Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૪ જીવન વિકાસનાં વીસ સોપાન રાજમહેલના નિર્માણમાં પણ તેનો ભાગ રહેતો. સમય જતાં કારીગર વૃદ્ધ થયો. તેના હાથ પગ નિર્બળ થતા ગયા. રાજાએ એક દિવસ તેને બોલાવીને કહ્યું કે ‘‘કારીગર ! તેં અમારી તથા નગરની ઘણી સેવાઓ કરી છે. હવે તને નિવૃત્ત કરી યોગ્ય પુરસ્કાર આપવા માંગુ છું. છતાં એક આખરી કાર્ય પૂર્ણ કરી આપ. આ નગરની બહાર નદીની સામે પાર એક સુંદર મકાન બનાવી દે. ત્યાર પછી તારી પાસે કોઈ કામ લેવામાં નહિ આવે. તને ઘર બેઠા તું જ્યાં સુધી જીવિત હશે ત્યાં સુધી નિયમિત પ્રતિમાસ તને અડધો પગાર મળી જશે. એ મકાનનું અંદાજી ખર્ચ કેટલું આવશે તે જણાવી દે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કારીગરે તરત જ નવા મકાનના ખર્ચની ગણત્રી કરીને કહ્યું ‘‘મહારાજ પચાસ હજારની રકમમાં સુંદર મકાન તૈયાર થઈ જશે મને આ ૨કમ આગળથી આપી દો જથી હું શીઘ્રતાથી કામ શરૂ કર્યું. રાજાને કારીગર પર પૂર્ણ વિશ્વાસ હતો. તેમણે તરત જ પચાસ હજારની રકમ અપાવી દીધી. કારીગરે જરૂરી સામગ્રી ખરીદી અને તરત જ મજૂરોને કામે લગાડી દીધાં છળે એક છિદ્ર પાડ્યું. કારીગરને વિચાર આવ્યો કે આ અંતિમ કાર્ય મળ્યું છે. ત્યાર પછી ‘ઊતર્યો અમલદાર કોડીનો'મને રાજા કે પ્રજા કોઈ બોલાવશે નહિ કે કામ આપશે નહિ. માસિક વેતન પણ અડધું મળશે. તેથી આ જ કાર્યમાં હલકો માલ વાપરી થોડી રકમ બચાવી લેવી યોગ્ય છે. આમ મનમાં પ્રપંચે પ્રવેશ કરી દીધો. માલ હલકો અને ઉપરનાં રંગરોગાન ચમકદાર બનાવી કારીગરે સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરી લીધું. મકાન તૈયાર કરી તેણે રાજા પાસે નિવેદન કર્યું કે ‘આપ પ્રત્યક્ષ નિરીક્ષણ કરી જાઓ' રાજાને તો કારીગર ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેણે કહ્યું કે અરે ! તમારા કામમાં જોવાનું શું હોય ? તે સુંદર જ હોય. કારીગરનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો નાગિરકોની સમક્ષ રાજાએ સભામાં કારીગરની સેવાની પ્રશંસા કરી અને જાહેર કર્યું કે નદીતટ પર બંધાયેલો બંગલો કારીગરની સેવાની કદર રૂપે તેને ભેટ આપવામાં આવે છે. તેણે પોતાની જીંદગી રાજ્યાના સેવાકાર્યમાં સમર્પિત કરી હતી. વૃદ્ધાવસ્થામાં તે આરામથી રહી શકે તે માટે આ મકાન તેને માટે બનાવવામાં આવ્યું છે. જાઓ તમારા પરિવાર સાથે તેમાં રહો અને સુખી થાવ, વળી દ૨માસે જીવન નિર્વાહ માટે અડધું વેતન પણ મળ્યા કરશે. સર્વ નાગરિકોએ રાજાની જાહેરાતને પ્રેમપૂર્વક વધાવી લીધી. પરંતુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154