Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 12
________________ onશ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ moonmohanAnnounnnnnnnnnnnnnnnnnnnnnnne છતાં આટલા મોટા અને વજનદાર પ્રતિમાજી સેંકડો વર્ષોથી કોઈ પણ આધાર વિના અદ્ધર બિરાજે છે એ એક મહાન અતિશય જ છે. અંધકારમય કલિયુગમાં પણ અપાર તેજથી ઝગમગતી ખરેખર આ તેજસ્વી જ્યોત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા અને પ્રગટ પ્રભાવ સુપ્રસિદ્ધ છે જ, છતાં સર્વ માણસો પ્રત્યક્ષ જોઈ શકે એવો પ્રભાવ તો અહીંયા જ દષ્ટિગોચર થાય છે. આ પ્રતિમાનાં દર્શન કરીને આસ્તિકના આનંદ અને વિસ્મયનો તો પાર રહેતો નથી જ, પરંતુ નાસ્તિકની બુદ્ધિ પણ અહીંયા તો આવીને નમી જાય છે અને તેને આસ્તિક બનાવી દે તેવો આ ચમત્કાર છે. માત્ર જૈનો જ નહીં, પણ શિરપુરમાં તેમજ આજુબાજુના ગામોમાં વસતા જૈનેતરો પણ આ મૂર્તિ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને દર્શનાર્થે તથા વંદનાર્થે આવે છે. આવા પ્રભાવશાળી આ તીર્થની યાત્રા કરવા માટે સેંકડો વર્ષોથી ભારતવર્ષના ખૂણેખૂણેથી લાખોની સંખ્યામાં આજ સુધી યાત્રાળુઓ આવ્યા છે અને અત્યારે પણ યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યા જ કરે છે. જિનાલયના કંપાઉંડમાં તેમ જ કંપાઉંડ બહાર મોટી ધર્મશાળા છે. યાત્રાળુઓને માટે ભોજનશાળા પણ અત્યારે ચાલુ છે. શિરપુર જવો માટે મધ્ય (Central) રેલ્વેના આકોલા સ્ટેશને ઉતરવું પડે છે. આકોલામાં તાજનાપેઠમાં આપણું જિનાલય, ઉપાશ્રય તેમ જ ધર્મશાળા છે. અહીંથી શિરપુર ૪૪ માઇલ દૂર છે. આકોલાથી ઠેઠ શિરપુર સુધીની મોટર સડક બંધાયેલી છે અને મોટર વ્યવહાર હમેશાં ચાલ્યા જ કરે છે. પોસ દશમ (માગશર વદ ૧૦) ના શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક દિવસે દર વર્ષે મેળો ભરાય છે. विदर्भदेश જે દેશમાં આ તીર્થ આવેલું છે તે દેશ આજકાલ વરાડના નામથી પ્રસિદ્ધ છે, પરંતુ તેનું પ્રાચીન નામ વિદર્ભ છે. સુતસા, ચંદનવાના, મનોરમા, મયારેહા, તમયંતિ આ ભરખેસરની પંક્તિથી આપણે જેનું નિત્ય પ્રાતઃકાલમાં સ્મરણ કરીએ છીએ તે નળ રાજાની પત્ની મહાસતી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92