Book Title: Jain Tattvagyan Chitravali Prakash
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 51
________________ એમ ૩ = ૧૫, તે આ પ્રમાણે ૧, ઔદા૦ ઔદા૦ ૨. ઔદા૦ તૈજસ૦ ૩. ઔદા૦ કાર્મણ ૪, ઔદાળ તૈજસ કાર્મણ સ્વસજાતીય ૫. વૈક્રિય વૈક્રિય ૬. વૈક્રિય તૈજસ૦ ૭ વૈક્રિય કાર્યણ ૮. વૈક્રિય તૈજસ કાર્મણ ૯. આહારક આહારક ૧૦. આહ૦ તૈજસ૦ ૧૧ આહા૦ કાર્યણ૦ ૧૨ આહ૦ તે. કા૦૧૩ તૈજસ તૈજસ ૧૪. તૈજસ કાર્યણ. ૧૫. કાર્યણ કાર્યણ બંધન. ૫. સંઘાતન નામકર્મ :- નિયત પ્રમાણવાળા શ૨ી૨ને રચાતા પુદ્ગલના ભાગોને તે તે સ્થાને દંતાળીની જેમ સંચિત કરનાર (૧) ઔદારિક શરીર સંઘાતન (૨) વૈક્રિય૦ (૩) આહારક૦ (૪) તૈજસ૦ (૫) કાર્મણ શરીર સંઘાતન નામકર્મ. ૬. સંઘચણ (હાડકાંના દઢ, દુર્બળ સાંધા દેનાર કર્મ) (૧) વજ્રઋષભનારાચ = હાડકાંનો પરસ્પર સંબંધ એક બીજાને આંટા મારીને અને વચમાં પાટો અને ખીલી સાથે થયેલો હોય તે. (નાાચ = મર્કટબંધ, એના પર ઋષભ = હાડકાંનો પાટો વીંટળાયેલો હોય, અને વચમાં ઠેઠ ઉપરથી નીચે આરપાર વજ જેવા = હાડકાંની ખીલી હોય તેવું સંઘયણ) (૨) ૠષભનારાચ = માત્ર વજ્ર-ખીલી નહિ, બાકી પહેલા મુજબ (૩) નારાચ = માત્ર મર્કટ બંધ હોય. (૪) અર્ધનારાચ = સાંધાની એક બાજુ હાડકાંની આરી હોય અને બીજી બાજુએ ખીલીબંધ હોય (૫) કીલિકા = હાડકાં ફક્ત ખીલીથી સંધાયેલા હોય (૬) છેવઠું = છેદ સ્પષ્ટ યા સેવાર્ત. બે હાડકાં માત્ર છેડે અડીને રહ્યા હોય, તેલ-માલીશ વગેરે સેવાની અપેક્ષા રાખે તે...૬ સંસ્થાન (૧) સમ ચતુરસ (અસ=ખૂણો) પર્યંકાસને બેઠેલાને જમણા ઢીંચણથી ડાબા ખભાનું અંતર, જમણા ખભાથી ડાબા ઢીંચણનું અંતર, બે ઢીંચણનું અંતર, અને ઢીંચણના મખ્યભાગથી લલાટ પ્રદેશ સુધીનું અંતર. આ ચારે સરખાં હોય તે સમચતુરસ સંસ્થાન. અથવા જેમાં ચારે બાજુના અવયવ સમાન યાને સામુદ્રિક શાસ્ત્રને અનુસારે લક્ષણ અને પ્રમાણવાળા હોય તે, (૨) ન્યગ્રોધ પરિમંડલ - વડ સરખું ચારે બાજુ સરખું ભરાવદાર; નાભિથી ઉપર લક્ષણવાળું, નીચેનું લક્ષણહીન (૩) સાદિ = નાભિથી નીચે સારું, ઉ૫૨ નહિ. (૪) વામન = માથું, ગળું, હાથ, અને પગ ચારે પ્રમાણ = લક્ષણવાળા હોય. (૫) કુબ્જ = ઉપરોક્ત સિવાયના છાતી પેટ વગેરે સારા હોય. (૬) હુંડક = સર્વ અવયવ લક્ષણ-પ્રમાણ વિનાના હોય. ૨૦ વર્ણાદિ :- જેના ઉદયે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ સારા નરસા મળે. વર્ણ નામકર્મ ૫ પ્રકારે (૧) કૃષ્ણ (૨) નીલ (૩) રક્ત (૪) પીત (૫) શ્વેત. ગંધ નામકર્મ ૨ પ્રકારે :- (૧) સુરભિ (૨) દુભિ. રસ નામકર્મ ૫ પ્રકારે (૧) તિક્ત (કડવો) Jain Education International ૪૯ (૨) કટુ (તીખો) (૩) કષાય (તૂરો) બહેડા (૪) આમ્લ (ખાટો) આમળાદિના (૫) મધુર (ખારાનો આમાં સમાવેશ) સ્પર્શનામકર્મ ૮ પ્રકારે :- (૧) કર્કશ (૨) મૃદુ (૩) ગુરુ (૪) લઘુ (૫) શીત (૬) ઉષ્ણ (૭) સ્નિગ્ધ (૮) રૂક્ષ. ૪ આનુપુર્વી નરકાનુપુર્વી, તિર્યંચાનુ મનુષ્યાનુ ને દેવાનુપૂર્વી. ભવાંતરે વિગ્રહગતિથી (વચમાં ફંટાઈને) જતા જીવને વાંકા ફંટાવાનું (બળદના નાથની જેમ) કરે તે આનુપૂર્વી. ૨. વિહાયોગતિ :=ખત = ચાલવાની ઢબ (૧) શુભ ખગતિ = હંસ-હાથીવૃષભની સમાન ચાલ (૨) અશુભ ખગતિ = ઊંટ-ગધેડાના જેવી ચાલ, ૮ પ્રત્યેક પ્રકૃતિ (૧) અગુરુલઘુનામકર્મ = એના ઉદયથી શરીર એટલું ગુરુ-ભારે કે લઘુ=હલકું નહીં, પણ અગુરુલઘુ મળે. (૨) ઉપઘાત=આ કર્મથી પોતાના અવયવથી પોતે જ હણાય, એવા અવયવ મળે. દાંત-પડજીભી, ચોરદાંત, છઠ્ઠી આંગળી (૩) પરાઘાત :- આના ઉદયથી જીવ બીજાને ઓજસથી ઢાંકી દે એવી મુખમુદ્રા મળે. (૪) શ્વાસોચ્છવાસ :આથી શ્વાસોચ્છવાસની લબ્ધિ મળે. (૫) આતપ :- પોતે શીત છતાં બીજાને ગરમ પ્રકાશ કરે તેવું શરીર મળે, જેમકે સૂર્યના વિમાનના રત્નોનું શરીર. (૬) ઉદ્યોત :- જેના ઉદયે જીવનું શરીર ઠંડો પ્રકાશ આપે તે. તે ઉત્તરવૈક્રિય દેવાદિએ નવું બનાવેલું વૈક્રિય શરીર, ચંદ્રાદિના રત્ન, ઔષધિ વગેરેનું શરીર (૭) નિર્માણનામ કર્મ-સુથારની જેમ શરીરમાં ચોક્કસ સ્થાને અંગોપાંગને ગોઠવે તે. (૮) જિનનામ કર્મ = કેવળજ્ઞાની દશામાં જેના ઉદયે અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ અતિશય યુક્ત અને સુરાસુર માનવપૂજ્ય બની ધર્મ શાસન પ્રવર્તાવવાનુ મળે તે. તીર્થંકર નામ. ૨૦ પ્રકૃતિ, ત્રસ-સ્થાવર દશકની :- (૧) ત્રસનામકર્મ જેનાથી તડકામાંથી છાંયડામાં સ્વેચ્છાએ હાલીચાલી શકવાપણું, ગમનાગમન શક્તિ વગેરે મળે. સ્વેચ્છાએ તે કરવાનું અસામર્થ્ય દેનાર સ્થાવર નામકર્મ (એકેન્દ્રિય જીવોને) (૨) બાદ૨=જેના ઉદયે એક યા અનેક શરીરો ઈન્દ્રિયગ્રાહ્ય બને તે અને શરી૨ ખરું પણ ઈન્દ્રિયગ્રાહ્ય નહિ તે સૂક્ષ્મ૦ ઉદયથી (૩) પર્યાપ્ત૦ = જેના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકે તે. ન કરી શકે તે અપર્યાપ્ત૦ ઉદયથી. (પર્યાપ્તિ ૬. આહાર-શરીર-ઈન્દ્રિયશ્વાસોચ્છવાસ-ભાષા-મનને લેવા બનાવવાની શક્તિ) (૪) પ્રત્યેક – જેના ઉદયે પોતાને અલગ શરીર મળે તે. અનંતા જીવોને ભેગું એક જ શરીર દેનાર તે સાધારણ નામકર્મ. (૫) સ્થિર૦ = જેના ઉદયે હાડકાં; દાંત વિગેરે સ્થિર મળે તે. જીહ્વાદિ અસ્થિર દેનાર. અસ્થિર૦ (૬) શુભ૦ = જેથી નાભિ For Private & Personal Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64