Book Title: Jain Tattvagyan Chitravali Prakash
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં તે પ્રદેશોથી અનંતગુણા જીવો ભરેલા છે. દરેક જીવના પ્રદેશસમૂહનો સંકોચ-વિકાસ થવાનો સ્વભાવ હોવાથી અને આકાશ ક્ષેત્રનો અવગાહ આપવાનો સ્વભાવ હોવાથી એક જ આકાશખંડમાં ઘણાં જીવો સમાઈને રહે છે. (૩) કાળથી જીવ અનાદિ-અનંત છે. જીવને કોઈ બનાવતા નથી, તેમજ કોઈ એનો નાશ કરી શકતા નથી. જીવદ્રવ્ય નવા બને નહિ. છે એનો સર્વથા વિનાશ થાય નહિ, ત્રણે કાળમાં હતા, છે અને હોવાના. જીવના જન્મ-મરણનો વ્યવહાર તે તે ભવરૂપ અવસ્થાઓના પરિવર્તનથી ગણાય છે. ઈન્દ્રિયો-શરીરબલ-મનબળ-વચનબળ-શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દ્રવ્યપ્રાણો કહેવાય છે. તેના વડે જીવો જીવન જીવે છે. એ દ્રવ્યપ્રાણોથી જીવ વિખુટો પડે તેને મરણ કહેવાય છે. મરણ પછી નવા ઉત્પત્તિ સ્થાને જઈને પુનઃ પ્રાણને ધારણ કરે તે જન્મ કહેવાય છે. આમ જગતમાં સંસારી જીવોના જન્મ-મરણ થયા કરે છે. જ્યારે કર્મમુક્ત આત્મા જ્ઞાનાદિ ભાવ પ્રાણોથી જીવે છે, ભાવ પ્રાણો કદાપિ વિખુટા પડતા નથી માટે તે અજરામર બને છે, તેઓ સિદ્ધાત્મા કહેવાય છે. આત્મા મૂળભૂત શુદ્ધ સ્વભાવે અરૂપી-અવિકારીનિરંજન-શુદ્ધ સ્વરૂપી અને અનંત જ્ઞાનાદિમય-અનંતસુખમય છે. પરંતુ અનાદિકાળથી પુદ્ગલ કર્મના સંયોગથી રૂપી-વિકારીરાગી-દ્વેષી-ક્રોધી-કામી-માયી-લોભી-નાનો-મોટો, કાળો-ધોળો, દીન-અભિમાની, રાજા-રંક, દેવ માનવ-૫શુ-ન૨ક વગેરે દશાવાળો થાય છે, અને તે તે નામથી ઓળખાય છે. દ્રવ્યથી મૂળ સ્વરૂપે રહે છે, અને પર્યાયથી એની અવસ્થાઓ બદલાય છે. દ્રવ્ય-પર્યાય એક બીજા વિના રહી શકતા નથી. કોઈ કાળે દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહિ અને પર્યાય દ્રવ્ય વિના રહે નહિ. ગુણથી જીવો ઉપયોગ સ્વભાવવાળા છે. ઉપયોગ એટલે જ્ઞાનદર્શનનું સ્ફૂરણ. ઉપયોગ વિના જીવ હોય જ નહિ. ઉપયોગ જીવમાં જ હોય. બીજા કોઈ પદાર્થમાં ઉપયોગ ન હોય. ચૌદ રાજલોકમાં અનંતા જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે.જેને સૂક્ષ્મ નિગોદના ગોળા કહેવામાં આવે છે. તેવા એક ગોળામાં અસંખ્ય શરીર અને એકેક શરીરમાં અનંતા નિગોદના જીવો હોય છે. તદુપરાંત બીજા જીવો પણ અનેક પ્રકારના છે. (જીવોના વિશેષ પરિચય માટે જુઓ પાનું.....) (૨) ધર્માસ્તિકાય :- આ દ્રવ્ય ૧૪ રાજલોકમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. ધર્માસ્તિકાય (૧) દ્રવ્યથી એક અખંડ છે. (૨) ક્ષેત્રથી સર્વ લોકાકાશ વ્યાપી છે. (૩) કાળથી અનાદિ અનંત છે. (૪) ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત અરૂપી અચેતન-જડ છે. (૫) ગુણથી ગતિ સહાયક છે. પોતાની મેળે Jain Education International ८ ગતિ કરતા જીવો અને પુદ્ગલોને ધર્માસ્તિકાયની સહાય છે. ધર્માસ્તિકાય અલોકમાં નહિ હોવાથી અલોકમાં જીવ કે પુદ્ગલ જઈ શકતા નથી. મહાઋદ્ધિવાળો અખૂટ શક્તિવાળો દેવ પણ લોકના છેડે જઈને પોતાના હાથ પગ કે શરીરના કોઈ પણ અવયવને અલોકમાં દાખલ કરી શકતો નથી, કારણ કે લોકના છેડા સુધી જ ધર્માસ્તિકાય છે, મત્સ્યો જેમ પાણીની સહાયથી ગતિ કરે છે તેમ જડ અને ચેતન દ્રવ્યો આ ધર્માસ્તિકાયની સહાયથી હલન-ચલન, ગમનાગમન કરી શકે છે. જે જીવ આ મનુષ્યલોકમાં કેવળજ્ઞાન પામી છેવટે યોગનિરોધ કરી શૈલીશીકરણ કરી, ભવોપગ્રાહી ચાર અઘાતિ કર્મ ખપાવીને સંપૂર્ણ શુદ્ધ થઈને આત્મા ઊર્ધ્વગમન સ્વભાવને લઈને અહીંથી એક સમયમાં ૭ રાજ ઊંચે લોકાગ્રસ્થાને પહોંચે છે, તે પણ અનંતી શક્તિ હોવા છતાં લોકના ઉપરના છેડે જઈને સ્થિર થાય છે. (અટકી જાય છે) કારણ કે ધર્માસ્તિકાયની સહાય વિના જીવ અથવા પુદ્ગલનું હલનચલન થઈ શકતું નથી. અલોકમાં પ્રવેશ થઈ શકતો નથી. લોકનો અંત છે, પણ લોકની ચારે બાજુ રહેલા અલોકનો અંત નથી. ધર્માસ્તિકાયની સહાય વિના જીવ જઈ શકતો હોય તો સિદ્ધ થયેલા આત્માઓ અલોકમાં હજુ પણ ફરતા હોય, એમનું સ્થાન કોઈ નિયત થઈ શકે નહિ, કારણ જીવનો સ્વભાવ ઊર્ધ્વગતિમાન છે. અલોકમાં ધર્માસ્તિકાયની સહાયના અભાવે જ તે ઊર્ધ્વલોકના છેડે સ્થિર થાય છે. ધર્માસ્તિકાય પોતે અક્રિય હોવાથી જીવ અને પુદ્ગલને ચાલવાની પ્રેરણા કરે નહિ, પણ જીવો-પુદ્ગલો પોતાની જાતે ચાલવાની તૈયારી કરે ત્યારે સહાયક થાય. જેમ પાણીમાં રહેલા માછલાં, આકાશમાં રહેલા પક્ષીઓ, જ્યારે ચાલવું હોય ત્યારે પાણી અને હવાની સહાય લે છે તેમ જીવો અને પુદ્ગલો ધર્માસ્તિકાયની સહાયથી ગતિ કરે છે. તે વિના નહીં. ચૌદરાજલોકવ્યાપી ધર્માસ્તિકાય તે અંધ કહેવાય છે. એનો નાનો મોટો વિભાગ તે દેશ કહેવાય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ જેના બે વિભાગ કેવળજ્ઞાની ભગવંતોની ષ્ટિથી પણ ન થઈ શકે તે પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાયના આ દેશ અને પ્રદેશ હંમેશા સ્કંધમાં સાથે જ રહેલા હોય છે. આ રીતે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ-ગુણ-સ્કંધ-દેશ-પ્રદેશ આ આઠ ભેદ ધર્માસ્તિકાયના છે. (૩) અધર્માસ્તિકાય ઃ ૧૪ રાજલોકમાં ધર્માસ્તિકાયની જેમ વ્યાપ્ત અરૂપી દ્રવ્ય છે. તે (૧) દ્રવ્યથી એક, (૨) ક્ષેત્રથી લોકવ્યાપ્ત (૩) કાળથી અનાદિ અનંત, (૪) ભાવથી રૂપરસ-ગંધ-સ્પર્શ રહિત (૫) ગુણથી સ્થિતિમાં-સ્થિર રહેવામાં For Private & Personal Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64