Book Title: Jain Tattvagyan Chitravali Prakash
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 61
________________ કોલેસ્ટરોલથી હૃદયની બિમારી, કીડનીના રોગ લાગુ પડે છે. કફ વધે છે, પેટમાં સડો, ટી.બી., સંગ્રહણી વગેરે રોગથી જીવનભર પીડાવું પડે છે. ઈંડા નિર્જીવ હોતા નથી. તેમજ વનસ્પતિ ઉપર કદી ઉગતા નથી. મરઘીના ગર્ભમાં જ લોહીવીર્યમાંથી અશુચિ પ્રવાહીરૂપ ગર્ભ ઉત્પન્ન થાય છે. માટે શાકાહાર છે જ નહીં. (૯) માખણ અભક્ષ્ય ઃ- માખણને છાશમાંથી બહાર કાઢ્યા પછી તેમાં અંતર્મુહૂર્તમાં તે રંગના ત્રસ જંતુઓ ઉત્પન્ન થાય છે. જે ખાવાથી જીવોની હિંસા, વિકાર-વાસનાની ઉત્તેજના થાય છે. ચારિત્રની હાનિ કરે છે. વાસી બનતાં ક્ષણે ક્ષણે રસ જ તદ્વર્ણના ત્રસ જંતુઓ ઉદ્ભવે છે જેનાથી અનેકવિધ બિમારીઓ લાગુ પડે છે. (૧૦) હિમ-બરફ અભક્ષ્ય :- અળગણ પાણીને થીજાવીને બરફ બને છે. જેના કણે કણે અસંખ્ય જીવો છે. જીવન નિર્વાહ માટે જરૂરી નથી. બરફને કે તેનાથી બનેલા સરબતઆઈસ્ક્રીમ-કુલ્ફી-આઈસફૂટ વગેરેને ખાવાથી મંદાગ્નિ-અજીર્ણ, અપચાનો રોગલાગુ પડે છે. બરફ એ શરીરના આરોગ્યનો દુશ્મન છે. ફ્રીજના પાણી તથા રાખેલાં પીણાં પણ તેવી હાનિ કરે છે. (૧૧) વિષ-ઝેર અભક્ષ્ય :- જે ખનિજ, પ્રાણીજ, વનસ્પતિજ, અને મિશ્ર ચાર પ્રકારે છે. સોમલ-વચ્છનાગ, તાલપુટ-અફીણ-હડતાલ, ધતુરો વિવિધ ઝેરી રસાયણો છે. જે ખાવાથી મનુષ્યના પ્રાણ હરે છે, અન્ય જંતુઓનો નાશ કરે છે. ભ્રમ-દાહ-કંઠશોષ વગેરે દોષ ઉત્પન્ન કરે છે. બીડી-તમાકુગાંજો-ચરસ-સીગરેટ વગેરેમાં રહેલા ધીમા ઝેરો (સ્લોપોઈઝન) માણસના શરીરમાં પ્રવેશ પામી અલ્સર, કેન્સર, ટી.બી. ના દર્દથી રીબાવીને મારે છે. આમ સ્વ-પર ઘાતક વિષ અભક્ષ્ય છે. (૧૨) કરા-અભક્ષ્ય ઃ- પાણીનો કાચો કોમળ ગર્ભ છે જે વરસાદમાં પડે છે. જે ખાવાનું કોઈ પ્રયોજન નથી. બરફના દોષની જેમ દોષ જાણી તેનો ત્યાગ કરવો. (૧૩) માટી-અભક્ષ્ય :- કણે કણે અસંખ્ય પૃથ્વીકાય જીવો છે. જે ખાવાનું પ્રયોજન નથી. ખાનારને પથરી-પાંડુરોગસેપ્ટીક આમવાત વગેરે રોગ લાગુ પડે છે. કેટલીક માટીમાં દેડકા વિ. ઉત્પન્ન થવાની યોગ્યતા હોઈ પેટમાં જીવો ઉત્પન્ન થતાં મરણની વેદના અનુભવવી પડે છે. (૧૪) રાત્રિભોજન અભક્ષ્ય :- રાત્રિમાં જે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે તથા અનેક ઊડતા જંતુઓ પોતાનો ખોરાક લેવા ઊડે છે. તે બધા અનેક જીવોની રાત્રિભોજનમાં હિંસા થાય છે. વિશેષ, ભોજનમાં જૂ આવી જવાથી જલોદર, માખીથી ઉલટી, Jain Education International ૫૯ કીડી આવે તો બુદ્ધિની મંદતા, કરોળીઆથી કોઢ, વીંછી-કાંટાથી તાલુવેધ, ગરોળીની લાળથી ગંભીર સ્થિતિ, મચ્છરથી તાવ, સર્પના ઝેરથી મૃત્યુ, ઝેરી પદાર્થથી ઝાડા-ઉલ્ટી-મરણ, વાળથી સ્વરભંગ; આયુષ્ય બંધાય તો તિર્યંચ કે નરકગતિનું, આરોગ્ય બગડે, અજીર્ણ થાય, કામવાસના જાગે, પ્રમાદ-આળસ વધે, ભૂત-પ્રેત-છળે, આમ આલોક-પરલોકના અનેકવિધ દોષ લક્ષમાં રાખી રાત્રિભોજનનો જીવનભર ત્યાગ લાભદાયી છે. (૧૫) બહુબીજ અભક્ષ્ય :- જે શાક-ફળમાં બે બીજ વચ્ચે અંતર કે પડ હોય નહિ, અર્થાત્ બીજેબીજ અડેલા હોય, ગર્ભ થોડો ને બીજ પુષ્કળ હોય. ખાવામાં થોડું હોય કોઠીંબડા, ટીંબરૂ, ખસખસ, પંપોટા વગેરેમાં બીજાં ઘણાં હોય છે જ ખાવાથી પિત્તપ્રકોપ અને આરોગ્ય હાનિ થાય છે. તેથી વર્જ્ય છે. (૧૬) અનંતકાય કંદમૂળ અભક્ષ્ય :- એક શરીરમાં અનંતા જીવો હોય છે, જેને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. જેની નસો, સાંધા, ગાંઠ, તાંતણા-રેખા દેખાય નહિ, સરખા ભાગ થાય, જેને છેદીને વાવવાથી ફરી ઊગે તે અનંતકાય છે. જે ખાવાથી અનંત જીવોનો નાશ થાય છે. બટાટા-ડુંગળી-લસણઆદુ-લીલી હળદર, મૂળા, રતાળું, ગાજ૨, થેગ, કોમળ આમલી; ફણગા ફૂટેલા કઠોળ ગરમ વગેરે ૩૨ પ્રકારે અનંતકાય વર્જ્ય છે, જે ખાવાથી બુદ્ધિ વિકારી-તામસી-અને જડ બને છે. ધર્મવિરુદ્ધ વિચારો આવે છે. નરકનું આશ્રવ-દ્વાર છે. (૧૭) સંધાણ-બોળ અથાણું અભક્ષ્ય :- કેટલાક અથાણા બીજે દિવસે, અને કેટલાક અથાણા ચોથે દિવસે અભક્ષ્ય બને છે. જેમાં અનેક ત્રસજંતુઓ ઉપજે છે ને મરે છે. જે ફળમાં ખટાશ છે તે અથવા તેવી વસ્તુમાં ભેળવેલું હોય તે અથાણું, ત્રણ દિવસ પછી તેમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. પરંતુ જે કેરી-લીંબુ વગેરે ખટાશ વગરની વસ્તુ સાથે નહિ ભેળવેલા-ગુંદા-કાકડી-ચીભડાપપૈયા-મરચા વગેરેના અથાણાં બીજે દિવસે અભક્ષ્ય થાય છે. જે અથાણામાં શેકેલી મેથી નાંખી હોય તે બીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય છે. મેથીવાળું અથાણું કાચા દૂધ-દહીં-છાસ સાથે ખવાય નહિ. ચટણીમાં પણ તેમ સમજવું. કેરી-ગુંદા-ખારેકમરચા વગેરે સૂકવેલા અથાણાંને તડકા બરાબર ન દેવાયા હોય અને લીલાશ રહેવાથી વાળ્યું વળી શકતું હોય તો તેવું અથાણું ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને છે. સૂકવણી કરીને થતાં અથાણાંને બરાબર તડકાં દેવો જોઈએ. ત્યારબાદ રાઈ-ગોળ ચડાવે તે તેલબુડ હોય. જ્યાં સુધી તેના વર્ણ-ગંધ રસ બગડે નહિ ત્યાં સુધી ભક્ષ્ય સંભવે. સ્વાદ-ગંધમાં ફેર પડી જાય, લીલ-ફૂગ વળી જાય તે અથાણાંને પાણી વાળો હાથ કે ભીનો ચમચો For Private & Personal Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64