Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 35
________________ homonomountomorontonomination with શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા વખતે સંઘે સ્વામીવાત્સલ્ય કર્યું. તે વખતે ઘીના કુલ્લામાંથી ઘણું જ ઘી નીકળવા લાગ્યું. ખૂટેજ નહિ. લોકોને બહુ આશ્ચર્ય થયું. કુલ્લામાં હાથ નાંખીને તપાસ કરીને જોયું તો ઉદ્દેશીવાળી મૂર્તિ કુલ્લામાં જ આવીને બેસી ગઈ હતી. પ્રતિમા કાઢીને મહોત્સવપૂર્વક દેરાસરમાં પધરાવી. ત્યારથી આ તીર્થ વૃતકલ્લોલ પાર્શ્વનાથને નામે પ્રસિદ્ધ છે. ઉદ્દેશી શાહ પણ સુખી થઈ ગયો. મારવાડમાં મેડતાસિટી પાસે આવેલા ફલોધી ગામનો ખારસ નામનો એક શ્રાવક ગામ બહાર ગયો હતો. ત્યાં તેને માટીના ઢેફામાંથી પાર્શ્વનાથ ભગવાનની એક પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ઘેર લાવીને એક ઝુપડીમાં તેણે એ મૂર્તિને રાખી. દેવે શ્રાવકને કહ્યું કે ભગવાનની પાસે તને રોજ સોનાના ચોખા મળશે. તે સોનાથી મંદિર બંધાવીને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કર, પણ આ સોનાના ચોખા મળવાની વાત કોઈને કહીશ નહીં.” સોનાના ચોખા મળવા લાગ્યા અને શ્રાવકે મંદિર બંધાવવા માંડ્યું. મંદિરનો એક ભાગ બંધાયો તેટલામાં પુત્રના આગ્રહથી શેઠે બધી વાત કહી દીધી તેથી સોનાના ચોખા મળવા બંધ થઇ ગયા. પછી સં. ૧૨૦૪ માં વાદીદેવસૂરિ મહારાજના હાથે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આ પ્રતિમાના અધિષ્ઠાયક ના પ્રભાવથી પુત્ર અને દ્ધિ વગેરે ફલની વૃદ્ધિ થવાથી ફલવર્ધિ પાર્શ્વનાથ નામ પડ્યું છે. ભિન્ન ભિન્ન સ્થાળોને પાર્શ્વનાથ ભગવાનના વૃત્તાંતો જાણવા માટે સારાભાઈ મણિલાલ નવાબે લખેલું પુરિસાદાણી પાર્શ્વનાથજી એ નામનું પુસ્તક જુઓ. પં. શ્રી ભાવવિજયગણિ કુત સ્તોત્રનો સાર શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ભાવવિજયજી

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92