________________
સત્તાપ્રકરણ
૧૮૫
તથા જે કોઇ નપુંસકવેદ ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરે, તે સ્ત્રીવેદ - નપુંસકવેદ બન્ને એકી સાથે ખપાવે છે, તે બેનો જે સમયે ક્ષય થાય તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે, ત્યારબાદ પુરુષવેદ - હાસ્યાદિ-૬નો એકી સાથે ક્ષય થાય
છે. ૧૭૧"
જ્યારે સ્ત્રીવેદ ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરે ત્યારે પ્રથમ નપુંસકવેદનો ક્ષય કરે છે, ત્યારબાદ અંતર્મુહૂર્તે સ્ત્રીવેદનો ક્ષય કરે છે, અને સ્ત્રીવેદના ક્ષયના સમયે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે, અને ત્યારબાદ પુરુષવેદ-હાસ્યાદિ-૬ને એકીસાથે
ખપાવે છે. ૧૭૨
આ પ્રમાણે જ્યાં સુધી નપુંસકવેદે કે સ્ત્રીવેદે શ્રેણિ આરંભનાર હાસ્યાદિ-૬ અને પુરુષવેદને ન ખપાવે ત્યાં સુધી વેદોદય રહિત કોઇપણ એક કષાયના ઉદયે વર્તમાન ૪ના બંધકને ૧૧નું સત્તાસ્થાન હોય છે. તે પુરુષવેદ - હાસ્યાદિ-૬નો એકી સાથે ક્ષય થાય ત્યારે ૪ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે, અને આ રીતે સ્ત્રીવેદે અથવા નપુંસકવેદે ક્ષપકશ્રેણિ સ્વીકારનારને ૫ પ્રકૃતિનું સત્તાસ્થાન પ્રાપ્ત થતું નથી.
જેઓ પુરુષવેદે ક્ષપકશ્રેણિ સ્વીકારે તેઓને જે સમયે નોકષાય-૬નો ક્ષય થાય તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. માટે તેને ૪ના બંધકાલે ૧૧ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન હોતું નથી, પરંતુ ૫ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન હોય છે. અને બે પર્વ કહ્યાં, અને ઉપશમશ્રેણિને આશ્રયીને ૩ સત્તાસ્થાન એમ સર્વમલીને ૪ના બંધકને(૧ના ઉદયે) ૬ સત્તાસ્થાનકો
હોય છે.૧૭૩
તથા સંજ્વલન ક્રોધની પ્રથમસ્થિતિમાં આવલિકા બાકી રહે ત્યારે તેના બંધ - ઉદય અને ઉદીરણા એકી સાથે વિરચ્છેદ થાય છે. અને તે ક્રોધના બંધાદિ વિચ્છેદ થયા બાદ (સંજ્વ૦ - માન-માયા - લોભ) ૩નો બંધ થાય છે. અને ત્યારે અર્થાત્ બંધવિચ્છેદના પ્રથમ સમયે સંજ્વલન ક્રોધનું પ્રથમ સ્થિતિ સંબંધી આવલિકા માત્ર અને બે સમય ન્યૂન બે આવલિકા કાલમાં બંધાયેલું દલિક મૂકીને બીજાં સર્વ ક્ષય કરેલ છે. અને તે સત્તાગત દળ પણ બે સમય ન્યૂન બે આવલિકા કાળે ક્ષય થાય છે.
જ્યાં સુધી તેનો ક્ષય ન થાય ત્યાં સુધી ૩ના બંધે (૧ના ઉદયે) ૪ની સત્તા હોય છે. અને ક્ષય થયા પછી ૩ની સત્તા હોય છે. આ રીતે ૩ના બંધકને તે બે સત્તાસ્થાન અને ઉપશમશ્રેણિ આશ્રયી ૩ સત્તાસ્થાન સર્વમલીને પ સત્તાસ્થાન છે.
તથા સંજ્વલન માનની પ્રથમસ્થિતિમાં આવલિકા માત્ર બાકી રહે ત્યારે બંધ - ઉદય અને ઉદીરણાનો એકી સાથે બંધવિચ્છેદ થાય ત્યારે (સંજ્વલન માયા - લોભ) બેનો બંધ થાય છે. બંધવિચ્છેદને પ્રથમ સમયે સંજ્વલન માનનું પ્રથમ સ્થિતિ સંબંધી એક (ઉદય) આવલિકા માત્ર (કાળમાં ભોગવવા યોગ્ય દલિક) અને બે સમય ન્યૂન બે આવલિકા જેટલા કાળમાં બંધાયેલું દલિક મૂકીને સર્વ ક્ષય થયેલ છે, તે સત્તાગત દલિક પણ બે સમય ન્યૂન બે આવલિકા કાળે ક્ષય થશે. અને જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી ૩ની સત્તા, અને તે ક્ષય થાય ત્યારે ૨ની સત્તા, તે પ્રમાણે ૨ના બંધકને (૧ના ઉદયે) ૨ સત્તાસ્થાન અને ઉપશમશ્રેણિ આશ્રયીને ૩ સત્તાસ્થાન સર્વમલીને પ સત્તાસ્થાનકો હોય છે.
તથા સંજ્વલન માયાની પ્રથમસ્થિતિમાં આવલિકા માત્ર બાકી રહે ત્યારે તેનો બંધ - ઉદય ઉદીરણાનો એકી સાથે નાશ થાય છે, ત્યારે (સંજવલન લોભ) ૧નો જ બંધ થાય છે. અને ત્યારે (સંજવલન લોભના બંધના પ્રથમ સમયે) સંજવલન માયાનું પ્રથમ સ્થિતિનું આવલિકા માત્ર દલિક અને બે સમય ન્યૂન બે આવલિકા જેટલાં કાળમાં બંધાયેલું દલિક જ સત્તામાં બાકી રહે છે, તે સિવાયનું અન્ય સર્વ ક્ષય થયું છે. અને તે (બાકી રહેલ દલિક) પણ એ સમય ન્યૂન બે આવલિકા કાળે ક્ષય થશે. અને
૧૭૧
એટલે તેને પના બંધ ૨ના ઉદયે ૮ કષાયનો ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી ૨૧નું, અને ૮ કમાયનો ક્ષય કરે ત્યારે ૧૩નું સત્તાસ્થાન હોય છે. તથા ૪ના બંધે ૧ના ઉદયે ૧૧નું અને હાસ્યાદિ-૬તથા પુરુષવેદના ક્ષયે ૪નું સત્તાસ્થાન હોય છે. ત્યાર બાદ પુરુષવેદે શ્રેષિા આરંભનારની જેમ ઉદયસ્થાનો અને સત્તાસ્થાનો હોય છે. એટલે તેને ૫ના બંધે અને ૨ના ઉદયે ૮ કષાયનો ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી ૨૧નું, ૮ કમાયનો ક્ષય કર્યાબાદ ૧૩નું, અને નપુંસકવંદના ક્ષયે ૧૨નું સત્તાસ્થાન હોય છે. તથા ૪ના બંધે ૧ના ઉદયે સ્ત્રીવેદના ક્ષયે ૧૧નું, અને હાસ્યાદિ-૬ તથા પુરુષવેદના લયે ૪નું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ પુરુષવેદે શ્રેણિ આરંભનારની જેમ ઉદયસ્થાન અને સત્તાસ્થાન હોય છે. એટલે ક્ષપકશ્રેણિમાં ૪ના બંધ અને ૧ ઉદયે ૪-૫ અને ૧૧ પ્રકૃતિના સમૂહરૂપ ૩ સત્તાસ્થાનો હોય છે. અને ઉપશમશ્રેણિ આશ્રયી ૨૮-૨૪ અને ૨૧ એમ ૩ સત્તાસ્થાનો હોય છે.
પુરુષવેદે શ્રેણિ આરંભનારને પુરુષવેદનો બંધ - ઉદય - ઉદીરણા વિચ્છેદ થયા પછી જ્યાં સુધી તેની સત્તાનો નાશ ન થાય ત્યાં સુધી ૪ના બંધ ૧ના ઉદયે પનું સત્તાસ્થાન હોય છે, પુરુષવેદનો નાશ થયા બાદ ૪ના બંધે ૧ના ઉદયે ૪નું સત્તાસ્થાન હોય છે.
૧૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org