Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 148
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાર્ગ ૧૩૯ મહાત્મા બુદ્ધે પોતાના શિષ્યોને કહ્યું હતું કે : “મારો ધર્મનો ઉપદેશ નૌકા સમાન પાર કરવા માટે છે પકડી રાખવા માટે નથી. નદી પાર કરીને આપણે નૌકા છોડી દઈએ છીએ, તેને માથાપર મૂકી દેતા નથી. તે પ્રકારે મોક્ષનું લક્ષ્ય પ્રાપ્ત થયા પછી આપણને ધર્મના બાહ્ય ક્રિયાકાંડનો ત્યાગ થઈ જાય છે. જ્યાં સુધી વિષયોની કામના હૈયામાં સારી લાગે છે ત્યાં સુધી સંસાર છે. હૈયામાંથી સંપૂર્ણ કામનાઓથી મુક્તિ એટલે સ્વયં આત્માને મોક્ષની પ્રાપ્તિ આપમેળે ક્રમશઃ ચોકકસ કરાવે છે. હૃદયમાં રહેલી ઈચ્છાઓનો ગમારૂપ નિવાસ તે “સંસાર” છે અને તેના સંપૂર્ણ નાશ થયાં બાદ સંપૂર્ણ કર્મક્ષયની અવસ્થાને તીર્થકર દેઓએ મોક્ષ કહ્યો છે. વિષય વિરક્તિની જેમ કષાયમુક્તિને પણ મોક્ષ માર્ગ કહ્યો છે. नश्वेताम्बरत्वे न दगम्बरत्वे न तर्कवादे न च तत्त्ववादे । न पक्षसेवा श्रेयणेन मुक्तिः कषाय मुक्तिः किल मुक्तिरेव ॥ દિગંબરત્વ, શ્વેતાંબરત્વ, તર્કવાદ, તત્ત્વવાદ અને પક્ષસેવાશ્રય વગેરે દ્વારા પણ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. કારણ કે તમામ આંતર કષાયોથી મુક્તિ તે સાચી મુકિતનાં સુખનો અનુભવ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર પછી તપનો ક્રમ આવે છે. તપસ્તોતિ તેગાસિ | તપથી તેજસ્વિતાનો વિસ્તાર થાય છે. દષ્ટાંત : મોટા મુલ્લાજીને કોઈની સાથે મારામારી કરવાના અપરાધ માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. ફરિયાદી એ કહ્યું કે હજૂર ! મુલ્લાએ મને ઘણો માર માર્યો છે, મારો ન્યાય કરો. જજ – મુલ્લાજી, તમે આ મનુષ્યને કેવી રીતે માર માર્યો હતો ? મુલ્લાએ ફરિયાદીની પાસે જઈને પૂરી તાકાતથી તેના ગાલ પર એક તમાચો લગાવી દીધો, અને કહ્યું કે આનાથી ચોથા ભાગનો માર માર્યો હતો તેમ જાણો. આ પ્રકારે મુલ્લાએ પેલા માણસને ભર બજારમાં જેમ માર્યો હતો તેમ કોર્ટમાં પણ માર્યો. જેથી તે ભવિષ્યમાં આવી ફરિયાદ ન કરે, અને જજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154