________________
૧૬૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ઉપશાંત ગુણસ્થાનકે બંધ નહીં હોવાથી (૭) ૪નો ઉદય, ૯ની સત્તા અથવા (૮) પનો ઉદય ૯ની સત્તા એ પ્રમાણે બે ભાંગા છે. ક્ષીણમોહના અંત્ય સમયે (૯) ૪નો ઉદય, ૪ની સત્તા આ નવમો ભાંગો છે.
(૧૦) તથા ૪નો બંધ, ૪નો ઉદય, ૬ની સત્તા આ વિકલ્પ થીણદ્વિત્રિક ક્ષય થયા પછી સૂક્ષ્મસંપાયના અંત્ય સમય સુધી હોય છે. (૧૧) તથા અબંધ, ૪નો ઉદય, ૬ની સત્તા આ વિકલ્પ ક્ષીણમોહના ઉપાજ્ય સમય સુધી હોય છે. તે પ્રમાણે દર્શનાવરણના ૧૧ ભાંગા સપ્તતિકામાં કહ્યાં છે.
કર્મસ્તવકારાદિ કેટલાક આચાર્ય મહારાજો ક્ષપકશ્રેણિમાં ક્ષીણમોહના ઉપાજ્ય સમય સુધી પનો ઉદય માને છે, તેથી તેમના મતે બીજા બે ભાંગા થાય છે, તે આ પ્રમાણે - ૪નો બંધ, પનો ઉદય, ૬ની સત્તા આ ભાગો થીણદ્વિત્રિક ક્ષય થયા પછી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે. બંધના અભાવે પનો ઉદય, ૬ની સત્તા આ ભાંગો ક્ષીણમોહ ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી હોય છે. તે પ્રમાણે સર્વસંખ્યા ૧૩ ભાંગા છે. (યંત્ર નંબર - ૨૭ A જુઓ)
ઇતિ દર્શનાવણીયના બંધ-ઉદય-સત્તાના ભાંગા સમાપ્ત (-: અથ ગોત્રકર્મના બંધ - ઉદય - સત્તાના સંવેધ :-) હવે ગોત્ર-કર્મના પૂર્વ કહેલા બંધ-ઉદય-સત્તાસ્થાનના સંવેધ કહે છે. ત્યાં નીચગોત્રનો સાસ્વાદન ગુણસ્થાનક સુધી બંધ, દેશવિરતિ ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. ઉચ્ચગોત્રનો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી બંધ, અયોગી કેવલી ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. અને સત્તા તો બંને પણ ગોત્ર-કર્મની સર્વ ગુણસ્થાનકને વિષે હોય છે. પરંતુ નીચગોત્રની ૧૪માના દ્વિચરમ સુધી હોય છે. એ પ્રમાણે અહીં ૭ ભાંગા સંભવે છે. તે આ પ્રમાણે કહે છે “. . '
(૧) નીચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય અને નીચગોત્ર ની સત્તા આ ભાંગો તેઉકાય - વાઉકાયને વિષે પામે છે, ણ કે ત્યાં ઉચ્ચગોત્રની ઉવલના કરે છે. ત્યાંથી નીકળીને બાકીના તિર્યંચ જીવોમાં કેટલોક કાલ (અંતર્મુહૂર્ત) સુધી હોય છે. (૨) નીચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય, ઉચ્ચ-નીચગોત્રની સત્તા અથવા (૩) નીચગોત્રનો બંધ, ઉચ્ચગોત્રનો ઉદય અને બન્ને (ઉચ્ચ-નીચગોત્રની) સત્તા આ બન્ને ભાંગા મિથ્યાષ્ટિ અથવા સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, કારણ કે આગળના ગુણસ્થાનકે નીચગોત્રનો બંધ નથી તેથી સંભવે નહીં. (૪) તથા ઉચ્ચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય અને બન્ને (ઉચ્ચ-નીચગોત્રની) સત્તા, આ ભાંગો મિથ્યાષ્ટિથી શરૂ કરીને દેશવિરતિ ગુણસ્થાનક સુધી હોય છે, આગળ નહીં, કારણ કે આગળ નીચગોત્રના ઉદયનો અભાવ હોય છે. (૫) તથા ઉચ્ચગોત્રનો બંધ, ઉચ્ચગોત્રનો ઉદય અને બંને (ઉચ્ચનીચગોત્રની) સત્તા, આ ભાંગો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે, આગળ નહીં, કારણ કે આગળ ગોત્ર-કર્મના બંધનો અભાવ છે. (૬) અબંધમાં ઉચ્ચગોત્રનો ઉદય, અને બંને (ઉચ્ચ-નીચગોત્રની)સત્તા આ વિકલ્પ ઉપશાંતમોહ ગુણસ્થાનકથી શરૂ કરીને અયોગી ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી હોય છે. (૭) અયોગી ગુણસ્થાનકના અંત્ય સમયે ઉચ્ચગોત્રનો ઉદય, ઉચ્ચગોત્રની સત્તા હોય છે. (યંત્ર નંબર - ૨૮ જુઓ)
ઇતિ ગોત્રકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ સમાપ્ત
૧૧૭ “થો ઝાકુળ સમં ગ ળ વોરં તુ ના ટા નિવૃત્તવાન સંતવા તો સ” | 9 | ૧૧૮ “ing wવં શિવ રૂથ વા રવિ સંત રા ખેT I નીતુ તિસુવે નો ગવંઘને ટોનિ પુત” ૧૬ // ૧૧૯ તેલ-વાઉકાયના જીવોને અસંખ્યાત કાળ સુધી નીચ જ બંધાય છે, અને ત્યાં ઉચ્ચગોત્રની ઉદ્ઘ લના કરી નીચગોત્ર કરી નાખે એટલે માત્ર નીચગોત્રની
સત્તા છેક ત્યાંથી (ઉવલના પછી) ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી સુધી પણ ત્યાં રહે. પાછો પૃથ્વી – અપૂકાયાદિમાં આવે, ત્યાં પણ અલ્પકાળ (અંતર્મુ0) સુધી રહે અને પછી ( કે આવતાંની સાથે પણ) ઉચ્ચ ગોત્ર બાંધે તેથી ૨ની સત્તા થાય, ઉચનો ઉ૦ બંધ સાધિક ૧૩૨ સાગરોપમ, જવ-૧ સમય, અને નીચનો બંધ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ અસંખ્યલોક પ્રમાણ, જઘન્ય-૧સમય, તથા ઉચનો ઉદય ઉ૦ સાગરોપમ શતપૃથકત્વ, જ૦૧ સમય, નીચનો ઉદય ઉ૦- અસંખ્ય પુદ્ગલપરાવર્તા, જ૦-૧સમય. ઉચ્ચની સત્તા ઉ૦ - અસં૦ ૫૦ પરાવર્તો જ0 વર્ષપૃથકત્વ (સાધિક ૮ વર્ષ) નીચની સત્તા અનાદિ અનંત, અનાદિ સાત એમ બે ભાંગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org