Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 98
________________ Shri Mahavir Jain Aradhana Kendra ત્યાગ www.kobatirth.org ૮૯ ભક્ત - યોગીરાજ ! ‘‘આપે જે પારસ આપ્યો હતો તે પત્થર પુરવાર થયો. પત્થરથી લોઢું કેવી રીતે સોનું બને ? Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગીરાજ - નહિ ભાઈ ! મેં તને પારસ જ આપ્યો છે. તેં કદાચ પ્રયોગ ખોટો કર્યો હશે !'' ભક્ત - પ્રયોગમાં શું ભૂલ હોય ? લોઢાને સ્પર્શ થવા માત્રથી તે સોનામાં રૂપાંતરિત થાય તેવી શક્તિ હોય તો જ તે પારસ માની શકાય મેં તે પારસને લોઢાની કોઠીમાં આખો દિવસ રાખી મૂક્યો છતાં પણ લોઢાની કોઠી સોનામાં રૂપાંતરિત થઈ નહિ. આપ સ્વયં આવો અને આપની આંખોથી જુઓ. યોગી તે ભક્તની સાથે તેના ઘેર ગયા. કોઠી ઘણી જૂની હતી તેની અંદર કાટ, ધૂળ અને જાળાં જામેલાં હતાં. પારસ તેમાં આખો દિવસ પડ્યો રહ્યો પણ પ્રયોગ કેવી રીતે સફળ થાય ? યોગીએ કોઠીને સાફ કરાવી. પછી તેમાં પારસ મૂકીને તેનો પ્રભાવ પ્રગટ કર્યો. સાધુઓનાં પ્રવચન પારસના પત્થર જેવાં છે. પણ જ્યાં સુધી શ્રોતાના મનની શુદ્ધિ થતી નથી ત્યાં સુધી તે પવિત્ર વાણીનો પ્રભાવ મન પર પડતો નથી. પ્રવચનના પ્રભાવની અપેક્ષા હોય તો પ્રથમ તેમાં જામેલા કાટ, ધૂળ અને જાળાંને દૂર કરો. અર્થાત્ મનમાં ભરેલા વિષયાદિના વિકારોનો ત્યાગ કરો. તમે જૈન સાધુઓની ઉપાસના કે સત્સંગ કરો તો તે તમને શું કહેશે ? તેઓ ત્યાગી છે તેથી રોજ તેઓ તમને કંઈ પણ ત્યાગ કરવાનું કહેશે. પ્રથમ બાહ્ય ત્યાગનો ઉપદેશે આપશે. એક ત્યાગીએ કોઈ એક શ્રાવકને દૂધીનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા આપી. શ્રાવકે ઘેર જઈને પોતાની પત્નીને કહ્યું કે ‘સાધુની પ્રેરણાથી મેં દૂધીનો ત્યાગ કર્યો છે માટે કોઈ બીજું શાક મારે માટે બનાવજે. પત્નીએ વિચાર કર્યો કે જે લોકો આ સાધુઓના ચક્કરમાં આવે છે તે પ્રથમ દૂધીનો ત્યાગ કરે છે, અને એમ કરતાં કરતાં પૂરા પરિવારનો ત્યાગ કરે છે. તેથી ત્યાગની આ જાળમાં પડવું ઠીક નથી. આથી તે ક્રોધમાં આવીને બોલી ‘“મારા ઘરમાં દૂધીનું શાક બનશે, આવા ત્યાગની વાત આ ઘરમાં ચાલશે નહિ, તમારે ખાવું હોય તો ખાજો.’' પત્નીના મુખેથી તીખા શબ્દો સાંભળી પતિનો અહંકાર ઘવાયો. તે પણ ક્રોધાવેશમાં આવી પત્નીને ગાળો દેવા લાગ્યો. પણ પત્ની એમ ગભરાય તેવી ન હતી. તેણે તરત જ ચૂલામાંથી બળતું લાકડું કાઢ્યું અને પતિ તરફ જવા લાગી. તેની આક્રમક મુદ્દાથી ભયભીત થઈને તે ભૂખ્યો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154