Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 50
________________ ovશ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થahmahamanamamanamamanamamanade પરંતુ દિગંબરભાઇઓને આટલાથી પણ સંતોષ ન થયો. શ્વેતાંબરોનો બધો જ અધિકાર પડાવી લેવાની તેમની મનોવૃત્તિ થઈ અને તેમણે પડદા પાછળ ચાલબાજી શરૂ કરી. જ્યારે જ્યારે અંતરિક્ષ ભગવાનનો લેપ ઘસાઈ જાય ત્યારે શ્વેતાંબરો ફરીથી લેપ કરાવતા હતા. પૂર્વના લેપ પ્રમાણે જ તેમણે સં. ૧૯૬૪માં લેપ કરાવ્યો અને તેમાં કટિસૂત્ર (કંદોરા) અને કચ્છોટની આકૃતિ પણ પહેલાંની જેમ કરાવી હતી. દિગંબરોએ ગુપ્ત રીતે આવીને કટિસૂત્ર, કચ્છોટ વગેરે ભાગોને લોઢાના ઓજારોથી છેદી નાખ્યા ખોદી નાખ્યા. આ ભયંકર બનાવ સંવત ૧૯૬૪ ના મહા સુદી ૧૨ ને દિવસે (ઈસ્વી સન ૧૨-૨૧૯૦૮) બન્યો. શ્વેતાંબરોની લાગણીને ભયંકર આઘાત પહોંચ્યો. શ્વેતાંબર મત પ્રમાણે ચક્ષુ, ટીકા તથા આભૂષણ ચડાવવામાં અને નવાંગી પૂજન કરવામાં પણ દિગંબરો તરફથી અવરોધો નાંખવામાં આવ્યા. સમાધાનનો માર્ગ જ ન રહ્યો. આથી છેવટે કંટાળીને શ્વેતાંબરોએ આકોલા કોર્ટમાં ઈસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૦ મી તારીખે દિવાની કેસ દાખલ કર્યો આ કેસ છેવટે ઠેઠ પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો. અને ત્યાંથી સને ૧૯૨૯ માં ચૂકાદો આવ્યો ત્યાં સુધી ચાલ્યો. આ પછી આ જ વરસે પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રી ૧૦૦૮ સાગરજી મહારાજ મુંબઇથી અંતરિક્ષજીનો સંઘ લઇને આવ્યા હતા તે વખતે પણ ઘણું તોફાન થયું હતુ. આ બધા બનાવોથી શ્વેતાંબરોને ઘણો આઘાત પહોંચ્યો. છેવટે થાકીને તેમણે ઇસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૧ મી તારીખે આકોલા જીલ્લાની કોર્ટમાં દિવાની કેસ દાખલ કર્યો. શ્વેતાંબરો તરફથી શા. હોશીલાલ પાનાચંદ (બાલાપુર) શા કલ્યાણચંદ લાલચંદ (યેવલા) વિગેરે પાંચ જણ હતા. વિરૂદ્ધમાં હોનાસા રામાસા વિગેરે ૨૨ જણ સામે કેસ માંડવામાં આવ્યો હતો. શ્વેતાંબરો તરફથી ધાર્મિક લાગણી દુઃખવવા બદલ, લેપને નુકશાન કરવા બદલ તેમજ પેઢીની આવકને હાનિ પહોંચાડવા વિગેરે બદલ રૂ. ૧૫૪૨૫ નો દાવો દિગંબરો સામે કરવામાં આવ્યો હતો અને શ્રી અંતરિક્ષજીની પ્રતિમા શ્વેતાંબર આમ્નાય પ્રમાણે જ છે, પ્રતિમાજીની પૂજા કરવાનો

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92