Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 138
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ વિવેક વિવેક સહિત અન્ય ગુણો એવા શોભે છે કે જાણે સોનાનાં આભૂષણોમાં રત્ન જડ્યાં ન હોય ! સોના દ્વારા રત્નની અને રત્ન દ્વારા સોનાની શોભા વૃદ્ધિ પામે છે. તે પ્રકારે અન્ય ગુણો દ્વારા વિવેક અને વિવેક દ્વારા અન્ય ગુણો શોભે છે. શરીરમાં કાન ખુલ્લા છે, આંખ પર સાધારણ પલક છે, નાક ખુલ્લું છે. પરંતુ જીભ મોંમાં બંધ હોય છે. તેમાં વળી બત્રીસ ચોકીદાર, તેના પર બે હોઠોનો કબજો. જીભની આ સ્થિતિ જણાવે છે કે તેનો ઉપયોગ કરવામાં કેટલા વિવેકની જરૂરત છે. रे जिह्ने ! कुरु मर्यादाम् भोजने वचने तथा । वचने प्राण सन्देहो भोजने चाप्यजीर्णता ॥ છે જીવ ! તું ભોજનમાં અને વચનમાં સંયમ રાખ. અસંયમયુક્ત વચન બોલવાથી પ્રાણ જવાનો સંભવ છે. અને ભોજનના અસંયમથી અજીર્ણ થવાનો સંભવ છે. બંનેના અસંયમનું પરિણામ ભયંકર છે. ચિકિત્સકો કહે છે કે મનુષ્ય જે આહાર કરે છે તેમાંથી એક તૃત્રીયાંશ ભાગથી તે જીવે છે અને બે તૃત્રીયાંશ ભાગથી વૈદ્યો જીવે છે. અર્થાત આપણે જે કંઈ ગ્રહણ કરીએ છીએ તેનો ત્રીજો ભાગ જ આપણે માટે પર્યાપ્ત છે. વધુ પડતો આહાર અજીર્ણ પેદા કરે છે. રોગ ઉત્પન્ન થતાં આપણે ડૉકટરોનાં પગથિયાં ચઢવા પડે છે અને લાંબાં બીલોની રકમ ચૂકવીને ઉપચાર કરવો પડે છે. આ પ્રકારે ડૉકટરોનો જીવન નિર્વાહ નભે છે. જીભનું બીજું કાર્ય છે વાણી-વચન. સત્ય વચન બોલવામાં પણ વિવેકની જરૂર છે, વિવેક વગરની વાણી સત્ય હોય તો પણ ઘાતક નીવડે છે. તેથી મહર્ષિઓએ કહ્યું છે કે : सत्यं ब्रूयात्प्रियं ब्रूयात् न बूयात्सत्यमप्रियम् प्रियं च नानृतं बूया देष धर्मः सनातनः હંમેશાં સત્યવચન બોલવું, મઘુરવચન બોલવું, અપ્રિય લાગે તેવું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154