮ છે. એ પ્રમાણે ૨૬ અને ૨૯ના બંધકોને પણ જાણવું. ઉદ્યોત સહિત તિર્યંચગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં પણ તે જ ઉદયસ્થાનકો અને સત્તાસ્થાનક હોય છે. વળી તીર્થંકરનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં ૬ એ પણ ઉદયસ્થાનકોને વિષે દરેકને બે સત્તાસ્થાનક છે... ૯૩ અને ૮૯ છે. સર્વ સંખ્યા ૬૦ સત્તાસ્થાનકો થાય છે. (યંત્ર નંબર - ૧૭ જુઓ)
ઇતિ દેવગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
ઇતિ ગતિને વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
( -: અથ ઇન્દ્રિયો વિષે બંધાદિ સ્થાનકોનું સ્વરૂપ :- )
હવે ઇન્દ્રિયોને વિષે વિચારે છે.... એકેન્દ્રિય વિક્લેન્દ્રિયને વિષે દરેકને ૨૩ આદિથી ૨૮ સિવાયના ૫-૫ બંધસ્થાનકો હોય છે.૩૯૪ ૨૩-૨૫-૨૬-૨૯-૩૦. તેમાં દેવગતિ પ્રાયોગ્ય ર૯ અને ૩૦ સિવાયના બાકીના સર્વ પણ સર્વગતિ પ્રાયોગ્ય સમભેદો કહેવાં.
પંચેજિયને વિષે ૨૩ આદિ આઠે બંધસ્થાનક હોય છે... ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧.૬° આ સર્વ પણ સર્વ ગતિ પ્રાયોગ્ય સપ્રભેદો કહેવાં.
એકેન્દ્રિયોના ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭ એ ૫ ઉદયસ્થાનકે હોય છે. અને તે સપ્રભેદો પૂર્વની જેમ કહેવાં. વિક્લેન્દ્રિયોના ૬ ઉદયસ્થાનકો... તે આ પ્રમાણે ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. આ ઉદયસ્થાનકો પણ જે પ્રમાણે પહેલાં કહી ગયા તે પ્રમાણે કહેવાં. પંચેન્દ્રિયોના ૧૧ ઉદયસ્થાનકો છે... . તે આ પ્રમાણે ૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦૩૧-૮ અને ૯ એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય સંબંધી ઉદયસ્થાનકો છોડીને બાકીના સર્વ ઉદયસ્થાનકો પંચેન્દ્રિયોના સપ્રભેદો કહેવાં. .
સત્તાસ્થાનકો એકેન્દ્રિય - વિક્લેન્દ્રિયોના ૫ છે... તે આ પ્રમાણે ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. અને પંચેન્દ્રિયોના ૧૨ સત્તાસ્થાનકો છે. (યંત્ર નંબર ૫૮ જુઓ)
ઇતિ ઇન્દ્રિયો વિષે બંધાદિ સ્થાનકોનું સ્વરૂપ સમાપ્તા
૩૯૩ ગાથા ૧૩૦ “ા વિકારે પણ વંઘા ઝડપીસT૩ મા પણ ''
અહીંટીકામાં ૮ ઉદયસ્થાન છે. ત્યાં ૮ બંધ સ્થાનક આવે. ૩૯૪ “વ છ વઢિયા પણ ૫ વારસ૩ સંતાન II ૩૧ ૩ IT''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org