________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
જીવન વિકાસનાં વીસ સોપાન પોતાના નિવાસેથી બહાર નીકળી વન તરફ ભાગ્યો પત્નીએ તેનો પીછો પકડ્યો, તેથી તે માર્ગમાં નદીતટ પર આવતા એક ખાડામાં સંતાઈ ગયો પતિને ન જોવાથી પત્ની પાછી વળી.
ક્ષુધાતુર પતિદેવને ઠંડી રેતીમાં નીંદ આવી ગઈ લગભગ મધ્યરાત્રિ થતાં ત્યાં ચાર ચોર આવ્યા, અને નદીતટ પર બેસીને તેઓ ધનનો ભાગ પાડીને સૌનો માલ બાંધવા લાગ્યા. આ બાજુ પતિદેવને ઊંઘમાં સ્વપ્ન આવ્યું. તેમાં તેણે પત્નીનું રૌદ્ર રૂપ જોયું અને ભયભીત થઈ બૂમ પાડી ઊઠ્યો “ખાઈ જઈશ” “ખાઈ જઈશ' તું રોકાઈ જા “(અર્થાત્ તું બળતું લાકડું ફેંકી દે હું દૂધીનું શાક ખાઈ લઈશ. મને માર નહિ રોકાઈ જા.).
આતો કોઈ ભૂતનો અવાજ છે માની ચોરો ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી જવાનું ઉચિત માની ધનના પોટલાં ત્યાં મૂકીને ભાગી ગયા. ચોરોને ભાગી જવાના પગલાના અવાજથી પતિદેવ જાગી ગયા. ચોરોએ મૂકેલા ધનના પોટલાં ઉઠાવી તે ઘરે ગયો અને પત્નીને કહ્યું “લે આ ત્યાગનું ફળ
ધન જોઈને ભલા કોની પત્ની ખુશ ન થાય ? તેણે તરત જ કંસાર રાંધવાની તૈયારી કરી. પતિદેવને ભોજન પિરસતાં કહે હવે હું પણ તમારી સાથે દૂધીનો ત્યાગ કરું છું.
ऐसा सौगन जरूर करना धन की गांठे घर में धरना त्याग करूंगी मैं भी नाथ
चला करूंगी तुमारी साथ ॥ નમિ રાજર્ષિનો મોક્ષ સાધક સાચો ત્યાગ
નમિરાજ મિથિલાના શાસક હતા રોગ, વૃદ્ધત્વ, મૃત્યુ પ્રત્યેક પ્રાણીની પાછળ પડેલાં જ છે. નમિરાજ તેમાંથી અપવાદ ના હોય. એક દિવસ તે ભયંકર દાહજ્વરથી પીડાવા લાગ્યા વૈદ્યોએ શરીર પર ચંદનનો લેપ કરવાની સલાહ આપી. પતિ સેવાથી પ્રેરાઈને અંતઃપુરની હજાર રાણીઓ ચંદન ઘસવા તત્પર થઈ. ચંદન ઘસતી જાય, કોઈ સૂચના આપતી જાય. આમ બે હજાર હાથોની ચૂડીઓનો ખણખણ અવાજ એક સાથે થવા લાગ્યો તેના તીવ્ર અવાજથી નમિરાજને શિરદર્દ થવા લાગ્યું, તેની અશાંતિ વધવા લાગી.
રાજા ચિત્કાર કરી ઊઠ્યો અને પૂછ્યું કે આવો ભયંકર અવાજ કયાંથી આવે છે? સેવામાં હાજર મંત્રીએ વિગત જણાવી. એક સમય એવો હતો કે
For Private And Personal Use Only