________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
પરોપકાર
જગતના સર્વ જીવોની રક્ષારૂપ દયાધર્મના નિરુપણ માટે ભગવાને સહજભાવે પ્રવચન કર્યું હતું.
આપણે કોઈ જીવ પર ઉપકાર કરીએ અથવા તેને સુખ આપીએ તો તે જીવો પણ આપણને સુખ આપે છે.
ग्रन्थ पन्थ सब जगत् के बात बतावत होय, दुख दीन्हे दुख होत है
सुख दीन्हे सुख होय ॥ જગતના સર્વ ગ્રંથો અને પંથો બે વાત બતાવે છે કે જે આપણે અન્યને દુઃખ આપીએ તો આપણે દુ:ખી થઈએ છીએ અને જે અન્યને સુખ આપીએ તો આપણે સુખી થઈએ છીએ.
परहित सरिस धरम नहिं भाई
परपीडा सम नहि अधमाई ॥ પરહિત જેવો કોઈ ધર્મ નથી અને પર પીડા જેવો કોઈ અધર્મ નથી. પરોપકારી જીવંત છે શેષ સર્વ શબ છે.
આ સંસારમાં એવો કોણ જીવાત્મા છે કે જે પોતાને માટે જીવતો નહિ હોય. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા તો સૌ જીવે છે પણ જે અન્યના ઉપકાર માટે જીવે છે તે વાસ્તવમાં જીવિત છે. અન્ય સર્વ મૃત છે. જેના જીવનમાં પરોપકાર નથી તે તૃણથી પણ નીચે છે.
અનુપકારી મનુષ્ય તૃણથી પણ હલકો છે. તૃણ ઘાસ બનીને પશુઓનો ઉપકાર કરે છે. અને યુદ્ધ ક્ષેત્રમાં કાયરોની રક્ષા કરે છે.
યુદ્ધના મેદાનમાં લડતાં લડતાં જ્યારે યોદ્ધાની હિંમત ખૂટી જાય છે ત્યારે તે મુખમાં તૃણ રાખીને પોતાની લાચારી વ્યક્ત કરે છે. પોતાની દીનતા બતાવે છે. ત્યારે વિજેતા વીર તેને મુક્ત કરી અભયદાન આપે છે.
મૃત્યુ પામ્યા પછી પણ પશુ પોતાની ચામડી દ્વારા જૂતા ચંપલના રૂપમાં આપણા પર પરોપકાર કરે છે. મનુષ્ય જીવિત રહીને પણ પરોપકાર કરતો નથી, તો તે પશુથી પણ નિકૃષ્ટ છે.
પરોપકાર રહિત મનુષ્યને ધિક્કાર છે. વાસ્તવમાં પરોપકાર સજ્જનનો સ્વભાવ છે. પરોપકાર કરવામાં તેઓ ગુણ દોષ નો વિચાર
For Private And Personal Use Only