Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 44
________________ બશ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ ગોપાળપંડિત) નું શિષ્યપણું સ્વીકાર્યું હતું એટલે ઉપર જણાવેલો વાર્તાલાપનો પ્રસંગ વિ. સં. ૧૩૬૬ માં બન્યો હતો. જૈનેતર સાહિત્યમાં આ પ્રાચીન ઉલ્લેખનું મહત્ત્વ એ દૃષ્ટિએ છે કેઆ તીર્થની અને આ મૂર્તિના પ્રભાવની પ્રસિદ્ધિ માત્ર જૈનોમાં જ નહીં પણ જૈનેતરોમાં પણ સેંકડો વર્ષો પહેલાં પ્રસરેલી હતી. શિરપુરથી સેંકડો માઈલ દૂર વસતા જૈનેતરોમાં પણ આ ગામ પાર્શ્વનાથના શિરપુર' તરીકે ઓળખાતું હશે ત્યારે આ મૂર્તિનો ચમત્કાર તથા પ્રભાવ કેટલો બધો વિખ્યાત હશે એની કલ્પના સ્વયં જ કરી લેવા જેવી છે. એક નાનું તણખલું પણ અદ્ધર રહી શકતું નથી, ત્યારે ફણા સુધી ૪૨ ઈંચ ઊંચી મૂર્તિ બીલકુલ અદ્ધર રહે એ ભલભલાને પણ નવાઇ ઉપજાવે એમાં શું આશ્ચર્ય છે ? અર્ધ પદ્માસનાવસ્થ મૂર્તિ આ પુસ્તકના પ્રથમ ભાગમાં છપાયેલા શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના ફોટામાં વાચકોએ જોયુંજ હશે કે આ મૂર્તિ અર્ધ પદ્માસનાવસ્થ છે ડાબા પગ ઉપર જમણો પગ છે. આવી અર્ધ પદ્માસનાવસ્થ મૂર્તિ ડભોઈમાં શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનની તથા ભાંદક (જિલ્લા-ચાંદા, તાલુકા-વરોરા, મધ્યપ્રદેશ) તીર્થમાં વિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની (ઊંચાઈ મસ્તક સુધી ૫૦ ઇંચ, ફણા સુધી ૬૦ ઇંચ) અમારા જોવામા આવી છે. કુલ્યાક તીર્થમાં પણ અર્ધ પદ્માસનાવસ્થ મૂર્તિઓ વિરાજે છે. વાળુની પ્રતિમા એક વાત ધ્યાનમાં રહે કે આ પ્રતિમા વાળુની કિંવા છાણ-વાળુની બનાવેલી છે, એ વાત આપણી પરંપરાથી તો ચાલી આવે છે જ. અને તેથી શ્વેતાંબરો અવારનવાર લેપ પણ કરાવે છે. પરંતુ આ તીર્થના વહીવટ અને માલિકીના દિગંબર-શ્વેતાંબર વચ્ચે ચાલેલા ઝઘડા વખતે દિગંબરોએ કોર્ટમાં એ જાતની રજુઆત કરી હતી કે આ મૂર્તિ પાષાણની જ છે. ત્યારે આકોલા કોર્ટમાં કેસનો ચુકાદો આપનાર એડિશનલ જજ ૩૮

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92