Book Title: Jain Tattvagyan Chitravali Prakash
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 25
________________ છે () સકળ તીર્થ વંદુ કર જોડ લોક - વિશ્વમાં રહેલા અનંત સિદ્ધભગવંતો તથા શાશ્વત- અશાશ્વત જૈન તીર્થોને ભાવભરી વંદના માટેનું ચિત્ર છે. ચૌદ રાજલોકના ચિત્રમાં લોકના અગ્રભાગની નીચે ૪૫ લાખ યોજનની લાંબી સ્ફટિક રત્નની સિદ્ધ શિલા કુદરતી રહી છે. તેની નીચેના ભાગમાં ઉત્તરોત્તર પાંચ અનુત્તર, નવ રૈવેયક, અને બાર વૈમાનિક દેવોના વિમાનો રહેલા છે. સૂર્ય-ચંદ્રના ચર અને અચર વિમાનો મધ્યલોકમાં આવેલાં છે. તેના પછી વ્યંતર- વાણવ્યંતર છે અધોલોકમાં ભવનપતિ દેવોની ૧૦ નિકાયના ભવનો છે. આ દરેક વિમાનભવનમાં શાશ્વતા જિનાલયો તથા પ્રત્યેક જિનાલયમાં કેટલી સંખ્યામાં પ્રતિમાજી છે તેના વર્ણન સાથે પ્રત્યેક પંક્તિ બોલતાં ભાવપૂર્વક વંદના કરવાની છે. સવારના રાઈ પ્રતિક્રમણમાં આ સૂત્ર બોલાય છે. | સર્વ તીર્થોને હાથ જોડીને મસ્તક નમાવીને વંદના કરું છું. જિનવર ભગવંતના નામથી-પ્રભાવથી-સામ્રાજ્યથી ક્રોડો મંગલ પ્રગટે છે. હવે ક્રમશઃ વૈમાનિક પ્રથમ દેવલોકથી માંડીને અનુત્તર સુઘીના દેવલોકના લાખો વિમાનોમાં રહેલા જિનચૈત્યોને (હું) હંમેશા વંદન કરું છું. જેટલા વિમાન તૈયાર તેટલા ચૈત્યો છે. ૧લા દેવલોકે | બીજે | ત્રીજે | ચોથામાં | પાંચમે | છદ્દે | ૭ મે ૩૨ લાખ ૨૮ લાખI ૧૨ લાખI૮ લાખ I૪ લાખ ૫૦ હજાર ૪ હજાર મે | ૯ ૧૦મે | ૧૧-૧૨ મે | નવગ્રેવયકમાં | અનુત્તરમાં ૬ હજાર | ચારસો | ત્રણસો | ત્રણસો અઢાર | પાંચ કુલ સંખ્યા :- ૮૪ લાખ ૯૭ હજાર અને ૨૩ ચૈત્યો છે. પ્રત્યેક જિનમંદિર લંબાઈમાં ૧૦૦ યોજન, પહોળાઈમાં ૫૦યોજન અને ઊંચાઈમાં ૭૨ યોજન છે. હવે દરેક ચૈત્યમાં જિનબિંબોની સંખ્યા કહેવામાં આવે છે. એકથી બાર વૈમાનિકની દરેક દેવલોકમાં પાંચ સભાઓ હોય છે. (૧) મજ્જન સભા (૨) અલંકાર સભા (૩) સુધર્મ સભા (૪) સિદ્ધાયતન સભા (૫) વ્યવસાય સભા. આ દરેક સભાને ત્રણ દ્વાર હોય છે. પાંચ સભાના મળીને ૧૫ દ્વાર થાય. તે દરેક દ્વાર ઉપર ચાર શાશ્વત પ્રતિમાજી હોય છે. તેથી ૧૫ X ૪ = પ્રતિમાજી સભાના દ્વારના છે. તથા દરેક જિનાલયમાં ૧૨૦ પ્રતિમાજી છે. આથી વૈમાનિક દેવલોકને આશ્રયીને પ્રત્યેકમાં ૧૮૦ પ્રતિમાજી છે. વૈમાનિક દેવના કુલ ૮૪ લાખ ૯૬ હજાર ૭૦૦૪ ૧૮૦ = ૧૫૨ ક્રોડ ૯૪ લાખ ૬ હજાર, નવરૈવેયક તથા અનુત્તરના વિમાનોમાં સભાઓ નથી. પ્રત્યેકમાં ૧૨૦ પ્રતિમાજી છે. ૩૨૩૪ ૧૨૦= ૩૮૭૬૦ પ્રતિમાજી છે. બધાનો સરવાળો ૧૫૨ ક્રોડ ૯૪ લાખ ૪૪ હજાર ૭૬૦ પ્રતિમાજીને વંદના કરું છું. હવે નીચે પાતાળમાં ભવનપતિની ૧૦નિકાયમાં ક્રમશ :લાખોમાં ચૈત્યો-૬૪-૮૪-૩૫-૭૬-૭૬-૭૬-૭૬-૭૬-૯૬-૭૬ = ૭ ક્રોડને ૭૨ લાખ ચૈત્યોને વંદના કરું છું. દરેકમાં ૧૮૦ પ્રતિમાજી છે. કુલ ૧૩૮૯ ક્રોડ ૬૦લાખ પ્રતિમાજીને વંદના કરું છું. મનુષ્યલોકમાં ૩૨૫૯ શાશ્વત ચૈત્યો છે. પ્રતિમાજી ૩ લાખ ૯૧ હજાર ત્રણસોવીસ શાશ્વત પ્રતિમાજી છે. તેને ભાવપૂર્વક વંદના કરું છું. ચારવિભાગમાં વંદના આ રીતે. (૧) અશાશ્વત તીર્થો (૨) વિહરમાન વીશ તીર્થકર ભગવાન (૩) અનંત સિદ્ધ ભગવંત (૪) વર્તમાન-મુનિ વંદના. સમેત શિખર તીર્થ ઉપર નિર્વાણ પામેલા ૨૦જિનને તથા અષ્ટાપદગિરિ ઉપર ભરત મહારાજાએ ભરાવેલા રત્નના ૨૪ જિનબિંબોને વંદના કરું છું. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળે વિચરતાં સીમંધર સ્વામિ આદિ ૨૦ જિનને વંદના કરું છું. લોકના અગ્રભાગે ૪૫ લાખ યોજનના વિસ્તારમાં રહેલા અનંતા સિદ્ધ ભગવંતોને વંદના કરું છું. તીર્થોમાં - શત્રુંજય-ગિરનાર-આબુ તીર્થમાં રહેલા જિનબિંબોને વંદના કરું છું. શંખેશ્વર તીર્થના શ્રી પાર્શ્વનાથકેસરિયાજી તીર્થના આદિનાથ, તારંગાતીર્થના શ્રી અજિતનાથ પ્રભુને વંદના કરું છું. તથા અંતરીક્ષજી પાર્શ્વનાથ, વકાણાપાર્શ્વનાથ, જિરાફેલા પાર્શ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ પ્રભુને વંદના કરું છું. અઢી દ્વીપના કર્મ ભૂમિમાં ગામ-નગર વગેરેના સર્વે ચૈત્યોને-જિનબિંબોને વંદના કરું છું. એવં ૫ ભરત-પમહાવિદેહ૫ ઐરાવત ક્ષેત્રમાં વિવિધ ચર્યામાં, સાધુઓ મુનિઓ અઢાર હજાર શીલઆચારના ધારક, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ આચારના પાલક અને બાહા-અત્યંતર તપવાળા સર્વે સંયમીઓને વંદના કરું છું. સકલતીર્થના ચિત્રની સમજૂતિ જાણવી. ૦ વિશેષ સચિત્ર પ્રતિક્રમણ સૂત્ર આલબમ પુસ્તકથી જાણવું. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64