Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 141
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ જીવન વિકાસનાં વિસ સોપાન પાંડવોએ પુણ્યયોગે એક અદ્ભુત મહેલ બનાવ્યો હતો. અને તેઓએ દુર્યોધનને મહેલ જોવા આમંત્રણ આપ્યું. દુર્યોધન મહેલ જોતા હતા તેમાં નીચેની ફરસની રચના એવી હતી કે તેમાં જળનો ભ્રમ થાય. આથી દુર્યોધને પોતાનાં વસ્ત્રો ઊંચાં લઈ ચાલવા લાગ્યા. આ જોઈ ને ત્યાં ઉભેલાં સૌને રમૂજ થઈ પણ તેમણે સંયમ રાખી હાસ્ય દાબી રાખ્યું. દુર્યોધને, ઝંખવાણો થઈ વસ્ત્ર નીચાં કરી લીધાં થોડા આગળ ચાલ્યા, ત્યાં જળનો ભાગ આવ્યો દુર્યોધન, હાંસી થવાના ભયથી બેફિકર થઈ ચાલવા લાગ્યા, કારણ કે તે જળનો ભાગ ફરસ જેવો લાગતો હતો. જ્યાં પગ જળમાં પડ્યા કે પાણી ઉડ્યું અને વસ્ત્ર ભીંજાઈ ગયાં. આગળ ચાલ્યા તો એવા દરવાજ આવ્યા કે જ્યાં દીવાલનો ભ્રમ થાય કૌરવાધિપતિ દુર્યોધન તે દરવાજા પાસે જ રોકાઈ ગયા. પાંડવોએ વિનંતી કરી કે આગળ ચાલો, થોડા આગળ ગયા ત્યાં દીવાલ આવી જેમાં દરવાજાનો ભ્રમ પેદા થતો હતો, તેથી દુર્યોધન આગળ વધ્યા. તરત તેમનું માથું જોરથી દીવાલ સાથે અથડાયું. આ વખતે પણ સૌ ઉપસ્થિત જનો મનમાં તો હસી રહ્યા હતા પણ સંયમ રાખી હાસ્યને દાબી રાખ્યું. પણ આ બનાવોથી દુર્યોધનને પોતાની અસહિષ્ણુતાના કારણે અને પાંડવો પ્રત્યેના બાળપણના ખોટાં બંધાયેલ પૂર્વગ્રહોના કારણે ઘણું લાગી આવ્યું અને પાંડવોના પુણ્ય પ્રકર્ષને તોડી પાડીને, દુનિયાની સામે પાંડવોને હલ્કા પાડવા માટે પાંડવોની સત્તા અને સુખ, છળકપટ અને અન્યાય અનીતી દ્વારા પચાવી પાડવાનો સંકલ્પ કર્યો અને દુર્યોધને જન્માવ્યું મહાભારત યુદ્ધ. “વેરથી વેર શમે નહિ જગમાં” દુર્યોધનનો નિર્ણય સાંભળી ભીમે વળતી પ્રતિજ્ઞા લીધી કે મારી ભૂજના બળે આ ગદાના પ્રચંડ પ્રહારથી દુર્યોધનની બંને સાથળોને ઘાયલ કરી તેમાંથી નીકળતા ગરમ રક્ત દ્વારા મારા હાથો લાલ કરીને હું તારી વેણીને સજાવીશ દ્રોપદીના કેવળ એક જ વાક્યથી શત્રતાનો સૂત્રપાત થઈ ગયો. તેના ફળસ્વરૂપે મહાભારતનું મહાયુદ્ધ એ ધરા પર ખેલાઈ ગયું. જેમાં અક્ષૌહિણી સેના ના હજારો સૈનિકો તથા અનેક સેનાપતિઓનો નાશ થયો. બંને મહારથીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. અર્થાત્ શત્રુતાનો કરુણ અંજામ આવ્યો. અવિવેકથી ઉત્તમ સિદ્ધાંતોનો દુરુપયોગ થાય છે ત્યારે મૂર્ખાઈનું પ્રદર્શન થતું હોય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154