Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 151
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૨ જીવન વિકાસનાં વીસ સોપાન શમ, વિચાર, સંતોષ અને ચોથો સત્સંગ એ મોક્ષદ્વાર ના ચાર દ્વારપાળ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જે અરિહંતદેવની જેમ જીવને મુક્ત બનવાની ભાવના રાખે છે, તેઓ અરિહંતના વચનો મુજબ મોક્ષમાર્ગ પામીને મુકિતને પામી શકે છે. ભાગવતના શ્રવણથી બ્રહ્મજ્ઞાન થાય છે, એમ સાંભળીને કોઈ રાજાએ એક પંડિત પાસે ભાગવત શ્રવણ કર્યું. પરંતુ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું નહિ, તેથી રાજાએ પંડિતને દક્ષિણા આપી નહિ, આથી બંને વચ્ચે ઝઘડો થયો. પંડિત કહે કે રાજાએ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું નથી, રાજા કહે પંડિતે ભાગવતનું અર્થઘટન બરાબર કર્યું નથી. યોગાનુયોગ નારદજી ભ્રમણ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. બંનેની વાત સાંભળી નારદજી તે બંનેને એક બગીચામાં લઈ ગયા ત્યાં બંનેને અલગ અલગ વૃક્ષો સાથે દોરડાથી બાંધી દીધા. પછી આદેશ કર્યો કે તમે બંને એકબીજાના બંધનો છોડી નાંખો. બંનેએ સાશ્વર્થથી નારદજી સામે જોયું. કારણ કે બંને અન્યોન્ય મુક્ત કરવાને અસમર્થ હતા. નારદજીએ તેમને બોધ આપ્યો કે ‘‘તમે બન્ને જણા સાચા છો છતાં ભાગવાતના વચનોને તમે અનુસરો નહી કે સમજો નહીં તો તમે બ્રહ્મજ્ઞાન કેવી રીતે સમજી શકશો. બ્રહ્મજ્ઞાન વેચવા ખરીદવાની વસ્તુ નથી, તે અતિ પવિત્ર અને અમૂલ્ય છે. જેમ એક બંધાયેલો બીજા ને મુક્ત ક૨વા સમર્થ કયારે બને કે જ્યારે એક મુક્ત હોય ત્યારે જ ને ? તેમ જે સ્વયં રાગદ્વેષથી બદ્ધ છે તે મુકત થવા માટે વૈરાગ્ય પ્રધાન ત્યાગીનાં વચનો અનુસાર વર્તે, શ્રદ્ધા રાખીને મોક્ષમાર્ગને બરાબર સમજીને તો આપમેળે મુકત થઈ શકે, બંધનો આપમેળે ટૂટે કર્મોના બંધન કંઈ દોરડાના બંધન નથી કે ખોલવા પડે, તે તો તૂટે છે. માટે શાસ્ત્રો કેવી રીતે મુક્ત કરે ? આ વાત સમજાવવા માટે મેં તમને બંનેને આ કષ્ટ આપ્યું છે, તો ક્ષમા કરજો'' ત્યાર પછી નારદજીએ બંનેનું બંધન ખોલી નાંખ્યું. આ દૃષ્ટાંતથી એ સમજવાનું છે કે નારદજી રાગદ્વેષથી બદ્ધ હતા, છતાં છુટા હોય તે અથવાં તેનાં વચનો દ્વારા બંધનથી કોઈ પણ મુકત કરી શકે અને નારદજીએ તેથી બંનેને મુક્ત કરી શક્યા. तिण्णाणं तारयाणं मुत्ताणं मोहेगाणं સ્વયં તર્યા છે, અન્યને તારે છે, સ્વયં મુક્ત છે અન્યને મુક્ત કરવાવાળા છે એવા વીતરાગદેવનું શરણ ગ્રહણ કરવું. વીતરાગ પ્રભુની વીતરાગતાનો ઉડો અભ્યાસ કરવો. પ્રામાણિક ધર્મશાસ્ત્રોનો અભ્યાસ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154