Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 127
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ જીવન વિકાસનાં વીસ સોપાન હતો. સંભવ છે કે તે માતા, પુત્ર અને પુત્રવધૂ હશે. રાજભોજે તે ઘરની બરાબર નોંધ લઈ લીધી. - બીજે દિવસે રાજાએ બ્રાહ્મણને રાજસભામાં બોલાવ્યો અને પૂછ્યું “બ્રહ્મદેવ ! તમે તો શિક્ષિત અને વિદ્વાન છો છતાં તમારા પરિવારમાં અન્યોન્ય ઝઘડા કેમ કરો છો ?” બ્રાહ્મણ : “મહારાજ ! આવો કલહ તો અમારા કુટુંબમાં થયા જ કરે છે. કારણ કે કોઈને પણ અન્ય પરિવારની વ્યક્તિથી સંતોષ થતો નથી. આવા અસંતોષનું કારણ શું છે તે સમજમાં આવતું નથી.” “માતા મારાથી તથા મારી પત્નીથી સંતુષ્ટ નથી, મારી પત્ની મારાથી અને મારી માતાથી સંતુષ્ટ નથી, અને હું સ્વયં તે બંનેથી સંતુષ્ટ નથી.” બ્રાહ્મણની વાત સાંભળીને રાજાએ કહ્યું “ બ્રાહ્મણ તેમાં તારો દોષ નથી. તમારા ક્લહનું કારણ તારી નિર્ધનતા છે. ' नश्यति विपुलमतेरपि बुद्धिः पुरुषस्य मंदविभवस्य । घृत लवण तैल तण्डुलं वस्त्रेन्धन चिन्तया सततम् ॥ જેની પાસે ધન નથી હોતું તે પુરુષ બુદ્ધિમાન હોવા છતાં પણ તેની બુદ્ધિ ઘી, મીઠું, તેલ ચોખા, વસ્ત્ર, અને બળતણની ચિંતામાં નિરંતર નષ્ટ થતી જાય છે. ત્યાર પછી રાજાભોજે રાજભંડારમાંથી એકલાખ સુવર્ણ મુદ્રાઓ બ્રાહ્મણને ભેટ આપી વિદાય કર્યો. બ્રાહ્મણ મુદ્રાઓની થેલી લઈ ઘેર પહોંચ્યો. મુદ્રાસહિત બ્રાહ્મણને આવેલો જોઈ માતા અને પત્ની અત્યંત પ્રસન્ન થઈ ગયાં. કજિયાનું કારણ દૂર થતાં તેઓ પ્રેમપૂર્વક સુખ સહિત રહેવા લાગ્યાં, પણ આવો પરોપકાર કરનાર દુનિયામાં દુર્લભ છે. મન વચન અને કાયાના પુણ્યામૃતથી પ્રાપ્ત ઉપકાર ની પરંપરા દ્વારા ત્રિભુવનને પ્રસન્ન કરવાવાળા તથા અન્યનો નાનો સરખો ગુણ પણ પર્વતથી મહાન માનનાર, વળી પોતાના હૃદયમ નિત્ય આનંદપૂર્ણ રહેવાવાળા સંત આ સૃષ્ટિમાં કેટલા છે? (અતિ અલ્પ). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154