Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 82
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ nooooooooooooooooooooooooooooooo શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ છંદ – ૧. ૨. મધ્ય ભારતે વિદર્ભ દેશે શ્રીપુરનગરીનો રાણો, ભવભયવારક જગજનતારક પાપવિદારક સુહામણો; ભક્ત મનોવાંછિત પૂરક જે સંશય છેદક ભવિ મનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષજીમાં અધર બિરાજે મન હરણા. કલિકાલે એ અદ્ભુત દીપે ચમત્કાર ગુણ ભર્યા દિસે, જસ તોલે નહીં અન્ય તીર્થ કોઈ દર્શન કરતા મન હસે; મુખમંડલ જસ અતિ મનોહર નયન સુહંકર સુહાગરા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષજીમાં અધર બિરાજે મન હરણા. ભજતા જેને નેત્ર ઉઘાડે બંધન તુટે બંદીતણા, પુત્રપૌત્રની આશા પૂરે દુઃખ મટે રોગી જનના; ભક્તોનું દારિય નિવારે મનવાંછિત પૂરે સહુના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. દશ દિશિમાં જસ કીર્તિ સુગંધી પ્રસરી અનુપમ અવનીમાં, ભક્તમધુ૫ ગુંજારવ કરતા દોડી આવે જંસ પદમાં; મન આનંદ ન માને જોતાં મુખ પ્રમુદિત થાએ સહુના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. દૂષિત જાણી ધરા પરવશા અધર બિરાજે મહાપ્રભુ, જગજન દુઃખો નિવારવાને અવતરિયા છે એહ વિભુ; પાપીજન ઉદ્ધરે પ્રભુના પ્રભાવથી આ અવનીમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. વિવિધ નામધારી બહુ દેશે પૂજાએ પારસ દેવા, સ્પર્શ થતાં જસ સુવર્ણ થાએ ભક્ત-લોહ ફળતી સેવા; ' એવા પ્રભુના નામ ઘણા છે ભક્ત ઘણા દેવેંદ્રતણા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. ૪.

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92