Book Title: Jain Tattvagyan Chitravali Prakash
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 64
________________ વિશ્વોપકારી જૈન તત્ત્વજ્ઞાન બિનપુનત્ત તત્તે જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વજ્ઞાન આ વિશ્વમાં જીવ-અજીવ આદિ તત્ત્વોને યથાર્થ કહેનારા જિનેશ્વર તીર્થકર ભગવંતો છે. તેઓ કેવલજ્ઞાન પામવા પૂર્વે ત્યાગ-તપ-તિતિક્ષાપૂર્વક ઘોર તપ-ધ્યાનની સાધના કરે છે. કર્મના આવરણો દૂર કરવા માટે રાત-દિવસ શુભધ્યાનમાં મનને જોડે છે. વચમાં આવતાં અનેક પરિષહો-ઉપસર્ગો-દુ:ખોને સમતા પૂર્વક સહન કરે છે. દુ:ખ આપનારા પ્રત્યે લેશમાત્ર દુર્ભાવ કે ક્રોધ કરતા નથી. સમભાવપૂર્વક સાધના દ્વારા જ્ઞાનમાં એકલીન-અભેદપણે એકાકાર બનીને શુકલધ્યાનથી કર્મના આવરણો દૂર થતાં સર્વજ્ઞ-સર્વદર્શી બને છે. ત્રણેકાળના સર્વદ્રવ્યો-ગુણો-પર્યાયોને જ્ઞાનથી જાણે છે. | વિશ્વના અનંત જીવો અજ્ઞાન-મિથ્યાત્વથી અનંતકાળથી દુ:ખથી રિબાઈ રહ્યા છે. તે જ્ઞાનમાં જોઈને તેમને સત્યબોધ મળે અને સન્માર્ગે વળે તે માટે દેવરચિત સમવસરણમાં પરમાર્થકારી તત્ત્વવાણી સંભળાવે છે. લાખો મનુષ્યો-દેવો-પશુઓ કદાગ્રહની, આપ માન્યતા, અજ્ઞાન પકડનો, રાગ-દ્વેષના પક્ષપાતનો ત્યાગ કરીને સમ્યજ્ઞાન પામે છે. ગણધર ગૌતમસ્વામી મહારાજા પ્રભુને પ્રશ્ન પૂછે છે. હે પ્રભુ ! વિંદ તત્તે? પ્રભુ મહાવીર ભગવંત જવાબ આપે છે. ૩પુનૈફવા, વિસામેવા, ઇવેફવા. આ ત્રણ શબ્દોમાં વસ્તુનું ઉત્પન્ન થવું, નાશ થવું અને કાયમ ધ્રુવપણે રહેવું એ યથાર્થ સત્ તત્ત્વ છે. વિશ્વના ગણધર ભગવંતો સૂત્રની રચના કરે છે. તેમાંથી વિશ્વને સાચા તત્ત્વનો બોધ મળે છે. અનેક વિદ્વાનો-પંડિતો-ઋષિઓ સ્યાદ્વાદ-સાપેક્ષવાદ અને નય-નિક્ષેપ-સપ્તભંગીના તત્ત્વોની સત્યતા સ્વીકારે છે. જીવનનું સંપૂર્ણ શુદ્ધિકરણ કરનાર તત્ત્વ બીજા દર્શનોમાં નથી . આ વિશ્વમાં જિનોએ કહેલું અજોડ તત્ત્વજ્ઞાન છે. જે સર્વ જીવોનું કલ્યાણ કરનારું છે. અનાદિથી કર્મથી પીડાતાં જીવોને કર્મનાં બંધનમાંથી મુક્તિ કઈ રીતે મળે તથા ઉત્તરોત્તર આત્માનો વિકાસ કેમ થાય તે માર્ગ દર્શાવે છે. જે તત્ત્વજ્ઞાનની શ્રદ્ધા-બોધ અને સર્વ પાપના ત્યાગરૂપ ચારિત્ર ધર્મની સાધનાથી સિદ્ધ થાય છે. સમ્યગદર્શનજ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરવા માટે આ પુસ્તકમાં સમજાવેલા તત્ત્વજ્ઞાનનો સૌ કોઈ જિજ્ઞાસુઓ કદાગ્રહના ત્યાગપૂર્વક મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરીને અનાદિના કર્મબંધનથી સૌ મુક્તિને પામનારા બનો. એ શુભ કામના. - આ. રાજેન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 62 63 64