________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
અક્રોધ (ક્ષમા-શાંતિ) તેઓના મુખેથી ઉદ્ગાર નીકળતા :
ददतु ददतु गालिं, गालिमंतो भवन्तः वयमपि तद्भावाद्, गालिदाने ऽसमर्था : जगति विदितमेतद् दीयते विद्यमानम्,
नहि राशक विषार्ण, कोपि कस्मै ददाति ॥ તમારી પાસે ગાળો છે માટે તમે ગાળો આપો, અમારી પાસે ગાળો નથી તેથી તે દેવામાં અમે અસમર્થ છીએ. સંસારમાં સર્વ લોકો જાણે છે કે જેની પાસે જે હોય તે, તે આપવા સમર્થ હોય છે.
સંત એકનાથ કાશી યાત્રા સમયે ગંગાસ્નાન કરીને ઘાટનાં પગથિયાં ચઢી રહ્યા હતા, ત્યાં એક યુવક તેમના પર થૂક્યો. સંત એકનાથ તદ્દન શાંતિથી પગથિયા પરથી પાછા ઊતરી પુનઃ સ્નાન કરી પગથિયાં ચઢી રહ્યા હતા, ત્યાં ફરી તે યુવાન તેમના દેહ પર ઘૂંક્યો. સંત પુનઃ પગથિયાં ઊતરી સ્નાન કરીને પાછા આવ્યા, પણ આ શું? સત્તર વખત એ જ વસ્તુ ઘટતી રહી, છતાં સંત એકનાથ ક્ષમાના સાગરે ન તો તે યુવકની સામે જોયું કે ન ક્રોધ કર્યો.
અંતમાં યુવક શરમિંદો થઈ તેમના ચરણમાં ઝૂકી પડ્યો અને ક્ષમા માંગવા લાગ્યો. સંતે તેને પ્રેમથી ઊભો કર્યો અને કહેવા લાગ્યા કે ભાઈ ! તને ક્ષમા શા માટે આપું ? તેં તો મારા પર મહાન ઉપકાર કરી મને સત્તર વખત ગંગા માતાની ગોદમાં બેસવાનો અવસર આપ્યો છે. તેથી તેને ધન્યવાદ આપું છું તે યુવક સદા માટે સંતનો ભક્ત બની ગયો. સહિષ્ણુતા માનવને મહાન બનાવે છે.
એક કવિએ લખ્યું છે કે દહીંની સાથે વડા શબ્દ લાગવાથી તે દહીંવડા' કહેવાય છે. તેનું રહસ્ય શું?
पहले थे हम मर्द, मर्द से नार कहाये कर के गंगास्नान, मैल सब दूर कराये कर पत्थर से युद्ध, तेल में गये डूबाये
निफंले आये जब बाहर, तभी हम बड़े कहाये મગ કે અડદ આખા દાણા હોય ત્યારે પુરૂષલિંગવાચક હોય છે પછી દાળ થાય ત્યારે સ્ત્રીલિંગવાચક બને છે. દાળ પાણીમાં પલળે છે (સ્નાન) પછી પત્થર પર વટાય છે, ત્યાર પછી તેલમાં તળાય છે. અને વળી દહીમાં ઠરે છે ત્યારે દહીંવડા કે દાળવડા થાય છે. મોટા થવા કેટલું સહન કરવું પડે છે.
For Private And Personal Use Only