Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 6
________________ પ્રકાશકની કલમે આજે ચારે બાજુ જ્યારે ભયંકર પાપોના વિચારો અને વર્તન ચાલી રહ્યા છે. એવા સમયે તેના પર બ્રેક લગાડવી અતિ જરૂરી છે. તેના માટે અંતર પરિવર્તન આવવું જોઈએ. એ પરિવર્તન લાવવા આચાર્યદેવશ્રીમદ્ વિજય ગણરત્નસૂરીશ્વરજી મારાજ સાહેબે આ પુસ્તકનું સર્જન સિદી ભાષામાં કર્યું હતું. ચારે બાજુથી આટલી બધી તેની માંગણી આવી કે તેની આઠ આવૃત્તિઓ ટૂંકા ગાળામાં જ ખપી ગઈ. ત્યાર બાદ ગુજરાતમાં વિચરણ થવાથી આ પુસ્તકની ગુજરાતીમાં માંગણીઓ થવા માંડી, તેથી પરિવર્ધિત સંસ્કરણ ગુજરાતી ભાષામાં તૈયાર કર્યું. તેનું ૬ આવૃત્તિનું પ્રકાશન કરી હવે સાતમી આવૃત્તિનું પ્રકાશન કરતાં આજે અમે આનંદ અનુભવીએ છીએ. પહેલાંની આવૃત્તિઓ ઉ૫૨ ૫.પૂ. સંઘટિતેકાંક્ષી અ.ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. હેમપ્રભસૂરીશ્વરજી મ. સા., પ.પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા., એ. પ્રભાકરસૂરીશ્વરજી મ.સા., વિઘાનંદસૂરીશ્વરજી મ.સા. આદિએ હાર્દિક પ્રશંસાના પુષ્પો વેર્યા છે. શ્રેષ્ઠિવર્યથી શ્રેણિકભાઈ એ.ક. પેઢીના પ્રમુખ અને મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દેનિક, સંદેશ, જયહિંદ, સમભાવ, પ્રભાતવગેરે દેનિકોએ પણ પૂર્વ આવૃતિઓની નોંધ લઈ આની ઉપયોગિતા પર પ્રકાશ પાડ્યો છે. કથાઓને જહદી સમજાવવા માટે ચિત્રો વધુ ઉપયોગી હોય છે. "ONE PICTURE IS WORTH THAN THOUSAND WORDS." એટલે કે ૧૦૦૦ શબ્દો કરતા એક ચિત્ર કથાને સમજાવવા વધારે સમર્થ છે. તેથી આ વખતે નવી આવૃતિ સચિત્ર અને સંશોધિત કરીને પ્રિન્દી નવમી અને ગુજરાતી સાતમી આવૃત્તિનું પ્રકાશિત કરી રહ્યા છીએ. તેથી આ વખતે પુસ્તક વધુ ઉપયોગી બનશે, એ અમને આત્મવિશ્વાસ છે. એમાં અરવિંદભાઈ આર્ટીરે ખંતથી દીક્ષાદાનેશ્વરી આચાર્યદેવશ્રીના માર્ગદર્શનથી ચિત્રો બનાવે છે, તેમજ થોડાક ચિત્રો જૈન ચિત્રાવલી, શ્રી મઢાવીર ચિત્રસંપુટ વગેરેમાંથી લીધા છે, તેમનો આભાર માનીએ છીએ. આ પુસ્તક સર્વ ભાઈ-બહેનોને એક સરખું ઉપયોગી છે. છતાં આત્મા શબ્દ પુલિંગ હોવાથી સર્વત્ર પુરુષને સંબોધીને વિવેચન કરવામાં આવ્યું છે. પરંતુ બહેનો વાંચે, ત્યારે તે રીતે પોતાના જીવનમાં થતાં પાપોનું ચિંતન કરી આલોચના કરવી જોઈએ. આ પુસ્તક જેમ જેમ વાંચતાં જશો, તેમ તેમ હૃથ્યની અંદર જે પશ્ચાતાપ થશે, તે પણ અઢળક કર્મની નિર્જરા કરનાર બનશે. આ પુસ્તક વાંચતાં વાંચતાં કેટલાય વ્યક્તિઓએ આંખમાંથી બોર બોર જેટલા આંસુ વહેવડાવ્યા છે. અને કર્મીનર્જરા કરી છે. માટે તમે પણ એક વખત પુસ્તક વાંચીને મૂકી ન દેશો, ત્રણ ચાર વખત તો જરૂર વાંચશો, તેમજ બીજાને વાંચવાની પ્રેરણા કરશો. ૪૧ લી.- જિનગુણ આરાધ6 ટ્રસ્ટ, મુંબઈ-ભીવંડી, con international For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 114