Book Title: Jain Tattvagyan Chitravali Prakash
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 62
________________ લાગવાથી, તથા કાચી ચાસણી, પૂરા તડકાં ન દેવાથી ફૂગ આવે છે. તે અભક્ષ્ય જાણવા અનેક ત્રસ જંતુઓની હિંસાથી બચવા અથાણાનો ત્યાગ કરવો. (૧૮) ઘોલવડા-દહીંવડા દ્વિદળ અભક્ષ્ય :- જેમાંથી તેલ ન નીકળે, બે સરખી ફાડ થાય અને ઝાડના ફળરૂપ ન હોય તે દ્વિદળ-કઠોળનો કાચા દૂધ + દહીં – છાશ સાથે યોગ થવાથી તુરંત બેઈનિદ્રય જીવો ઉત્પન્ન થાય છે. જીવહિંસા સાથે શરીરનું આરોગ્ય બગડે છે. માટે અભક્ષ્ય છે. મગ-મઠ-અડદ-ચણાતુવેર-વાલ-ચોળા-કળથી-વટાણા-લાંગ-મેથી લીલવા ગુવાર તથા તે કઠોળના લીલા-સૂકા પાંદડા,ભાજી તથા લોટ-દાળ અને તેની બનાવટો વગેરે દ્વિદળ ગણાય છે. મેથીના સંભાર, અથાણાં, દાળ, મેથીથી વઘારેલ કઢી, સેવ, ગાંઠીયા, ખમણ, ઢોકળા, પાપડ, બુંદી, વડા, ભજીયા વગેરે સાથે કાચા દૂધ-દહીં કે છાસનો યોગ થતાં અભક્ષ્ય થાય છે. શીખંડ-દહીં-છાસ સાથે કઠોળવાળું ભોજન લેવાય નહિ. દૂધ-દહીં-છાસ સારી રીતે હાથ દાઝે એવાં બરાબર ગરમ કર્યા પછી તે ઠંડા થયેલ સાથે કઠોળની ચીજો વપરાય તો દ્વિદળનો દોષ નથી. ભોજન જમતી વખતે દ્વિદળ ન થાય તેની ખાસ કાળજી રાખવી. બહારના દહીંવડા કાચાં દહીંના હોઈ અભક્ષ્ય છે. (દહીં બરાબર ગરમ થયેલું જોઈએ.) (૧૯) વેંગણ રીંગણા અભક્ષ્ય :- જેમાં ઝીણા બીજની સંખ્યા અગણિત છે, તેના ટોપમાં સૂક્ષ્મ ત્રસ જીવો હોય છે. તે વાપરવાથી તામસભાવ જાગે છે. વાસના-ઉન્માદ વધે છે. હૃદય ધિઠુ બને છે. નિદ્રા-પ્રમાદ વધે છે, તાવ-ક્ષયરોગ લાગુ પડે છે. ઈશ્વર સ્મરણમાં બાધક છે. પુરાણમાં પણ તેનો નિષેધ કરેલ છે. (૨૦) અજાણ્યા ફળ-પુષ્પ અભક્ષ્ય ઃ- જેનું નામ જાણતા નથી. જેના ગુણ-દોષ જાણતા નથી તે બધા અજાણ્યા ફળ-પુષ્પો અભક્ષ્ય છે, જે ખાવાથી પ્રાણનો નાશ થાય છે. માટે અજાણી વસ્તુ ખાવી નહિ. અજાણ્યા ફળના ત્યાગના નિયમોવાળો વંકચુલ બચ્યો અને બીજા સાથીઓ કિંપાકના ઝેરી ફળો ખાતાં મૃત્યુ પામ્યા. Jain Education International (૨૧) તુચ્છ ફળ અભક્ષ્ય :- જેમાં ખાવાનું થોડું ફેંકી દેવાનું ઘણું હોય, જે ખાવાથી તૃપ્તિ થતી નથી કે શક્તિ મળતી નથી. ચણીબોર, પીલું, ગુંદી, સીતાફળ વગેરે જાણવા, તેના ઠળિયા ફેંકતા તે ઉપર કીડી વગેરે જંતુઓ આવે છે. એંઠા હોવાને કારણે સંમૂર્છિમ જીવો ઉત્પન્ન થાય છે. પગ નીચે કચરાતાં તે જીવો નાશ પામે છે. જેથી તે વાપરવા નહિ. (૨૨) ચલિત રસ અભક્ષ્ય :- જે પદાર્થના રૂપ-રસગંધ સ્પર્શ બગડી ગયા હોય તે ચલિતરસ કહેવાય છે. તેમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. કોહવાઈ ગયેલી, વાસી વસ્તુઓ, કાળ વીતી ગયેલ લોટ-મિઠાઈ. વિ. નીલ-ફુગવાળી વસ્તુ અભક્ષ્ય છે. જે ખાવાથી શારીરિક આરોગ્યને હાનિ પહોંચે છે, અકાળે મંદવાડ કે મરણ નીપજે છે. પાકી ચાસણીની મીઠાઈ, પુરી ફરસાણ-ખાખરા-લોટ-ચણા-દાળિયા વગેરેનો કાળ કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી શિયાળામાં ત્રીસ દિવસ, ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૫ ઉનાળામાં ૨૦દિવસ, અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૫ સુધી ચોમાસામાં ૧૫ દિવસ પછી અભક્ષ્ય બને છે. કેરી-રાયણ આર્દ્રા નક્ષત્ર પછી, ખજુર-ખારેક, તલ, ભાજી, મેથીની ભાજી, કોથમીર વિ.ફા. સુદ ૧૫ થી આઠ માસ અભક્ષ્ય છે. જેમાં પાણીનો અંશ રહે તેવી વાસી વસ્તુ બીજા દિવસે ન ખવાય. દહીં બે રાત પછી અભક્ષ્ય બને છે. વિશેષ વર્ણન ગુરુગમથી તથા 'અભક્ષ્ય અનંતકાય વિચાર' આહારશુદ્ધિ પ્રકાશ' ‘આહાર શુદ્ધિ અને રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ વગેરે ગ્રંથોથી જાણવું. -82-488 સુખકારી ધર્મધ્યાન : (૨) અપાય વિચય : આત્મા મૂલ સ્વરૂપે આનંદમય છે. આનંદઘન છે. છતાં તેને વિપાક ઉદયમાં વિવિધ કષ્ટોદુઃખો ભોગવવા પડે છે. આનું કારણ અપાયભૂત રાગ-દ્વેષની પરિણતિ, ક્રોધાદિ કષાયો, અઢાર પ્રકારના પાપસ્થાનકોનું સેવન-સેવરાવવુંઅનુમોદવું વિગેરે છે. આત્માને અપાયોથી બચાવા ઈન્દ્રિયનિગ્રહ-મનોનિગ્રહ-વિષયનિગ્રહ કષાયનિગ્રહ કરતાં રહેવાનું છે. સમસ્ત દુઃખોનું મૂળ પાપ વ્યાપાર છે. તેનું મૂળ રાગ-દ્વેષ છે. આ બીજ દૂર ન થાય ત્યાં સુધી જીવના જન્મ-મરણાદિ ચાલતાં રહે છે. વીતરાગધર્મની સાધના આ બીજનો નાશ કરે છે. (૩) વિપાક વિચય : જીવને શુભ-અશુભ કર્મના ઉદયે સુખ-દુઃખના અનુભવો થાય છે. કોઈ શ્રીમંત બને કોઈ ભિખારી ! કોઈ નિરોગી કોઈ રોગી ! કોઈ વિદ્વાન કોઈ મૂર્ખ, કોઈ નરકમાં કોઈ દેવલોકમાં, આ બધી વિષમતાનું કારણ જીવનું શુભ-અશુભ કર્મ છે-અનાદિથી કર્મના સંબંધવાળો આત્મા છે, સમયે સમયે નવા કર્મ બાંધે છે. ઉદયમાં શુભ-અશુભને અનુભવે છે. ચારે ગતિમાં જીવને દુઃખની વેદના પોતાના બાંધેલા પાપકર્મો આપે છે. પાપની સજા બહુ આકરી છે. કાયમી દુઃખ વિપાકથી બચવાનો ઉપાય સર્વપાપ વ્યાપારના ત્યાગમાં છે. અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ મેળવવાથી શાશ્વત સુખનો માર્ગ મળે છે. (૪) સંસ્થાન વિચય : ૧૪ રાજલોક વિશ્વદર્શનનું તથા દ્રવ્યોનું સ્વરૂપ ચિતવવાનું છે. લોકમાં આકાશપ્રદેશમાં સૂક્ષ્મ નિગોદાદિ જીવોના અસંખ્ય ગોળા-અનંત જીવો એક શરીરમાં, ૧ શ્વાસમાં સાડા સત્તર વાર જન્મ-મરણ પામે છે. ચારે ગતિના જીવો જન્મ-મરણના કષ્ટો ભોગવતાં રહે છે. ચરમભવી શુદ્ધધર્મ-સમ્યક્ત્વ મેળવીને ચારિત્રની સાધનાથી સર્વકર્મોને ક્ષય કરી સિદ્ધ અવસ્થા પામે છે. લોકાગ્રે અનંત સિદ્ધમાં ભળી જાય છે. co For Private & Personal Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64