Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 83
________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAaaahmani શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થhe ખરદૂષણ રાજાએ નિર્મી ભાવી જિનની એ પ્રતિમા, કેઈક વત્સરો જલમાં રહીને પ્રગટ થઈ આ અવનીમાં; ઇલ નૃપતિએ ભાવભક્તિથી લાવી અદ્ભુત એ રથમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. શંકા જાગી નૃપતિ ચિત્તમાં સ્થિર થયા પ્રભુ શ્રીપુરમાં, મંદિર બાંધ્યું મનમાં રાખી ગર્વ ન બેઠા પ્રભુ એમાં; સંઘે બાંધ્યું સુંદર મંદિર ભૂગર્ભે કીધી રચના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. આવો વામાનંદનકેરા દર્શન કરવા સહુ આવો, પૂજન ભજન કરીને લેજો માનવ જન્મતણો લ્હાવો; તારણતરણ ભવિકજનના એ અન્ય ન દીસે આ જગમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. શ્યામસુંદરા મૂર્તિ અલૌકિક ફણિધર શિર પર છત્ર ધરે, અર્ધ કરી પદ્માસન બેઠા ભક્તજનોના ચિત્ત હરે; સફલ ગણે નિજ નેત્ર ભક્તજન દર્શન કરી પ્રભુ પાસતણા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. મુકુટ કુંડલાલંકૃતિથી મુખમંડલ રત્ન તિલક સોહે, સ્વર્ણઘટિ મણિ મુક્તાફલના હાર કંઠમાં મન મોહે; બાલેન્દુનતમસ્તક થઈને ભાવે ગાવે ગુણ જિનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. ૧૧. શ્રી બાલચંદ હીરાચંદ“સાહિત્યચંદ્ર rsssssssssssssssssssssb ૭૭ Oys ggggggs

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92