Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 72
________________ તેશ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ ભાષાંતર તો અગાઉ આપવામાં આવ્યું છે. તેના મૂળ સંસ્કૃત-પ્રાકૃત ભાગો ઘણા લાંબા લાંબા હોવાથી તેમજ સંસ્કૃત-પ્રાકૃતભાષાને લીધે ઘણાખરા વાંચકોને પણ કંટાળો આવે તેથી અહીં આપવામાં આવતા નથી. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો જોઈ લેવા. ગ્રંથોનાં નામ, પ્રકાશનસ્થાન, પૃષ્ઠાંક વિગેરે તે તે સ્થળે જણાવ્યાં જ છે. કવિશ્રી લાવણ્યસમયજી એ સં. ૧૫૮૫ માં એક અંતરિક્ષજીનો છંદ બનાવ્યો છે. આ છંદ ભાવનગરનિવાસી શ્રી સ્વ. કુંવરજીભાઈ આણંદજીભાઈ તરફથી પ્રકાશિત થયેલા પ્રાચીનસ્તવનાદિસંગ્રહમાં છપાયો છે, અને તે ૪૫ કડીનો છે, પરંતુ બાલાપુરમાંથી મળી આવેલાં હસ્તલિખિત પાનાંઓમાં ૫૪ કડીઓ છે. વળી હસ્તલિખિત સાથે સરખાવતાં પ્રા. સ્ત સં. માં છપાયેલ છંદની કડીઓમાં ઘણું અંતર દેખાય છે. એટલે આ છંદ પુનઃ છાપવા યોગ્ય સમજીને નીચે મુજબ આપવામાં આવે છે.— ૬૬

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92